mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ..

Updated: Jul 15th, 2021

દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ.. 1 - image


દુશ્મન ન કરે.. 

દુશ્મન ન કરે દોસ્ત ને 

વો કામ કિયા હૈ- (૨)

ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ

દુશ્મન ન કરે દોસ્ત ને 

વો કામ કિયા હૈ

ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ

    

તુફૉં મેં હમ કો છોડ કે સાહિલ પે આ ગયે (૨)

સાહિલ પે આ ગયે,

નાખુદા કા

નાખુદા કા હમને જિન્હેં નામ દિયા હૈ

ઉમ્રભર કા ગમ હમેં ઈનામ દિયા હૈ

દુશ્મન ન કરે..

    

પહેલે તો હોશ છિન લિયે જુલ્મ-ઓ-સિતમ સે (૨)

ઝુલ્મ - ઓ સિતમ સે..

દીવાનગી કા

દીવાનગી કા ફિર 

હમે ઇલ્ઝામ દિયા હૈ

ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ

દુશ્મન ન કરે..

    

અપને હી ગિરાતે હૈ નશેમન પે બિઝલિયાં

નશેમન પર બિજલિયાં

ગૈરોં ને આ કે

ગૈરોં ને આ કે ફિર 

ભી ઉસે થામ લિયા હૈ

ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ

 દુશ્મન ન કરે..

    

બન કે રકીબ બૈઠે હૈ વો 

જો હબીબ થે (૨)

વો જો હબીબ થે..

યારોં ને ખૂબ

યારોં ને ખૂબ ફર્ઝ કો અંજામ દિયા હૈ

ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ

દુશ્મન ન કરે દોસ્તને 

વો કામ કિયા હૈ

ઉમ્રભર કા ગમ હમેં ઈનામ દિયા હૈ

પ તિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદો અને મતમતાંતર શક્ય છે, પણ જ્યારે આ તિરાડ વધુ પહોળી થાય છે ત્યારે સર્જાતા વિખવાદથી જીવવું ભારે પડી જાય છે અને જીવનનૈયા હાલકડોલક થવા લાગે છે. જો કે કોઈ પતિ બીજી યુવતીના પ્રેમમાં પડે અને તેની સાથે પત્ની જેવો વ્યવહાર રાખવા માંડે ત્યારે સાચી પત્નીની સ્થિતિ કેવી થાય, એની કલ્પના કરવી મુશ્કેલ બને છે, પણ તે આત્મસન્માનની હોય તો તેણે સહન કરવું પડે છે અને પોતાનો સંસાર ચલાવવો પડે છે. સામે પક્ષે પત્ની અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ રાખે તોય પતિ માટે સ્થિતિ મુશ્કેલ જ હોય છે. જો કે પતિના પ્રેમપ્રકરણથી છછેડાયેલી કોઈ સ્ત્રી પોતે પુરુષ મિત્ર રાખે તો સમાજ એવો પ્રશ્ન પૂછી શકે કે સ્ત્રીએ આવું પગલું શા માટે લીધું? - આખિર ક્યોં ?

વર્તમાન સમાજમાં આવા સંબંધોને કારણે ઘણાં પરિવારમાં કડવાશ જાગે છે, જેમાં એક સહન કરે અને બીજો મોજ કરે છે. આથી ૧૯૮૫માં ફિલ્મસર્જક જે. ઓમ. પ્રકાશે એક ફિલ્મ બનાવી હતી જેનનું નામ હતું, 'આખિર ક્યોં?' આ ફિલ્મમાં રાજેશ ખન્ના, સ્મિતા પાટીલ, રાકેશ રોશન અને ટીના મુનીમે દમદાર અભિનય કરી ફિલ્મને હીટ સાબિત કરી અને દર્શકોને વિચારતા કરી મુક્યા હતા. વર્તમાન સમાજને સ્પર્શતી અને તેની કથા કહેતી ફિલ્મ વાસ્તવિકતાની ઘણી નજીક લઈ જાય છે. આ ફિલ્મના ગીત પણ સુપર હીટ નીવડયા હતા. ઇન્ટરવલની થોડી મિનિટો પૂર્વે આવતા રાજેશ ખન્ના અને સ્મિતા પાટીલ પર ફિલ્માવાયેલું એક ગીત આપણે માણીએ, જે ચારેય કલાકારોની વેદનાને વાચા આપવા સાથે વાસ્તવિક સ્થિતિનું નિરૂપણ કરે છે. રાકેશ રોશન અને ટીના મુનીમના પ્રેમ સામે પ્રશ્નાર્થચિહ્ન મૂકે છે. આ વસવસો પણ બંને કલાકારોના ચહેરા પર ઝળકે છે.

