ફરાહઃ મારે ફિલ્મ તો ડિરેક્ટ કરવી છે, પણ...
- 'હું શાહરૂખની ફિલ્મો 'કભી હા, કભી ના' અને 'દીવાના' રિલીઝ થઈ એ પહેલાં જ એની ફ્રેન્ડ બની ગઈ હતી. આજે પણ અમારી વચ્ચે એવી જ ગાઢ દોસ્તી છે.'
ફારાહ ખાન કોરિયોગ્રાફરમાંથી ડિરેક્ટર બનનાર બોલીવૂડની એક માત્ર હસ્તી છે. ફારાહે ૨૦૦૪થી ૨૦૧૪ સુધીના એક દશકમાં જ ફિલ્મો ડિરેક્ટ કરી. એની જ મૂવીઝ - મૈ હું ના (૨૦૦૪), ઓમ શાંતિ ઓમ (૨૦૦૭), તીસ માર ખાન (અક્ષયકુમાર) સુપર ફ્લોપ થઈ. જ્યારે બાકીની ત્રમ હિટ રહી. ખાનને ૪ માંથી ૧ ફિલ્મ નિષ્ફળ ફિલ્મ નિષ્ફળ જવાનો કોઈ રંજ નથી. ઉલ્ટાનો એને એ વાતનો ગર્વ છે કે ઈન્ડસ્ટ્રીના ટોપના સ્ટાર્સને વરસો સુધી ડાન્સના સ્ટેટ્સ શીખવાડયા બાદ એને એ બધાને ડિરેક્ટ કરવાની તક મળી. હાલ, ફારાહ ટીવી શો 'સેલિબ્રિટી માસ્ટર સેફ'ને હોસ્ટ કરવાની તૈયારીમાં લાગી ગઈ છે. શોને લગતી એક ઈવેન્ટમાં એણે મિડીયા સાથે ઈન્ટરેસ્ટિંગ વાતો શેયર કરી.
ફારાહ માસ્ટર શેફ્સનો શો હોસ્ટ કરવાની તૈયારીમાં છે. પણ એ રિયલ લાઈફમાં 'કિચન ક્વિન' નથી. ૩ બાળકોની મમ્મી બન્યા પછી પણ એની રસોઈ બહુ વખાણ્યા જેવી નતી. હોતી કુકિંગનો રિયાલિટી શો હોસ્ટ કરવા નીકલલી ટોપની કોરિયોગ્રાફર- ડિરેક્ટરે રાંધવામાં ઘાં લોચો માર્યા છે. એ સંદર્ભમાં પોતાનો વરસો પહેલાનો એક એેમ્બેરેસિંગ (ક્ષોભજનક) અનુભવ શેયર કરતા ફારાહ કહે છે, 'અમે ફરહાન અખ્તરની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ દિલ ચાહતા હૈના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયા ગયા હતા ત્યારે મને એક દિવસ ચાખની પુલાવ બનાવીને બધાને ખવડાવવાની ચાનક ચડી. મેં હજુ તો નાના પોટ્સ ઈન્ડક્શન કુકરમાં મૂક્યાં ત્યાં મારા એ વખતનો બોય ફ્રેન્ડનો ફોન આવ્યો. એનીિ સાથે ગુફતેગુ કરવામાં હું એટલી ખોવાઈ કે બીજા કસાનું ભાન જ ન રહ્યું. અચાનક આખા બિલ્ડિંગના ફાયર એલાર્મસ રણકવા લાગ્યા. કિચનમાં આગ લાગી ગઈ હતી. આગ તો ઓલવાઈ ગઈ પણ બળી ગયેલા યાખની પુલાવની ગંધ બદાના નાકમાં ઘુસી ગઈ. એટલે આખા યુનિટે મારી સામે જોઈ મોઢું બગાડયું. મારી લાઈફની કદાચ એ સૌથી એમ્બ્રેસિંગ મુનેન્ટ હતી.
ફારાહ પોતાની સેન્સ ઓફ હ્યુમર માટે જેટલી જાણીતી છે એટલી જ એ બોલીવૂડમાં સ્પષ્ટવક્તા તરીકે પણ ઓળખાય છે. એ એક હાઈ-પ્રોફાઈલ વ્યક્તિ છે અને પોતાની સિદ્ધિઓ કે માઈલસ્ટોન્સ કોરિયોગ્રાફર કરી ચુકેલી ફારાહે હમણાં એમના સંતાનો જુનૈદ ખાન અને ખુશી કપૂરને એમની આગામી ફિલ્મના એક સોંગ માટે ડાન્સિંગસ્ટેપ્સ શીખવાડયા એ વિશે ગર્વ લેતા ખાન મેડમ કહે છે, 'લાાઈફ હેઝ કમ ફુલ સર્કલ' મેં મારી કોરિયોગ્રાફીની કરીઅર જિતા વહીં સિકંદરના સોંગ પહેલા નશા, પહેલા ખુમારથી આમિર કાન સાતે શરૂ- કરી હતી. મને યાદ છે કે એ વકતે આમિરે મનને જાતજાતના સવાલો કરી ઘણી મુંઝવી હતી. વરસો પછી હમણાં મેં આમિરના પુત્ર જુનૈદને એની આગામી મૂવી માટે સ્ટેપ્સ શીખવ્યા વરસો પહેલા મેં શ્રીદેવીએ કોેરિયોગ્રાફ કરી ત્યારે એ મોટી સ્ટાર હતી. હમણાં મેં એની દીકરી ખુશી સાથે એક સોંગ કર્યું. મારા માટે એ સરરિયલ એક્સપિરિયંસ બની રહ્યો. બંનેના પેરેન્ટ્સ સાતે કામ કર્યું ત્યારે નવી-સવી હતી અને હવે એક વેટરન તરીકે બંનેને ડિરેક્ટ કર્યાં.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરણ જોહરથી માંડીને શાહરૂખ અને સલમાન કાન સુધીના ોપના લોકો સાતે દાયકાઓ જૂની ફ્રેન્ડશીપ ધરાવવા બદલ ફારાહ પોતાનેલકી માને છે. એટલા માટે કે બી - ટાઉનમાં ભાગ્ય જ કોઈની ્ ફ્રેન્ડશીપ લાંબી ટકે છે. તમે કદાચ નહિ માનો પણ હું શાહરૂખની ફિલ્મોે કભી હા, કભી ના અને દિવાના રિલીઝ થઈ એ પહેલાં એની ફ્રેન્ડ બની ગઈ હતી. આજે પણ અમારી વચ્ચે એવી જ ગાઢ દોસ્તી છે. એ વખતે શાહરૂખ સાથે કામ કરવું અઘરું હતું અને આજે એ વધુ અઘરું બની ગયું છે. અમે બંનેએ ઘણાં આઈકનિક સોંગ્સ સાથે કર્યાં હોવાથી લોકોની અપેક્ષાઓ વધી ગઈ છે અને અમારા બંને પર ડબલ પ્રેશર રહે છે, 'એવું કોરિયોગ્રાફર કબુલે છે.