કિઆરાનું કમઠાણ .
- 'એક્ટિંગ મારૂં પેશન છે. મારી પાસે કોઇ પ્લાન બી ક્યારેય હતો જ નહીં. લોકોને ફિલ્મસ્ટાર્સનું જીવન ગ્લેમરસ લાગે છે, પણ અમારી મહેનત એમને દેખાતી નથી. ડેડિકેશન અને લગન વિના કોઇને સફળતા મળતી નથી. હું મારી સમકાલીન અભિનેત્રીઓનું બહેતરીન કામ જોઇને તેમનામાંથી પ્રેરણા મેળવું છું. '
રો મેન્ટિક ફિલ્મોમાં વધારે જોવા મળેલી કિઆરા હવે એકશન અવતારમાં જોવા મળશે. કિઆરા હાલ 'વોર-ટુ' ફિલ્મનું શૂટિંગ કરવામાં વ્યસ્ત છે. આ ફિલ્મ ૨૦૧૯માં આવેલી 'વોર' ફિલ્મની સિક્વલ છે, જેમાં કિઆરા હ્યિતિક રોશન સાથે જોડી જમાવી રહી છે.
મુંબઇના માલાડ વિસ્તારમાં આવેલાં એક મોટાં મોલમાં તાજેતરમાં આ ફિલ્મનું શૂટિંગ થયું હતું. ચાર દિવસ સુધી ચાલેલાં આ શૂટિંગમાં કિઆરાની એન્ટ્રીનો ફાઇટ સીન ફિલ્માવવામાં આવ્યો હતો. હૃતિક રોશને પણ શૂટિંગમાં ભાગ લીધો હતો. હૃતિક અહીં શાઓલિન ટેમ્પલની સ્ટાઇલમાં જાપાની ખલનાયકો સામે બાથ ભીડે છે, તો કિઆરા શોપિંગ મોલમાં જબરદસ્ત ફાઇટ કરે છે. આ ફિલ્મમાં કિઆરા કમાન્ડોની જેમ ફાઇટ કરતી પણ જોવા મળશે. છેલ્લે કિઆરા 'સત્યપ્રેમ કી કથા'માં જોવા મળી હતી. આ ફિલ્મનો હીરો કાર્તિક આર્યન હતો.
'વોર ટુ' ઉપરાંત કિઆરા હાલ એક તેલુગુ ફિલ્મ 'ગેમ ચેન્જર' પણ કરી રહી છે. કિઆરા કહે છે, ''બાહુબલી' જેવી ફિલ્મોએ પુરવાર કરી દીધું છે કે ફિલ્મની સફળતા આડે હવે ભાષાનો કોઇ અવરોધ રહ્યો નથી. વળી, મોટા ભાગની ફિલ્મોને ચાર-પાંચ ભાષામાં ડબ પણ કરવામાં આવે છે. 'ગેમ ચેન્જર'ની વાત કરૂં તો સુપરસ્ટાર મહેશ બાબુ સાથે આ મારી પહેલી ફિલ્મ છે. મને ખાતરી છે કે આ ફિલ્મમાં કામ કરીને હું ખૂબ બધું શીખવાની છું.'
આટલું કહીને કિઆરા કહે છે, 'એક્ટિંગ મારૂં પેશન છે. મારી પાસે કોઇ પ્લાન બી ક્યારેય હતો જ નહીં. લોકોને ફિલ્મસ્ટાર્સનું જીવન ગ્લેમરસ લાગે છે, પણ અમારી મહેનત એમને દેખાતી નથી. ડેડિકેશન અને લગન વિના કોઇને સફળતા મળતી નથી. હું મારી સમકાલીન અભિનેત્રીઓનું બહેતરીન કામ જોઇને તેમનામાંથી પ્રેરણા મેળવું છું. મને વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવવાની ઇચ્છા છે. મારે રોમેન્ટિક, કોમેડી, પિરિયડ ડ્રામા, એક્શન ફિલ્મો એમ તમામ પ્રકારની ભૂમિકાઓ ભજવવી છે. બોલિવુડનાં તમામ મોટાં પ્રોડકશન હાઉસ સાથે પણ કામ કરવાની મારી ઇચ્છા છે.'