TV TALK .

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
TV TALK                                                            . 1 - image


દીપિકા સિંહને ગરમીને લીધે આંખમાં ઈજા

આ વર્ષે ઉનાળામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અરે ટીવી-ફિલ્મ કલાકારો સુધ્ધા આ ગરમીથી નથી બચી શક્યા. અત્યારે ચાલી રહેલા ટીવી શૉના શુટિંગ વેળા અભિનેત્રી દીપિકા સિંહની આંખમાં લોહી ગંઠાઈ ગયું. આ માટે ઉનાળાની તીવ્ર ગરમીને દોષી ઠેરવતા અભિનેત્રી કહે છે, 'મારી જમણી આંખમાં બળતરા થઈ હતી અને મારા સહ-કલાકારે આંખમાં જોયું તો ત્યાં લોહી ગંઠાઈ ગયું હતું. હું સારવાર માટે તરત જ ડૉક્ટર પાસે દોડી ગઈ અને તેમણે મને તરત જ દવા આપી,' એમ અભિનેત્રી કહે છે.

આ સાથે જ ૩૪ વર્ષની અભિનેત્રી દીપિકા સિંહે જણાવ્યું કે 'ડૉક્ટરે મને કહ્યું કે મારી આંખમાં ઈજા થઈ છે અને ગ્લિસરીનનો ઉપયોગ ન કરવાની સલાહ આપી છે. મારી આંખની સ્થિતિને સાજી થતાં લગભગ પાંચ દિવસનો સમય લાગશે અને આ પ્રતિબધ્ધ તેના કામમાં અવરોધ ઊભો કરી રહ્યો છે, જેના કારણે દ્રશ્યો શૂટ કરવામાં મુશ્કેલી પડી રહી છે.'

આ સાથે જ દીપિકા સિંહ ઉમેરે છે, 'એક કલાકાર તરીકે તમારી આંખો લાગણીની અભિવ્યક્ત કરવા માટે તમારી સૌથી મોટી સંપત્તિ છે. મારી પાસે ઘણા રડવાના દ્રશ્યો પણ છે. અમે ડાબેથી એ દ્રશ્યો શૂટ કરવાના પ્રયત્ન કરીશું, કેમ કે શૉ તો ચાલુ જ રહેશે,' એમ તેણે વધુમાં જણાવ્યું હતું. 

શક્તિ અરોરા: આ અત્યંત શોકિંગ છે...

શક્તિ અરોરા અત્યારે 'ગૂમ હૈ કિસી કે પ્યાર મેં' ટીવી શૉમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે, પણ ટૂંક સમયમાં તે હવે તેમાંથી દૂર થઈ જશે કેમ કે હવે આ શૉમાં મોટી લીપ લેવામાં આવશે. આ વાત જાણ્યા પછી શક્તિ અરોરાને મોટો આંચકો લાગ્યો, પણ આ શૉના નિર્માતાઓએ લીપનો નિર્ણય લીધો છે અને ટૂંક સમયમાં મુખ્ય ભૂમિકામાં નવી જોડી ચમકશે, એ નિશ્ચિત છે. આ ઘટનાથી નિરાશ શક્તિ અરોરા પોતાના મંતવ્ય જણાવતા કહે છે, 'આ ખૂબ જ ખેદજનક છે. પ્રારંભમાં મે એવું જણાવાયું હતું કે આ શૉમાં હવે લીપ લેવામાં આવશે. મને આ વાત જાણીને જબરદસ્ત આંચકો લાગ્યો હતો કેમ કે આ શૉ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યો હતો અને તેનું રેટિંગ પણ સંતોષજનક હતું. સામાન્ય રીતે તો શૉ બરાબર ચાલતો ન હોય ત્યારે તેમાં લીપ લેવામાં આવે છે, પણ મને ધીમે ધીમે જાણવા મળ્યું કે આ નિર્ણય લેવાય ગયો છે અને આ તો બિઝનેશનો એક હિસ્સો છે. આ ઉપરાંત છેલ્લા એક વર્ષ સુધી જે ચાલ્યું હતું. હું ખરેખર તેનાથી નિરાશ છું કે સાવી (ભાવિકા શર્મા) અને મારા પાત્ર-ઈશાન વચ્ચેના પ્રેમના અંકુરો ખીલતાં બતાવાયા નથી.'

