TV TALK .
અપરા મહેતા: અભિનય નથી આસાન
છેલ્લે ધારાવાહિક 'અનુપમા' માં જોવા મળેલી પીઢ અભિનેત્રી અપરા મહેતાએ હવે 'યુનાઈટેડ સ્ટેટ ઓફ ગુજરાત 'માં કેમીઓ કર્યો છે. અદાકારા કહે છે કે મેં આ શો મારી માતૃભાષા પ્રત્યેના લગાવને કારણે સ્વીકાર્યો છે. જો મને ગુજરાતીમાં કોઈપણ સારો શો મળતો હોય તો હું તેમાં કામ કરવાની ના નથી પાડી શકતી. વળી આ શોમાં મને રાગિણી શાહ જેવી ટોચની અભિનેત્રી સાથે કામ કરવાન ો અવસર સાંપડયો છે. ટચૂકડા પડદાના કલાકારોને ઓટીટી પ્રોજેક્ટ્સ કરતી વખતે પણ ઘણાં પડકારોનો સામનો કરવો પડે છે. કમનસીબી એ છે કે ઓટીટી પર શો બનાવનારાઓ ટીવી પર કામ કરાતં કલાકારોને લેતાં ખચકાય છે. તેમને એમ લાગે છે કે ધારાવાહિકોના કલાકારોના ચહેરા વધારે પડતા જાણીતા હોય છે. અને તેમનામાં નાટકીયતા ઠાંસી ઠાંસીને ભરેલી હોય છે. પરંતુ આ વાત સાચી નથી.
નાવેદ જાફરી: ઓહ... બૂગી વૂગી!
નાવેદ જાફરીને ડાન્સ રીઆલિટી શોના પાયા સમાન 'બૂગી વૂગી' શોએ સૌથી વધુ લોકપ્રિયતા અપાવી હતી. જાવેદ જાફરી અને રવિ બહલ સાથેના શોએ જ ખરા અર્થમાં ડાન્સ રીઆલિટી શોનો પાયો નાખ્યો હતો. અને હવે નાવેદને આ પ્રકારનો શો ફરીથી શરૂ કરવાના ઓરતા છે. નાવેદ આ બાબતે કહે છે કે અમે આ પ્રકારનો શો ફરીથી શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યાં છીએ તે વધુમાં કહે છે કે 'બૂગી વૂગી' એકદમ સિમ્પલ શો હતો. આજની તારીખમાં રીઆલિટી શોઝના ક્લેવર સંપૂર્ણપણે બદલાઈ ગયા છે અમે ત્રણે પણ એક એવો ડાન્સ રીઆલિટી શો શરૂ કરવા માગીએ છીએ જે એક સંયુક્ત પરિવારના મેળાવડા સમાન ભાસે. તેમાં બધા ભેગાં મળીને હસીખુશીથી કામ કરે, કોઈને રેટિંગની ચિંતા ન હોય. આપણા દેશના બાળકોમાં ટેલેન્ટની કમી નથી.
મનિષ પૌલ: જોડાંનો કલેક્ટર
ટચૂકડા પડદાના સૌથી લોકપ્રિય સંચાલક અને અભિનેતા મનિષ પૌલ પાસે અઢીસો જોડી જોડાં છે. તેમાંસૌથી વધુ સ્નીકર્સ છે. મનિષ પોતાના પગરખાં પ્રત્યેના પ્રેમ માટે કહે છે કે હું નાનો હતો ત્યારથી મને પગરખાં પ્રત્યે વિશેષ આકર્ષણ હતું. પરંતુ તે વખતે અમારી પાસે નીતનવા જૂતાં ખરીદવા જેટલા પૈસા નહોતા. પરંતુ આજે મારી પાસે અઢીસો જોેડી કરતાં પણ વધુ પગરખાં છે. તેમાયં મને સ્નીકર્સ સૌથી વધુ પ્રિય છે. કહેવાની જરૂર નથી કે મનિષ દેશ-વિદેશમાં પુષ્કળ પ્રવાસ કરે છે. તે કહે છે કે હું કોઈપણ દેશમાં જાઉં ત્યારે ત્યાંની સૌથી સારી બ્રાન્ડના જૂતાં અચૂક ખરીદું છું. મતે દરેક બ્રાન્ડની ચોક્કસ ખાસિયત હોય છે. મને સ્નીકર્સ સૌથી વધુ ગમે છે તેનું કારણ એ છે કે તમે જ્યારે આ જોડાં પહેરો ત્યારે લોકો તમને નખશિખ નિહાળે છે. મારા ઘરમાં મારા જૂતાં માટે એક અલગ ઓરડો છે. અને આટલાં બધાં પગરખાંની જાળવણી પણ સહેલી નથી. મેં મારા જોડાંની માવજત માટે એક કેરટેકર રાખ્યો છે. તે દર અઠવાડિયે આવીને મારા બધા પગરખાં સાફ કરી જાય છે.
આર્ય બબ્બરને ટીવી સાંભર્યું
પીઢ અભિનેતા રાજ બબ્બરના પુત્ર આર્ય બબ્બરે ફિલ્મોમાં કિસ્મત અજમાવી જોઈ હતી. પરંતુ તેને ૭૦ એમએમના પદા પર સફળતા ન મળતા તેણે ટચૂકડો પડદો વ્હાલો કર્યો અને અહીં તે જામી પણ ગયો. જો કે પછીથી તે નાના પડદા પરથી પણ ગાયબ થઈ ગયો હતો. અને હવે આઠ વર્ષના અંતરાલ પછી અભિનેતા ફરીથી ટીવી સીરિયલમાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં રજૂ થનારી ધારાવાહિક 'જાગૃતિ-એક નયી સુબહમાં નેગેટિવ રોલ અદા કરનાર અભિનેતા આર્ય બબ્બર કહે છે કે કાલીકાંત ઠાકુર જેવું પાત્ર ભાગ્યે જ જોવા મળે. મેં અત્યાર સુધી આવો રોલ નથી કર્યો. આ શોનો મારો અવતાર પણ અનોખો છે. ઓલ ધ બેસ્ટ.