TV TALK .
એકતા કપૂર ભડકી રામ કપૂર પર
એકતા કપૂરે થોડાં દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક અબિનેતાનું નામ આપ્યા વિના તેના સામે આંગળી ચીંધતા લખ્યું હતું કે જે અનપ્રોફેશનલ કલાકારો મારા શો બાબતે ઈન્ટરવ્યૂ આપતાં ફપરે છે તેમને મોઢું સીવી લેવું જોઈએ. વાસ્તવમાં એકતાએ આ વાત અભિનેતા રામ કુપૂરનું નામ લખ્યા વિના તેને સંબોધીને જ લખી હતી. રામ કપૂરે થોડાં દિવસ પહેલાં એક ઈન્ટરવ્યુમાં એકતા કપૂર નિર્મિત શોમાં તેણે અને સાક્ષી તન્વરે આપેલા કિસિંગ સીન વિશે વાત કરી હતી. 'બડે અચ્છે લગતે હૈ' શોના ચુંબન દ્રશ્ય વિશે તેણે કહ્યું હતું કે એ સીન એકતા કપૂરે લખ્યું હતું. અને મારું કામ સર્જકની વાતને અનુસરવાનું છે. જો સ્ક્રીપ્ટમાં આવું દ્રશ્ય ભજવવાનું કહેવામાં આવ્યું હોય તો હું તેને માટે શી રીતે ના પાડી શકું? તેમ છતાં મને ઓનસ્ક્રીન કિસિંગ સીન આપતાં સંકોચ થતો હતો તેથી મેં 'બડે અચ્છે લગતે હૈ' ના સર્જકોને કહ્યું હતું કે આ સીરિયલ ત્રણ પેઢી એક સાથે બેસીને જોતી હોય છે. આવી સ્થિતીમાં મારું અને સાક્ષીનું ચુંબન દ્રશ્ય આપવું ઊચિત ગણાશે? પરંતુ એકતાને આ દ્રશ્ય બાબતે પૂરેપૂરો આત્મવિશ્વાસ હતો. એટલે મેં સૌથી પહેલા ચુંબન દ્રશ્ય આપવા માી પત્નીની મંજૂરી લીધી. ત્યાર પછી મેં સાક્ષીને કહ્યું હતું કે જો તું આ સીન આપવા રાજી ન હોય તો હું એકતાને સમજાવીશ. જ્યારે ઈન્ટરવ્યુની ક્લિપ ઓનલાઈન રજૂ થઈ ત્યારે એકતા કપૂરે રામ કપૂરનું નામ આપ્યા વિના ઉપરોક્ત વાત લખી હતી. તેણે એમ પણ લખ્યું હતું કે અનપ્રોફેશનલ કલાકારો તદ્ન ખોટી વાતો ફેલાવે છે.
