Get The App

દિવ્યા દત્તા : હું જ્યારે 22 વર્ષની હતી...

- એ સમયે હું થોડી રૂઢિચુસ્ત અને શરમાળ હતી. અને ૨૩ વર્ષની વયે ડેટિંગ શરૂ કરી દીધું હતું. મારી એ રિલેશનશીપ સ્વીટ અને ફન હતી. અને પ્રમાણમાં ફિલ્મી સુદ્ધાં !

Updated: Dec 4th, 2020


Google NewsGoogle News
દિવ્યા દત્તા : હું જ્યારે 22 વર્ષની હતી... 1 - image


અભિનેત્રી દિવ્યા દત્તાએ સારા એવા સંઘર્ષ બાદ બોલીવૂડમાં તેની ચોક્ક જગ્યા બનાવી લીધી છે. અત્યારે દિવ્યા લગભગ ૪૩ વર્ષની હશે, અહીં તેણે ૨૨ વર્ષનીહતી ત્યારે કેવી હતી, ક્યાં હતી, શું  કરતી હતી વગેરે પ્રશ્નોના સુંદર ઉત્તર આપ્યા છે અને ભૂતકાળની સ્મૃતિઓ વાગોળી છે, જે વાચકો માટે રસપ્રદ તો બની જ રહેશે, પણ તેમને પણ પોતાના ભૂતકાળમાં ડોકિયું કરવાનું મન થશે... તો ચાલો, વાતો કરીએ અભિનેત્રી દિવ્યા દત્તા સાથે.

* ૨૨ વર્ષની વયે-તારી કારકિર્દીના  કયાં મુકામ પર હતી ?

* મારી કેરિયરને તમે મલ્ટીસ્ટારર તરીકે ઓળખી શકો. ફિલ્મોમાં મને પ્રવેશ મળે, તક મળે એ માટે હું હજું સંઘર્ષ કરી રહી હતી. ફિલ્મોમાં મારે મારી સાચી ટેલેન્ટ બતાવવાની હતી. હું મારી જાતને સ્પર્ધાત્મક અભિનેત્રી સમજતી હતી ત્યારે તે સમયે મને ફ્રેક્ચર થયું હતું.

*... અને નાણાંકીય સ્થિતિ કેવી હતી ?

*મારું બેંક-બેલેન્સ તો વધવાનું શરૂ જ થયું હતું તે સમયે મારી પાસે-મારા ખાતામાં  હજારોની સંખ્યામાં નાણાં હતા અને તેને કારણે હું ગૌરવ અનુભવતી હતી. ભગવાનના આશીર્વાદ સમજો હું કંઇક તો કમાણી કરતી હતી !

* રોમાન્સની હવા લાગી હતી...?

* એ સમયે હું થોડી રૂઢિચુસ્ત અને શરમાળ હતી. અને ૨૩ વર્ષની વયે ડેટિંગ શરૂ કરી દીધું હતું. મારી એ રિલેશનશીપ સ્વીટ અને ફન હતી. અમે પ્રમાણમાં ફિલ્મી સુદ્ધાં ! આમ છતાં ડેટિંગ માત્ર થોડા મહિના જ ટક્યું. એ  ચોક્કસપણે એકલેશન જ હતું.

* આની તારા માઇન્ડસેટ પર અસર થઇ ?

* એ સ્થિતિ સ્ટેબલ તો નહોતી જ. એ સમયે મને મારા ઘરે-લુધિયાણા દોડી જવાનું મન થયું અને મારી પાસે સમય હતો અને મેં મારી માતાને ફોન કર્યો. અને મેં મારી માતાને મારી સાથે રહેવા બોલાવી. તેમણે મને પ્રોત્સાહન આપ્યું અને મોટિવેટ કરી.

* તારી કારકિર્દી પર ક્યારે ફોક્સ કર્યું.

* મારું સ્વપ્ન લોન્ચ નહોતું થયું આથી, હું નવી ફિલ્મ શોધતી હતી, જેથી કરીને મને સારો રોલ મળે અને એક એક્ટર તરીકે મારી જાતને પુરવાર કરી શકું.

* અને તારા સૌથી મોટા સ્વપ્નનો સમય આવ્યો ?

*સારા દિગ્દર્શકો અને મોટા સ્ટાર્સ સાથે કામ મળ્યું અને ધીમે ધીમે, મને એ વાતની ખાતરી થઇ કે આને કોઇ ચોક્કસ સ્થળ નથી. આ તો એક જર્ની જ છે. મેં વિચાર્યું મને રોલ્સ મળ્યા, જે રોલ્સ નહોતા. મને લાગ્યું હતું કામ કરી રહી છું, પણે તે એ નોહોતું. મને જે મળતું હતું તે મેં મારી જાતે વિચાર્યું જ નહોતું.

* તારી ફેશન સેન્સ કેવી હતી ?

* સાવ અધમ ! મને જે કહેવામાં આવતું એ ગમે તે હોય એ પહેરી લેતી, જેમાં કેટલીકવાર તો અત્યંત ખરાબ  વસ્ત્રો હતા. 

* અને તારું સૌથી મોટું ઇમાન.

* મારો પ્રથમ મોબાઇલ ફોન, જે મેં મારાપોતાના પૈસાથી લીધો હતો.

* ફિટનેસ માટે શું કરે છે ?

* હું જ્યારે ફિલ્મોમાં સામેલ થઇ ત્યારે હું ઘણી જ ગોળમટોળ હતી, પણ એ પછી મેં મારો ઘણો વજન ઓછો કર્યો હું ક્યારેય જીમમાં જતી વ્યક્તિ તો હતી જ નહીં, પણ ઝુમ્બા, આલવું, સ્વીમિંગ કરવું વગેરે હું કરતી હતી.

* છેલ્લે, તમે શું બનવાનું ગમે ?

* હું ઘણી નિખાલસ- ભોળી છું અને લોકોને સરળતાથી પોતાના બનાવી લઉ છું. મોટી ફિલ્મો મેળવવાની આશાએ મેં ઘણાં અવિચારી રોલ્સ કલ્યા, પણ મને એવું લાગે છે કે એ શીખવાના પાઠ રૂપે હતું. પાછળ વળીને જોઉ છું તો મને ગર્વ થાય છે કે હું કોણ છું અને હું તેમાં કોઇ ફેરફાર કરવા નથી માગતી.  


Google NewsGoogle News