ફરદીન ખાનની કમબેક ફિલ્મ પર યુએઈમાં કાતર ચલાવાઈ
- 'અમે બહુ ડિગ્નિટી સાથે એ કેરેક્ટર પેશ કર્યું છે અને છતાં યુએઈમાં મારાં દ્રશ્યો કાપી નાખવામાં આવ્યાં. દુનિયાના બીજા દેશોમાં એ જ સીન્સને બિરદાવાયાં છે.'
ડિરેક્ટર મુદ્દસર અઝીઝની ફિલ્મ 'ખેલ ખેલ મેં' ૧૫ ઓગસ્ટ રિલિઝ થઈ. ફિલ્મમાં અક્ષય કુમાર તાપસીપન્નુ અને વાણી કપૂર ઉપરાંત ફરદીન ખાન પણ મહત્ત્વના રોલમાં છે. ફરદીન ૧૪ વરસ લાંબા બ્રેક બાદ 'ખેલ ખેલ મેં'થી મોટા પડદા પર કમબેક કર્યું છે. મૂવી રિલિઝ થાય એ પહેલા એની સાથે એક વિવાદ જોડાઈ ગયો છે.
ફિલ્મમાં ફરદીને હમેશાં ઘરમાં પુરાઈ રહેતા એક ગે પુરુષનું પાત્ર ભજવે છે. ફિલ્મના અંત ભાગમાં હોમોસેક્સ્યુલ કેરેક્ટર પોતાના ફ્રેન્ડ્સ સાથે ભળી જાય છે. યુએઈની મિડિયા રેગ્યુલેટરી ઓફિસ એટલે કે સેન્સર બોર્ડ ક્લાઈમેક્સમાં આવતી ફરદીનની એક અગત્યની સિકવન્સ કાપી નાખી છે. આરબ દેશોમાં સજાતીય સંબંધોના નિરુપણ પર પ્રતિબંધ હોવાથી ખાનના ગે કેરેક્ટરના સીન્સ પર કાતર ચલાવી દેવાઈ છે. ફિલ્મમાં ફરદીનનો એક એવો ડાયલોગ છે કે 'મેરી ૧૦ સાલ કી બેટી કી સોચ આપકી સોચ સે બહેતર હૈ' એ પણ કાઢી નખાયો છે. યુએઈના સેન્સર બોર્ડના આવા પગલાંથી ગિન્નાયેલા ડિરેક્ટર મુદ્દસર અઝીઝ કહે છે, 'આ પ્રકારની કાપકૂપથી ફરદીનના કેરેક્ટરનો હાર્દ જ બદલાઈ ગયો છે. એ સીન કપાવાથી હું બહુ નાસીપાસ થયો છું. યુએઈના દેશોમાં વસતા આપણાં ભારતીય સિનેમાપ્રેમીઓ પાસેથી મને આ વાત જાણવા મળી એથી મારી સાથે અંચાઈ થયાની લાગણી મેં અનુભવી. આ પ્રકારની સેન્સરશિપને લીધે દર્શકો ફિલ્મનો પાવરફૂલ મેસેજ માણવાથી વંચિત રહી જાય છે. અમે બહુ ડિગ્નિટી સાથે એ કેરેક્ટર પેશ કર્યું છે અને છતાં યુએઈમાં એના દ્રશ્યોની બાદબાકી થઈ ગઈ. જ્યારે દુનિયાના બીજા દેશોમાં એ જ સીન્સને બિરદાવાયા છે.
ફરદીન ખાને પણ પોતાના સીન્સ કપાવા વિશે ખેદ દર્શાવતા કહે છે કે મારા રોલ પાછળ દરેક વ્યક્તિની સેક્યુઆલિટી એની અંગત પસંદ-નાપસંદ સ્વીકારવારનો જે મેસેજ છે એ આજના સમય સાથે સુસંગત છે. એ મેસજના મહત્ત્વનું હું પૂરેપૂરું સમર્થન કરું છું. આય સ્ટેન્ડ બાય ઈટ.'