દ્રષ્ટિ ધામી : માતા બનવાનો અનેરો આનંદ અનુભવું છું
દ્ર ષ્ટિ ધામીએ સરળ ગર્ભાવસ્થા પછી પહેલો ઈન્ટરવ્યૂ આપ્યો છે અને માતૃત્વ અંગેની ખૂબ સુંદર વાતો કરી છે. તેણે ૨૨ ઓક્ટોબરે એક દીકરીને જન્મ આપ્યો છે. દ્રષ્ટિ ધામી કહે છે, 'મારા સંતાનને થોડી મિનિટ પણ છૂટું મુકવું મને તો અત્યંત મુશ્કેલ લાગે છે.'
માતા બનવાની પોતાની સફર અંગે વાતો કરતાં દ્રષ્ટિ ધામી કહે છે, 'મને માતા હોવું ખૂબ જ ગમે છે. મને લાગે છે કે કોઈ પણ પ્રકારની તૈયારી વિના તમને માતા બની શકતા નથી, આ તો એક નિર્વિવાદ સત્ય છે.'
૩૯ વર્ષની દ્રષ્ટિ ધામી વધુમાં જણાવે કે મેં અને મારા પતિ-ઉદ્યોગપતિ નીરજ ખેમકાએ બાળકોનાં નામ પસંદ કરી રાખ્યાં હતાં. 'હું પહેલાં દિવસથી જ નામો વિશે ખૂબ જ સ્પષ્ટ હતી. અને હું પરંપરાગત નામ રાખવા માગતી હતી. તેથી અમે લીલા નામ નક્કી રાખ્યું હતું. આ સાથે જ વધુમાં દ્રષ્ટિ કહે છે કે 'નીરજ અને તે ખૂબ જ આનંદમાં રહે છે. લોકો કહે છે કે તે નીરજ જેવી જ દેખાય છે. નીરજ હવે સમયસર કામ પર નથી જતો, કારણ કે એણે બેબી સાથે રમવું હોય છે.'
દ્રષ્ટિ ધામી છેલ્લે ઓટીટી શૉ 'દુરંગા-૨'માં જોવા મળી હતી અને જોકે હું ગર્ભાવસ્થા પહેલાં જેવી જ છું. આકારમાં આવવા માટે હું કોઈ પ્રકારનું દબાણ લઈ નથી રહી. અથવા તો કામ પર પાછા ફરવાની તાણ પણ નથી અનુભવતી,' એમ તેણે જણાવ્યું હતું.
આ સાથે જ દ્રષ્ટિ ધામીએ એવું પણ શેર કર્યું હતું કે 'માતા બનવાનો આનંદ ઉઠાવી રહી છું. કોઈ પણ પ્રકારની તૈયારી તમારામાં માતૃત્વ જન્માવી શકતી નથી, પણ આ તો આંતરિક લાગણી છે. અત્યારે તો હું મારી દીકરીથી જરાય દૂર જવાની વિચારતી જ નથી, પણ અત્યારે તો મને જે સ્પેસ મળી છે, તેને એન્જોય કરી રહી છે.'
પોતાની સાસુ અને માતાને યાદ કરતાં દ્રષ્ટિ ધામી કહે છે, 'તેઓ તો મારા માટે મોટો ટેકો બની રહ્યા છે. તેઓ સારી સાથે છે, એ તો મોટા આશીર્વાદ છે.'
ગર્ભાવસ્થા વેળા પણ ધામી તો સોશિયલ મીડિયાની ગેમથી દૂર નહોતી. 'મેં તો કોન્ટેન્ટ માણવાનું શરૂ કર્યું છે. અને મને અન્યો કરતાં વધુ મનોરંજન મેળવવાનો માર્ગ મળ્યો છે.'