સુજય રોયના 'શ્રીરામ'નું એક વર્ષ
પૌરાણિક ધારાવાહિક 'શ્રીમદ્ રામાયણ' ની રજૂઆતને એક વર્ષ પૂર્ણ થતાં તેમાં શ્રીરામની ભૂમિકા અદા કરતા અભિનેતા સુજય રેઉનો હરખ સમાતો નથી. અભિનેતા કહે છે કે હું ભાગ્યશાળી છું કે દૈવી શક્તિઓ ધરાવતા હોવા છતાં એક માનવી તરીકેનું જીવન જીવી ગયેલા પ્રભુ શ્રીરામની ભૂમિકા ભજવવાનું મારા ભાગે આવ્યું. આ કિરદારે મને દર્શકોનો અપ્રતિમ પ્રેમ અપાવ્યો છે. આ સીરિયલના પોતાના હૈયાને નિકટ હોય એવા દ્રશ્યો વિશે પૂછવામાં આવે તોમારી એન્ટ્રીની સિકવન્સ, જેમાં મેં બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલા મનભાવન રામ ભજન સાથે ગંગા આરતી કરી હતી તે, સીતા સ્યયંવર, સીતા હરણ પછીનો રામની ભાવાભિવ્યક્તિ મને આજે પણ અભિભૂત કરી મુકે છે. તેના સિવાય શ્રીરામનો શાંત-સૌમ્ય- સંયમી - ધૈર્યવાન સ્વભાવ તેમના સિમિતની ચમક, તેમનું સર્મપણ આપણને જીવન જીવવાની કળા શીખવી જાય છે. અભિનેતા વધુમાં કહે છે કે બળબળતાં ઊનાળામાં અમે ઘણી વખત દરિયા કિનારે રેતી પર ઉઘાડાં પગે આ શોના દ્રશ્યો આપ્યાં હતાં. આમ છતાં આ પાત્ર ભજવવા મળતાં મને પગ દાઝવાનો કોઈ રંજ નથી. વળી મને લવ કુશના પાત્રો ભજવતાં બે મીઠડાં બાળકો શૌર્ય અને અથર્વ સાથે કામ કરવાની પણ બહુ મઝા આવે છે. આ પ્રતિભાશાળી બાળકલાકારો સેટ પર સકારાત્મક ઊર્જા ઠાલવાંત હોય એવું લાગે છે. મારા માટે તો એ જ સૌથી મોટી વાત છે કે હું શ્રીરામના પાત્રથી ધૈર્ય, કરૂણા તેમ જ સંબંધોની જાળવણી શી રીતે કરવી તે શીખ્યો.
હિતેશ ભારદ્વાજને કૂદકો ફળ્યો
ધારાવાહિક 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' માં પ્રથમ લીપ આવ્યા પછી અભિનેતા હિતેશ ભારદ્વાજે 'રજત' ના રોલમાં આગવી છાપ છોડી . પરંતુ હવે બીજી લીપ સાથે તેના રોલ પર પૂર્ણવિરામ આવી જશે. અભિનેતા કહે છે કે આ શોમાં મેં બહુ લાંબા સમય સુધી કામ નથી કર્યું. આમ છતાં મારી ભૂમિકા પ્રભાવશાળી- છાપ છોડનારી બની રહી છે. હિતેશ આ શોના તેના પ્રારંભિક દિવસો સંભારતા કહે છે કે શરૂઆતના તબક્કામાં દર્શકો નવા કલાકારો, કહાણીમાં આવેલા નવા વળાંકને ઝટ સ્વીકારતા નથી.વાસ્તવમાં તેમના મન-મગજમાં ઘર કરી બેઠેલી લીપ પહેલાની કહાણી અને તેના કલાકારો ઝટ ખસતા નથી હોતા તેથી નવી કહાણી, નવા કલાકારોનો સ્વીકાર કરતાં સમય લાગે તે સ્વાભાવિક છે. પણ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહે છે. હિતેશ વધુમાં કહે છે કે શોમાં મારા પાત્રને પ્રારંભિક તબક્કેટીકાઓનો સામનો કરવો પડયો હતો. પરંતુ મેં ધીરજ ધરી રાખી. મેં આ શોમાં પહેલી વખત પિતાની ભૂમિકા ભજવી ત્યારે પિતાની જવાબદારીઓ, પિતાની ભાવનાઓ શું હોય તે સમજ્યો. તે વખતે જ મને મારા પિતાએ અમારા માટે જે કર્યું તેની અનુભૂતિ થઈ. અમે મથુરા ખાતે મધ્યમ વર્ગીય પરિવારમાં ઉછર્યા છીએ. અમારી આસપાસ રહેતાં બાળકોને તેમના માતાપિતા વિડિયો ગેમ લાવી આપતાં ત્યારે મારા પપ્પા મારા અને મારા ભાઈ માટે પુસ્તકો લાવતાં. તેઓ અમને સારું શિક્ષણ આપવા માગતા હતા. એ વાત અમને ત્યારે નહોતી સમજાઈ. પણ આજે અમે તેના મીઠાં ફળ ચાખી રહ્યાં છીએ.