વસમી વિદાય : 2024માં કલાકારોનું દુખદ નિધન
- ઉસ્તાદ ઝાકિર હુસૈન : તબલાવાદક
* અવસાન તા. ૧૫-૧૨-૨૦૨૪.
તેઓ ઈડિયોપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસ એટલે કે એક પ્રકારના ગંભીર ફેંફસાની બિમારીતી પીડિત હતા. ૭૩ વર્ષના ઝાકિર હુસૈનને સન ફ્રાસિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા અને તેમના મોતની પુષ્ટિ તેમના પરિવારના પ્રવક્તાએ કરી.
- સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય
* અવસાન તા. ૧૧-૧૨-૨૦૨૪
પ્રસિદ્ધ સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાયનું ૯૦ વર્ષની ઉંમરે અવસાન થયું છે. મુંબઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. પુરુષોત્તમ ઉપાધ્યાય ગુજરાતી કાવ્યના સ્વરકાર અને ગાયક હતા. તેમને પદ્મશ્રી પણ એનાયત કરાયો હતો. ગુજરાત સરકારે તેમને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.
- ઉસ્તાદ રાશિદ ખાનઃ શાસ્ત્રીય ગાયક
* અવસાન તા.૯-૧-૨૦૨૪
૫૫ વર્ષના શાસ્ત્રીય ગાયકી માટે જાણીતાં અને ફિલ્મોમાં પણ પાશ્વગાયન કરી ચૂકેલાં રાશિદખાનનું ૫૫ વર્ષની વયે નવમી જાન્યુઆરીએ પ્રોસ્ટેટ કેન્સરને કારણે અવસાન થયું હતું.
- કવિતા ચૌધરીઃ ટીવી અને ફિલ્મ અભિનેત્રી
* અવસાન તા.૧૫-૨-૨૦૨૪
૬૭ વર્ષની વયે હાર્ટ એટેક આવતાં ઉડાન ટીવી શ્રેણીથી વિખ્યાત બનેલી આ અભિનેત્રીનું અવસાન થયું હતું.
- અમીન સયાનીઃ રેડિયો એનાઉન્સર
* અવસાન તા.૨૦-૨-૨૦૨૪
રેડિયો સિલોન પર બિનાકા ગીતમાલા કાર્યક્રમ કરી ભારતીય ઉપખંડમાં રેડિયો એનાઉન્સર તરીકે વિખ્યાત બનેલાં અમીન સયાનીનું ૯૧ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું હતું. રેડિયો ફિલ્મ પત્રકાર તરીકે તેમણે લીધેલી ફિલ્મ સ્ટાર્સની મુલાકાતો યાદગાર બની રહી છે.
- આશા શર્માઃ અભિનેત્રી.
* અવસાન તા. ૨૫-૮-૨૦૨૪.
આશા શર્માનું ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું. મોટાભાગે માતા તરીકે સપોર્ટિંગ ભૂમિકા કરનારી આશા શર્માએ પાંચ દાયકા સુધી કામ કર્યું હતું.
- સુહાસિની દેશપાંડેઃ અભિનેત્રી.
* અવસાન તા.૨૭-૮-૨૦૨૪.
બાર વર્ષની વયે કારકિર્દીની શરૂઆત કરનારી સુહાનિની દેશપાંડેનું૮૧ વર્ષની વયે સુહાસિનીનું પૂણેમાં અવસાન થયું હતું.
- પંકજ ઉધાસઃ ગઝલ ગાયક અવસાન
* તા.૨૬-૨-૨૦૨૪.
ગુજરાતમાં રાજકોટ નજીક ચારખડી-જેતપુર ગામમાં એક ચારણ પરિવારમાં જન્મેલાં પંકજ ઉધાસનું લાંબી બિમારીને અંતે ૨૬ ફેબુ્રઆરીએ અવસાન થયું હતું. ખાસ કરીને ગઝલ ગાયક તરીકે તેમની પ્રતિભા નીખરી હતી. તેમણે અનેક ગુજરાતી ગીતો પણ ગાયા હતા.
- કુમાર શાહનીઃ લેખક-ફિલ્મ નિર્દેશક
* અવસાન તા.૨૪-૨-૨૦૨૪.
માયા દર્પણ, તરંગ,અને કસ્બા જેવી સાવ અલગ પ્રકારની સમાંતર ફિલ્મોના નિર્દેશક કુમાર શાહનીનું ૮૩ વર્ષનીવયે કોલકાતામાં અવસાન થયું હતું.