આ ગીત છે, 'દુશ્મન ના કરે દોસ્ત ને વો કામ કિયા હૈ..' ગીતકાર ઇન્દિવરે લખેલું આ ગીત નિર્દોષ સ્ત્રીની ફરિયાદને વાચા આપે છે. આ ગીતને સંગીતકાર રાજેશ રોશને સંગીતબધ્ધ કર્યું છે અને ગાયું છે લતા મંગેશકર અને કિશોરકુમાર - પુત્ર અમિતકુમારે. તેમની કામગીરી અંગે તો કશું કહેવાનું રહેતું જ નથી. પણ ગીતકાર ઇન્દિવરે લખેલું ગીત  અદ્ભુત છે જે પ્રસંગને અત્યંત જીવંત બનાવી દે છે. અભિનયમાં તો સ્મિતા પાટીલ અવ્વલ છે, પણ તેની સાથે રાજેશ ખન્ના, રાકેશ રોશન અને ટીના મુનીમને પણ દાદ દેવી ઘટે. 'દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ, ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ.. તુફા મેં હમ કો છોડ સાહિલ પર આ ગયે..' આ ફિલ્મમાં સ્મિતા પાટીલના પતિની ભૂમિકા ભજવતો રાકેશ રોશન જ્યારે પોતાની પત્નીને છોડી ટીના મુનીમનાં પ્રેમમાં પડે છે અને આ વ્યતાને વ્યક્ત કરવા સ્મિતાના મુખમાં આ પંકિત મુકવામાં આવી છે..  'ઉમ્રભર કા ગમ હમે ઈનામ દિયા હૈ..' એક પત્ની માટે આનાથી મોટું દુઃખ શું હોઈ શકે કે જ્યારે તેનો જ પતિ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડે છે. આ સાથે જ જીવનના મઝધારમાં તોફાનો વચ્ચે પત્નીનો સાથ છોડનાર પતિ અન્ય સ્ત્રીનો સાહિલ બની જાય છે- તેની સાથે સુખી જિંદગી જીવવા માંડે છે.

આ સાથે ટીવી-વીડિયો ઓપરેટર તરીકે કામગીરી બજાવતાં અને સ્મિતાનું ગીત રેકોર્ડ કરી રહેલા રાજેશ ખન્ના માટે પણ 'અપને હી ગીરાતે હૈ નશેમન પર બિજલીયાં..' પંક્તિ આપી સચ્ચાઈને શબ્દનું સ્વરૂપ આપ્યું છે ગીતકાર ઇન્દિવરે. આ સાથે જ 'ગૈરોંને આકે ફિર ભી ઉસે થામ લિયા હૈ..' એ પંક્તિ દ્વારા રાજેશ ખન્ના બેબશ બનેલી સ્મિતા પાટીલનો હાથ પકડી લેવાની ખાતરી આપે ચે. આ તેના હૃદયની ઋજુતા છે એક નિઃસહાય મહિલા પ્રત્યેની. આમ આ ગીતે સાચી સમસ્યાને પૂરક રીતે શબ્દોમાં રજ કરી લોકોનું ધ્યાન ત્યારે પણ ખેંચ્યું હતું અને આજે પણ એ ગીત સાંભળવું એટલું જ ફ્રેશ લાગે છે.

ફિલ્મસર્જક જે. ઓમ. પ્રકાશ સંવેદનશીન વિષયો પર ફિલ્મ બનાવવામાં માહેર હતા. દર્શકોની નાડની તેમની પૂરેપૂરી જાણ હતી અને ખાતરી હતી. આથી જ તેમણે એક-એક ચડિયાતી ફિલ્મો આપી હતી અને રાજેશ ખન્નાની સુપરસ્ટાર તરીકેની પડતીના પ્રારંભે આવેલી આ ફિલ્મે તેની પડતીને થોડો સમય દૂર હડસેલી હતી. આમ 'આખિર ક્યો?' ફિલ્મ ગીતસંગીત અને કથાની દ્રષ્ટિએ માણવાલાયક ફિલ્મ બની હતી.

Gujarat