ફલક નાઝ : હું મારી મહેનતના નાણાં એમ જ નહીં જવા દઉં
- શાદમન ખાન કાસ્ટિંગ ડિરેક્ટર છે.તેણે મને એક સીરિઝનું ૭૫ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું, પણ મને તો હજુ એ કામનો એક પૈસો સુધ્ધાં નથી મળ્યો.
થોડા દિવસ પહેલાં જ ફલક રાજે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી હતી, જેમાં તેણે ગયા વર્ષે ઓક્ટોબરમાં તેણે એક સીરિઝમાં કામ કર્યું હતું. તેના બાકી નીકળતા નાણાં માટે શાદમન ખાન નામનાં કાસ્ટિંગ ડિરેકટર પર આળ મુક્યું હતું અને જણાવ્યું હતું કે મને બાકી નીકળતા નાણાં આપી મુક્ત કરો.
આ અંગે જ્યારે ફલક નાઝને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે 'મને એ વાતની જાણ છે કે શાદમન ખાન કાસ્ટિંગ ડિરેક્ટર છે. ગયા વર્ષે તેણે મને એક સીરિઝમાં કામ કરવા માટેની ઓફર આપી હતી. ઓક્ટોબરમાં એ સીરિઝનું ૭૫ ટકા જેટલું કામ પૂરું થઈ ગયું હતું, પણ મને તો હજુ એ કામનો એક પૈસો સુધ્ધાં નથી મળ્યો. આ અંગે મેં જ્યારે શાદમન ખાનને પૂછયું ત્યારે તેણે તેનો ફોન બંધ કરી દીધો. આ કાસ્ટિંગ ડિરેક્ટર જ સીરિઝનોે નિર્માતા પણ છે. મારી નાણાં પટાવતની વાત તેણે સાંભળી જ નહીં.
આ પછી તો સીરિઝ પૂરી પણ થઈ ગઈ, પણ તેણે ફલક સાથે કોઈ વાત પણ નહીં કરી. જોકે ફલકે તેના પ્રયાસો ચાલુ રાખ્યા. આ બધું બે મહિના પછી થયું. આ સાથે જ ફલકે ઉમેર્યું, 'તેણે મારો સંપર્ક જૂન મહિનામાં કર્યો. એટલે કે આ આખી વાતને લગભગ આઠ મહિના પૂરાં થયા હતા. મેં તેને કહ્યું કે રૃા.૧.૦૫ લાખ મારા અને રૃા.૧૮ હજાર મારી ટીમના નાણાં ચુકવી દે.' તેણે મને એવું આશ્વાસન આપ્યું કે ઓક્ટોબરની ચોથી તારીખે પેમેન્ટ આપી દઈશ, પણ આ પછી પણ મેં તેનો અનેક વખત સંપર્ક કર્યો, પણ નાણાંની પતાવત હજુ સુધી પૂરી થઈ નથી. આ પછી અંતે મેં ઈન્સ્ટાગ્રામ પર મારી પોસ્ટ મુકી. તો તેણે મને બ્લોક કરી દીધી. હું તો આ બાબતની પૂરેપૂરી લડત આપીશ... તેને આ અધિકાર કોણે આપ્યો. મેં મારી મહેનતથી પૈસા કમાયા છે. હું કોઈના હાથે છેતરાઈશ નહીં.
આ આખા પ્રકરણ અંગે અમે જ્યારે શાદમનનો સંપર્ક કર્યો ત્યારે તેણે જણાવ્યું કે, 'હું સતત ફલકના મેનેજર સાથે સંપર્કમાં છું હું જ્યારે કાસ્ટિંગ સંભાળતો હતો અને સીરિઝમાં કામ પણ કરતો હતો અને ત્યારે પ્રોડકશનમાં મદદ પણ કરતો હતો. હું નાણાંની ચુકવણી કરવા માટે જવાબદાર નથી. નિર્માતા તો જયમલ સિંહ વાઘેલા છે. તેઓ અંગત મુદ્દાને સાથે રાખીને કામ પાર પાડે છે અને તેને કારણે જ વિલંબ થઈ રહ્યો છે. અરે, આ સીરિઝમાં કોઈ કે તો રૃા.૩૦ લાખનું રોકાણ કર્યું છે. તેઓ થોડા લાખ રૂપિયા ચુકવવા માટે ક્યાંય નાસી નથી જવાના. હું સંપૂર્ણ પરિસ્થિતિ સમજી શકું એમ છું, પણ હું કોઈ રીતે સહાયભૂત થઈ શકું એમ નથી.'