- શ્યામ બેનેગલ : ફિલ્મમેકર
* અવસાન તા. ૨૩-૧૨-૨૦૨૪.
હિન્દી સિનેમામા સમાંતર ફિલ્મોનો પ્રવાહ કરનાર શ્યામ બેનેગલનું પ્રદાન કદી ભૂલી શકાશે નહીં. ૯૦ વર્ષનું સમૃદ્ધ જીવન જીવેલા શ્યામબાબુની ફિલ્મોગ્રાફીના અમુક અંશ તરફ નજર કરોઃ 'અંકુર', 'નિશાંત', 'મંથન', 'ભુમિકા', 'જુનૂન', 'મંડી', 'મમ્મો', 'સરદારી બેગમ' વગેરે. શબાના આઝમી, સ્મિતા પાટિલ, નસીરુદ્દીન શાહ, ઓમ પુરી જેવાં ધરખમ કલાકારોને તરાશનાર શ્યામ બેનેગલ જ હતા. જરા વિચારો, અંતિમ ફિલ્મ 'મુજિબ' રિલીઝ થઈ ત્યારે એમની ઉંમર ૮૯ વર્ષ હતી!
- કમલેશ અવસ્થીઃ ગાયક
* અવસાન તા. ૨૮-૩-૨૦૨૪.
વોઇસ ઓફ મુકેશ તરીકે જાણીતાં ગુજરાતી અને હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયક કમલેશ અવસ્થીનું અમદાવાદમાં ૭૮ વર્ષની વયે અવસાન થયું હતું.
- ઋુતુરાજ સિંહઃ ટીવી-ફિલ્મ અભિનેતા
* અવસાન તા.૧૯-૨-૨૦૨૪.
હ્ય્દય બંધ પડી જવાને કારણે ૫૯ વર્ષની વયે અભિનેતા ઋુતુરાજ સિંહનું અવસાન થયું હતું.
- મેનકા ઇરાનીઃ અભિનેત્રી
* અવસાન તા.૨૬-૭-૨૦૨૪.
હાલની વિખ્યાત કોરિયોગ્રાફર ફરાહ ખાન અને અભિનેતા સાજીદ ખાનની માતા મેનકા ઇરાનીનું ૭૯ વર્ષની વયે મુંબઇમાં અવસાન થયું હતું.
- રામોજી રાવઃ ફિલ્મ વિતરક નિર્માતા
* અવસાન તા.૮-૬-૨૦૨૪
વિખ્યાત નિર્માતા અને મિડિયા બેરોન રામોજી રાવનું ૮૭ વર્ષની વયે હૈદરાબાદમાં ૮૭ વર્ષની વયે અવસાન થયું હતું.
- સંગીત શિવનઃ લેખક-નિર્માતા
* અવસાન તા. ૮-૫-૨૦૨૪.
હિન્દી અને મલયાલમ ફિલ્મોના લેખક-નિર્દેશક સંગીત શિવાનનું આઠ મેના રોજ મુંબઇમાં હ્ય્દય બંધ પડી જતાં અવસાન થયું હતું.
- અતુલ પરચુરેઃ
* અવસાન તા.૧૪-૧૦-૨૦૨૪.
ટીવી-ફિલ્મ અભિનેતા મરાઠી રંગમંચ અને ફિલ્મોના જાણીતા અભિનેતા અતુલ પરચુરેનું કેન્સરને કારણે ૫૭ વર્ષની વયે અવસાન થયુ ંહતું.
- નારી હીરાઃ ફિલ્મ પત્રકાર, નિર્માતા.
* અવસાન તા.૨૩-૮-૨૦૨૪
કરાચીમાં જન્મેલા નારી હીરાનું ૮૬ વર્ષની વયે મુંબઇમાં તેમનું અવસાન થયું હતું.
- સુહાની ભટનાગરઃ બાળ અભિનેત્રી
* અવસાન તા.૧૬-૨-૨૦૨૪
આમિરખાનની વિખ્યાત ફિલ્મ દંગલમાં મુક્કાબાજ બબિતા ફોગાટના બાળપણની ભૂમિકા ભજવનારી સુહાની ભટનાગરનું માત્ર ઓગણીસ વર્ષની વયે અવસાન થયું હતું.