ગૌતમ રોડે : સંતાનોમાં બાળકીઓએ વધુ સન્માનપૂર્વક ઉજવણી કરવી જોઈએ
- 'મારા માટે દીકરો-દીકરી બંને એકસમાન છે. તેમને અઢળક પ્રેમ કરું છું. એક પિતા તરીકે બંને સાથે જુદા પ્રકારનું જોડાણ છે. ફ્રેન્કલી, દીકરી ુપ્રત્યે તો મને કંઈક અલગ જ લાગણી છે.'
અ ભિનેતા ગૌતમ રોડેએ ૨૦૨૩માં પિતા બન્યા પછી તેણે એવું અનુભવ્યું છે કે તેનું આખું વિશ્વ બદલાઈ ગયું છે તેનામાં અનેરું પરિવર્તન આવ્યું છે - ફેરફાર અનુભવાયો છે. ગૌતમ જોડકાં બાળકોનો પિતા બન્યો છે, જેમાં પુત્ર રાદિત્ય અને પુત્રી રાધ્યાનો સમાવેશ થાય છે. આ બંને સંતાનોના આગમન પછી ગૌતમને એવું લાગે છે કે તેનું વિશ્વ અનેરી લાગણીથી છલકાઈ ગયું છે.
ગૌતમ રોડેે એ ગર્વપૂર્વક સ્વીકાર્યું કે મારા બંને સંતાનો સમાન છે. અને હું તેમને અઢળક પ્રેમ કરું છું. પણ એક પિતા તરીકે તો બંને વચ્ચે જુદા પ્રકારનું જોડાણ છે. અને દીકરી માટે તો આ લાગણી કંઈક અલગ જ છે. આ સાથે તેણ એવી સ્પષ્ટતા પણ કરી કે 'એક પિતા તરીકે તમારે સંરક્ષણાત્મક અને સંબંધનું સૂચક બનવું પડે છે. જ્યારે પણ રાધ્યા સ્મિત કરે તે દિવસ તો અત્યંત ઝળહળતો બની રહે છે એક પિતાન પુત્રી તરફથી લાગણી તો અમૂલ્ય હોય છે, તેની કોઈ તુલના કરી શકાતી નથી. આથી જ પિતા તેમની પુત્રીઓ ભણી વધુ ઢળેલો હોય છે.
આ સાથે જ તેણે એમ પણ જણાવ્યું કે તેના પરિવારમાં પુત્ર અને પુત્રી વચ્ચે કોઈ તફાવત રાખવામાંમ આવતો નથી. બંને સમાન માપદંડથી ઉછેરવામાં આવે છે. સમાન તક આપવામાં આવે છે. આ સાથે જ ગૌતમે શેર કર્યું હતું કે 'મારી બહેન અને પત્ની પંખુરીને બે ભાઈઓ છે અને બંને જણા અમારા પરિવારના બાળકોને સમાન રીતે ઉછેરે છે. હા, લડકિયોં કો શાયદ થોડા જ્યાદા લાડ વ્યાર મિલા! હુંતો માનું છું કે મોટાબાગના બાલકોને તેમનો ઉછેર અને તેમની કાળજી વૈશ્વિક બાબતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ બાબત અમને વિશ્વના વિભિન્ન પ્રકાશમાં તેમને જોવામાં અમને મદદરૂપ થાય છે. હું બાળકોને આવા પ્રકારનો ઉછેર કરવામાં માનું છું અને તેમનામાં મૂલ્યોનું સિંચન કરવા ઈચ્છું .
મહિલાઓને પધ્ધતિસરથી ભેદભાવ અને અસમાનતાથી વિશ્વભરમાં નિહાળવામાં આવે છે એ અંગે પોતાનું મંતવ્ય વ્યક્ત કરતાં ગૌતમ કહે છે કે 'પરિવારજનો જ્યારે જુદી જુદી રીતે છોકરા અને છોકરીને ઉછેરે છે ત્યારે જ તેમને વચ્ચે ભેદભાવ નજરે પડે છે. આથી જ હું તો ભારપૂર્વક ઈચ્છું છું કે જ્યારે તેઓ મોટા થતાં હોય ત્યારે તેમને સમાન રીતે ઉછેરવા જોઈએ અને વિકસાવવા જોઈએ. આવું બને છે ત્યારે જ વિશ્વમાં તેમનો આત્મવિશ્વાસ વધુ દ્રઢતાથી વિકસે છે અને તેઓ સારું જીવન જીવે છે. હા, મારી છોકરી માટે તો સલામતી તો સૌથી ચિંતાની બાબત છે. હું તો તેના માટે પ્રોેટેક્ટિવ અને સ્વરક્ષણાત્મક બની રહીશ. એમ ગૌતમ ઉમેર્યું હતું.