Get The App

દિવ્યાંકા ત્રિપાઠીઃ સીધીસાદી સાઇકલથી વજનદાર બાઇક સુધી

Updated: Jun 13th, 2024


Google NewsGoogle News
દિવ્યાંકા ત્રિપાઠીઃ સીધીસાદી સાઇકલથી વજનદાર બાઇક સુધી 1 - image


- 'મારા ટીનેજ સાઇક્લિંગ એડવેન્ચર્સને કારણે જ હું ગિયરલેસ બાઇક ચલાવતી થઈ ને પછી છેક ગયા વરસે મોટરસાઇકલ ચલાવતાં શીખવાનું સાહસ કરી શકી.'

આજે ફોર વ્હિલર્સ કેટલાંક માટે જરૂરિયાત તો કેટલાંક માટે સ્ટેટસ સિમ્બોલ બની ગઈ છે. એમાં ખાસ કરીને મોટા શહેરોમાં સાઇકલ સવારી ભૂલાઈ ગઈ છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ત્રીજી જૂન આખી દુનિયામાં વર્લ્ડ બાઇસિકલ ડે મનાવાય છે. બીજા બધા ભલે એ ભૂલી જાય, પણ ટીવી સ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી દહિયા એ કદી નહિ વિસરે. ત્રીજીએ દિવ્યાંકાએ પત્રકાર મિત્રો સાથે પોતાના સાઇકલ સવારીના સંસ્મરણો વાગોળ્યા. એ સંસ્મરણો એક્ટરને છેક એના બાળપણમાં લઈ જાય છે. 'હું ત્રીજા ધોરણમાં હતી ત્યારે એમપીની રાજધાની ભોપાલના ઊંચા ઢોળાવવાળા માર્ગો પર સાઇકલ ચલાવતા શીખી સાઇકલ સવારી શીખવા મારે અને મારા કઝિને ટ્રાયલ એન્ડ એરરની મેથડ અજમાવી હતી. પડયા-આખડયા બાદ હું બેલેન્સ રાખતા શીખી ત્યારે એટલી આનંદમાં આવી ગઈ કે હરખમાં ને હરખમાં સાઇકલ પરથી ગબડી અને મને વાગ્યું પણ ખરું ત્યારે મારા પેરેન્ટસે મને જીવનનો પહેલો બોધપાઠ આપવા પોરસ ચડાવ્યો-ગિરતે હૈં શેર સવાર હી મેદાને જંગ મેં. (સાવજ પર સવારી કરનાર જ લડાઈના મેદાનમાં પડે છે),' એમ કહી મેડમ ત્રિપાઠી દહિયા પહેલો અધ્યાય પૂરો કરે છે.

ટીવી સીરિયલોની રાણીના બાળપણની ખટમીઠી યાદો એના બાઇસિકલ એડવેન્ચર્સની આસપાસ જ ઘુમે છે. 'માય બેસ્ટ મેમરીઝ આર ફ્રોમ ધ સમર હોલિડેઝ. ઉનાળાની રજાઓમાં હું સાઇકલ પર મારા પપ્પાને મદદ કરવા એમના મેડિકલ સ્ટોર પર પહોંચી જતી. ફાધરને હેલ્પ કરવા બદલ એમના ફ્રેન્ડ્સ મારા વખાણ કરતા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે શોપના શેલ્ફમાંથી હું મારી ફેવરીટ ચોકલેટ્સ ધાપી લેતી હતી. સદનસીબે હું આવી ઉઠાંતરીમાં ઉસ્તાદ બની જાઉં એ પહેલા પકડાઈ ગઈ ત્યાર બાદ દુકાને જવાનું બંધ ન થાય અને મારી સાઇકલ સવારી ચાલુ રાખી શકું એ માટે હું પપ્પાની એકદમ ઇમાનદાર આસિસ્ટન્ટ બની ગઈ,' એમ કહી દિવ્યાંકા ખિલખિલાટ હસી પડે છે.

યુવાન થયા પછી પણ એકટ્રેસના બાઇસિકલ એડવેન્ચર્સ ચાલુ જ રહ્યા. એ પૈકીનો એક યાદગાર પ્રસંગ આજેય એના ચિત્તમાં અકબંધ છે. દિવ્યાંકા એ શેર કરે છે, 'એક રોજ હું શુટિંગ પતાવીને સાઇક પર ઘરે પાછી ફરતી હતી ત્યારે વચ્ચે એક સીધું ઊંચુ ચડાણ આવ્યું. દિવસ આખો કામ કરીને લોથપોથ થઈ ગઈ હતી, પણ મનમાં હામ હતી એટલે મેં તો પેડલ મારવાનું ચાલુ જ રાખ્યું. મારી હિંમત જોઈ આસપાસમાંથી પસાર થતા સ્કૂટર અને કારચાલકોએ મને હર્ષનાદોથી વધાવી લીધી. મારા ટાંટિયા ધુ્રજતા હતા છતાં મને એ દિવસે થયું કે હું તો ચેમ્પિયન છું.'

૩૯ વરસની માનુની પોતાના મોટરસાઇકલ માટેના પેશનનો શ્રેય સાઇક્લિંગને જ આપતા કહે છે, 'થેન્ક્સ હું સાઇક્લિંગ, આય એમ જ પેશનેટ મોટરસાઇકલ રાઇડર ટુડે. મારા ટીનેજ સાઇક્લિંગ એડવેન્ચર્સને કારણે કૉલેજમાં ગિયરલેસ બાઇક ચલાવવાનો મારો માર્ગ મોકળો થયો અને એના લાંબા અનુભવ પરથી છેક ગયા વરસે હું મોટરસાઇકલ રાઇડિંગ શીખવાનું સાહસ ભેગુ કરી શકી.' દિવ્યાંકાએ પોતાના સંસ્મરણોને વિરામ આપ્યો ત્યારે એની આંખમાં આત્મગૌરવ છલકાતો હતો.   


Google NewsGoogle News