'અભિનેતા નીલ ભટ્ટ અને આયેશા સિંઘને સારી રીતે દર્શાવવામાં આવ્યા- આથી મને સમજાતું નથી કે અમારી સિઝનમાં તે કેમ કરવામાં આવ્યું ન હતું, પરંતુ હવે બધુ સારું છે અને હું આગળ વધવા તથા ભવિષ્યના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં હું છું,' એમ શક્તિ આરોરાએ જણાવ્યું હતું. ટીવી શૉમાં અચાનક સમયની છલાંગ અને વાર્તામાં ફેરફાર વિશે ટિપ્પણી કરતા શક્તિએ કહ્યું, 'લોકો રોમાન્સ અને અલગતા જોવા માગે છે. મૂળભૂત રીતે નાટક મસાલાથી ભરપૂર હોય તો નિર્માતાઓને સારાએવા દર્શકો મળી રહે છે. આથી જો તમે દર્શકોને ઝઘડા, વિખવાદ, પ્રપંચ અને દુર્ઘટના ન આપો તો શૉની લોકપ્રિયતા ઘટી શકે છે. આ ઉપરાંત મને નથી લાગતું કે જ્યારે કોઈ શૉમાં અચાનક કુદકો મારવાની અથવા બહાર નીકળવાની વાત આવે ત્યારે અન્ય બાબતને દોષી ઠેરવવામાં આવે છે. દિવસને અંતે તો આ એક બિઝનેશ જ છે,' એમ શક્તિ કહે છે. શક્તિ ટૂંક સમયમાં કંઈક રસપ્રદ હાથ ધરવાની આશા રાખે છે. 'હું એક મજેદાર ભૂમિકા, સારી સ્ક્રિપ્ટ અને ઓટીટીમાં કોઈ સારી ઑફર હોય તો તેને સ્વીકારવા ઇચ્છુક છું,' એમ શક્તિ અરોરાએ જણાવ્યું હતું.

નેહા ભસીન: રીલ્સ બનાવવાનું ટેન્શન

એક વખત કોઈ ગીત રિલીઝ થઈ જાય એ પછી ઇન્સ્ટાગ્રામ પર તેની રિલ્સ રિલિઝ કરવી કોઈ પણ ગાયક કે કલાકાર માટે સૌથી મોટી પ્રતિબધ્ધતામાં એક છે. આકર્ષક રિલ્સ બનાવીને તેને રિલિઝ કરવી ઘણી મુશ્કેલ અને તાણભર્યું હોય છે. આ સંદર્ભે ગાયક-ગીતકાર નેહા ભસીન પણ આવા વીડિયો બહાર પાડવાને કારણે 'તાણ' અનુભવે છે. હાલના દિવસોમાં રિલ્સ બનાવવા બનાવવા માટે ખૂબ જ તણાવ છે, કારણ કે ધારણાને કારણે જો ગીત રીલ્સ પર પસંદ ન પડે તો તે સારું કામ કરતું નથી,' એમ નેહા ભસીન ઉમેરે છે. તાજેતરમાં જ નેહા ભસીને તેનું સિંગલ 'ફુરકટ...' ગીત રિલીઝ કર્યું. તેણે જણાવ્યું, 'હું આ ગીતની રીલ્સ બનાવવા માટે સહયોગ કરવા માટે મારા કનેક્શનનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છું, આમ છતાં મને ખાતરી નથી કે આ બાબતમાં આગળ વધવાનો કે પ્રગતિ સાધવાનો માર્ગ છે કે નથી.'   'ધૂંડી...' ('મેરે બ્રધર કી દુલ્હન'- ૨૦૧૧)ના ગાયક ભારપૂર્વક જણાવે છે કે રિલ તરીકેની લોકપ્રિયતા કોઈ પણ ટ્રેક માટે સફળતાનો માપદંડ ન હોઈ શકે. 'આમાં કોઈ નિશ્ચિત ફોર્મ્યુલા નથી. જો તમે એક ગીતની સફળતાને બીજા માટે ફરીથી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હો તો તમે સાવ મુરખ છો. આ ઉપરાંત તમે બનાવેલા દરેક ગીતને સમાન પ્રકારનો પ્રતિસાદ મળશે કે નહીં, તે મારા માટે ઠીક છે!' એમ નેહા ભસીન શેર કરતાં જણાવે છે. ગીતો સદાબહાર હોવા જોઈએ તેના પર ભાર મુકતા નેહા કહે છે, 'પોપસિંગર એડેલે એકવાર કહ્યું હતું કે તેણે સિનિયર પેઢીના લોકો માટે પણ સંગીત બનાવવું પડશે. જો આપણે ફક્ત વર્તમાન પેઢીને સંતોષવા માટે સંગીત બનાવીશું તો અન્ય લોકો પોતાને પરાયા અથવા તો અલગ અનુભવશે.'


Google NewsGoogle News