Get The App

દિવ્યા દત્તા : હું એ જ ભૂમિકા ભજવું છું, જે મને નર્વસ કરે...

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
દિવ્યા દત્તા :  હું એ જ ભૂમિકા ભજવું છું, જે મને નર્વસ કરે... 1 - image


- 'આદિત્ય  ચોપરાએ મને કહ્યું હતું કે તારે એક કલાકાર તરીકે વારસો છોડીને જવાનું છે. હવે  પ્રેક્ષકો  મને  કહે છે કે તમે કોઈ પ્રોજેક્ટમાં હો તો એ સારો જ હશે એવી અમને ખાતરી હોય છે.'

અ ભિનેત્રી  દિવ્યા દત્તા એક કુશળ અને સક્ષમ  અભિનેત્રી છે, તેની વય  ૪૭ વર્ષની  થઈ છે છતાં આજે પણ તે એવી જ ભૂમિકા સ્વીકારે છે, જે તેને ગમે છે, આકર્ષે   છે. આ વર્ષે  તેણે 'શર્માજી કી બેટી'નું  શૂટિંગ અને અન્ય  પ્રોજેક્ટ્સ  પાર પાડયાં. 

અત્યારે તો દિવ્યા દત્તા તેની  આગામી  ફિલ્મ  'છાવા' રિલીઝ થાય એની રાહ જોઈ રહી છે. આ સંદર્ભે  દિવ્યા કહે છે, 'હું ખૂબ જ  આભારી  છું.  મેં ઘણી બધી ઊડીને આંખે વળગે  એવી ભૂમિકા  ભજવી છે.  આ બધુ ખૂબ જ જ સરસ લાગે છે. ઘણી બધી  બાબતો છે, જેની નોંધ લઈ શકાય છે  અને હું આ બધી સિદ્ધિ બદલ ખૂબ જ ખુશ છું. જો કે  તેનો આ બધો હિસ્સો - બધી ભૂમિકા નકાર્યા  વિનાની ન હતી. હું એવી  ભૂમિકા સ્વીકારું છું જે મને નર્વસ  બનાવે. ફિલ્મની  વાર્તાના નરેશનમાં તમને તેના સામર્થ્યની  જાણ થઈ જાય છે.  હું જે  લોકો સાથે  કામ કરું  છું તેમની સાથે  પ્રોજેક્ટ  શૂટ કરવાની  બીજી-ત્રીજી  સફરનો આનંદ માણવો  એ ઘણું  અગત્યનું  છે. જો મને કંઈક પરેશાન કરશે  તો હું ના પાડીશ.  મેં  ભૂતકાળમાં  ઘણી બધી  ના કહી છે, પરંતુ તે બધી મૂલ્યવાન  સાબિત થઈ છે.' 

આ માનસિકતાનું શ્રેય દિવ્યા દત્તા તેને નિર્માતા  આદિત્ય  ચોપરાએ આપેલી સલાહને આપે છે, જે  તેમણે  ઘણા વર્ષો  પહેલા મને આપી  હતી.  'તેમણે  (આદિત્ય  ચોપરા) મને કહ્યું હતું કે તારે એક કલાકાર તરીકે  વારસો છોડીને જવાનું છે. હવે  પ્રેક્ષકો  મને  કહે છે કે જ્યારે  તમે કોઈ પ્રોજેક્ટમાં હો ત્યારે અમને ખાતરી હોય છે કે તે સારો જ હશે.' 

આવું હોવા છતાં, શું તને ક્યારેય એવું લાગે છે કે કંઈક  ખૂટે છે? આ પ્રશ્નનો ઉત્તર આપતા દિવ્યા  કહે છે,' કંઈક હોત તો મને એક સાથીએ કહ્યું હોત, પર વો જબ આના હોતા  હૈ તો આ જાતા હૈ' એમ કહી  દિવ્યા  દત્તાએ  પૂર્ણવિરામ  મૂક્યું. 


Google NewsGoogle News