TV TALK .

Updated: Jun 6th, 2024


Google NewsGoogle News
TV TALK                                                               . 1 - image


વિનીત રૈનાએ 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' છોડી દેવાનો નિર્ણય કર્યો

ટીવીના  સૌથી લોકપ્રિય  શોઝમાં  એક ગણાતા અને સૌથી વધુ લાંબા  સમયથી  ચાલી રહેલા શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' તેની  રસપ્રદ  સ્ટોરીલાઈન અને આકર્ષક  પાત્રો દમ પર ઓડિયન્સ  વચ્ચે જબરદસ્ત   લોકપ્રિયતા જાળવી રાખી છે.  આ શોમાં  અત્યારે સમૃદ્ધિ  શુકલા, રોહિત પુરોહિત અને ગર્વિતા સાધવાની  મૂુખ્ય  ભૂમિકા  ભજવી રહ્યાં છે.  તેમના  સિવાય વધુ એક એક્ટરના પાત્રને ખૂબ પસંદ કરવામાં  આવે છે.  આ પાત્રનું  નામ  દેવ શેખાવત  છે, જેને  વિનીત  રૈના ભજવે છે, પણ હવે વિનીત  રૈનાએ  આ શોને છોડી  દેવાનો નિર્ણય  કર્યો  છે. 

વિનીત  રૈનાએ  શોમાં  પોતાના પાત્રના અંગે ખુલ્લે આમ નિરાશા  વ્યક્ત કરી છે.   જો કે હવે તેને વધુ સમય  સ્ક્રીન - ટાઈમ  નથી  આપવામાં આવતો અને  યોગ્ય  ટ્રેક પર તેને આગળ ધપાવવામાં નથી આવતો.   આથી  મેં  આ શો છોડવાનો  નિર્ણય  કર્યો  છે. જો કે સાચી વાત તો એ છે કે  વિનીત  રૈનાને  ઓટીટી  પ્રોજેક્ટ  મળ્યો છે અને તેના  શૂટિંગ માટે  તે અત્યારે નાઈજીરિયા  પહોંચ્યો  છે.

જુહી પરમાર બની હતી કાસ્ટિંગ કાઉચનો શિકાર 

જુહી  પરમારને  લાંબા સમયથી ચાલી રહેલા ટીવી  શો   'કુમ કુમ-એક પ્યારા સા બંધન' માં કુમકુમની ભૂમિકા માટે દર્શકોનો સારો એવો પ્રેમ સંપાદન  થયો  છે.  લગભગ સાત વર્ષ સુધી ચાલેલા આ  શોએ ઘરે ઘરે  લોકપ્રિય  બન્યો.  દરેક  ઘરની  માનું એક જ  સ્વપ્ન  હતું  કે વહુ આવે  તો બિલકુલ કુમકુમ  જેવી જ હોય. તાજેતરમાં જ તેણે ઈન્ડસ્ટ્રીમાં ચાલતા કાસ્ટિંગ કાઉચની ઘટનાનો  ઉલ્લેખ કર્યો,  જેનો તેણે માત્ર ૧૭ વર્ષની વયે સામનો કર્યો હતો. તેણે જણાવ્યું   જ્યારે તે ૧૭ વર્ષની હતી ત્યારે તેને એક ચેનલ  હેડએ   મ્યુઝિકલ  ચાલ્બમ શૂટ કરવાની ઓફર કરી.  ચેનલ હેડએ તેને કેમેરા સામે બિકીની પહેરવા જણાવ્યું.  આ વાત સાંભળીને તો એ ગુસ્સામાં લાલ-પીળી  થઈ ગઈ.  અને તેણે ઓફર   ઠુકરાવી  દીધી.

જુહી  પરમારે    આ ઘટનાના  બે વર્ષ  પછી એ મોટર ડ્રાઈવ કરી રહી હતી ત્યારે આ ચેનલ-હેડને તેની ઑફિસની  બહાર જોવા મળ્યો.  તે વેળા તેણે ગાડી અટકાવીને  ચેનલ-હેડને જણાવ્યું, 'સર, મેં કોમ્પ્રોમાઈઝ પણ ન કર્યું અને સારી રીતે આ ઈન્ડસ્ટ્રીમાં  ટકી રહી છું. આ ગાડી પણ મારા પોતાના પૈસાની જ છે.

રુબિના દિલૈકનું એકાઉન્ટ હેક થયું

ટીવીની જાણીતી અભિનેત્રી રુબિના દિલૈક  ઓનલાઈન  હેકિંગનો   શિકાર બની છે. અભિનેત્રીના  એક્સ એકાઉન્ટ  હેન્ડલને  કોઈએ હેક કરી લીધો છે. આ કારણે  રુબિના  દિલૈક  ઘણી પરેશાન  નજરે પડી રહી છે. અભિનેત્રીએ  હવે પહેલીવાર  પોતાના એકાઉન્ટ  હેકિંગ પર  પ્રતિક્રિયા  આપી છે. આ અંગે જાણીએ અને રુબિનાએ શું કહ્યું છે તેની માહિતી  મેળવીએ. રુબિના દિલૈક  હાલમાં પોતાના  કામમાંથી બ્રેક લઈને માતૃત્વનો  આનંદ ઉઠાવતી નજરે પડે છે. તે સતત પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી  પોતાની જિંદગી અંગે ફેન્સને  જણાવતી રહે છે. હાલમાં જ અભિનેત્રીએ જણાવ્યું  કે તેના એક્સ એકાઉન્ટ  હેન્ડલને કોઈકે હેક કરી  લીધું  છે.  આ વિષય  પર વાત કરતાં રુબિના કહે છે, 'તમે  સોશિયલ મીડિયા પર સુરક્ષિતતા નથી અનુભવી શકતા.' 

અફવાને કારણે શિવાંગી જોષી ભડકી ઉઠી

જાણીતા  ટીવી શૉ 'બરસાત મૌસમ પ્યાર કા'માં  કુશાલ ટંડન સાથે સ્ક્રીન  સ્પેસ શેર કરી રહેલી શિવાંગી જોષીએ  તાજેતરમાં જ પોતાની રિલેશનશીપ અંગે ચાલી રહેલી  અફવા અંગે વાતો કરી. તેણે પોતાના કથિત ભૂતપૂર્વ મોહસિન ખાન અંગે  પણ પાત કરી હતી.  શિવાંગીએ  આ વાતોને  ખોટી રીતે તોડીમરોડીને  પેશ કરવામાં આવી છે, તેને કારણે તે ખૂબ જ  ખરાબ  રીતે ભડકી ગઈ છે.

અભિનેતા  કુશાલ ટંડન  સાથેના તેના ફોટો વાઈરલ  થયા પછી ટીવી અભિનેત્રી શિવાંગી જોશી અંગે  વાતો ઊડી  હતી. આ તસવીરને કારણે બંનેની  ડેટિંગની અફવાને વધુ જોર  મળ્યું.  ૧૮મે એ પોતાના બર્થ ડે  પર શિવાંગીએ  મીડિયા  સાથે વાતો કરી. તે વેળા તેણે  પોતાની અંગત  અને વ્યવસાયિક  લાઈફ અંગે  પણ જણાવ્યું .  આ અફવામાં  એ હતી કે શિવાંગી  'યે રિશ્તા ક્યા કહલાતા હૈ'ના સહકલાકારે અને કથિત પ્રેમી મોહસિન ખાન સાથે હાથ મિલાવી રહી હતી. જો કે શિવાંગના  નિવેદન પછી તેને  તોડીમરોડીને   પેશ કરવામાં આવ્યું. આ પછી સોશિયલ  મીડિયા પર સારી એવી ટીકા પણ થઈ અને  લોકોએ તેની આલોચના પણ કરી.  


Google NewsGoogle News