ડિરેક્ટર અભિષેકની ફિલ્મ 'ઉંબરો' રોમાંચક વાર્તા અને મનોરંજક મ્યુઝિકનું મિશ્રણ
તા રીખ ૨૪ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ ગુજરાતી ફિલ્મોના જાણીતા ડિરેક્ટર અભિષેકની આગામી ફિલ્મ 'ઉંબરો' રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મની વાર્તા ઘણી રસપ્રદ છે. ફિલ્મમાં સાત એવી ગુજરાતી ીઓની વાત છે કે જે લંડન પહેલી વાર ફરવા જઈ રહી છે. ીઓની આસપાસ વણાયેલી આ વાર્તા, એનાં રસપ્રદ પાત્રો અને લંડનની એમની સફર કેવા વળાંકો લે છે અને તેઓ પરિસ્થિતિઓમાંથી તેઓ કેવી રીતે બહાર આવે છે એની રોમાંચ જગાવતી એક હળવી વાર્તા એટલે 'ઉંબરો'. ફિલ્મના ટીઝરે તો દર્શકોમાં ખાસ્સો રોમાંચ જગાવ્યો જ છે અને હવે તો તેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ચૂક્યું છે જે તમે યુટયુબ પર માણી શકો છો. દર્શકો ખૂબ આતુરતાપૂર્વક આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.
'ઉંબરો' એ એટલી રસપ્રદ મૂવી છે કે તે દર્શકોને હસાવી શકે છે, રડાવી શકે છે અને એનું ધમાકેદાર મ્યુઝિક-ડાન્સ પણ કરાવી શકે છે. એડવેન્ચર અને ઇમોશન્સથી ભરપૂર પેકેજ એટલે 'ઉંબરો'!
હાલમાં જ આ ફિલ્મનું નવું ગીત'લંડન કે લીંબડી' રિલીઝ થયું જેને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. યુટયુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં પ્લેટફોર્મ્સ પર લોકોને આ ગીત ખૂબ જ ગમ્યું છે. ફિલ્મના ડિરેક્ટર અભિષેક કહે છે, ''ઉંબરો' ફિલ્મનું મ્યુઝિક ફિલ્મના રોમાંચક પાત્રો જેટલું જ રસપ્રદ છે. ફિલ્મનું મ્યુઝિક એ મારી ફિલ્મનું દસમું અગત્યનું પાત્ર ગણાવી શકાય. અહીં મ્યુઝિક પાત્રોની લાગણીઓ અને વાર્તા સાથે ખૂબ સારી રીતે સંધાન કરે છે અને આ ફિલ્મને વધુ ઈન્ટેરેસ્ટીંગ બનાવે છે. 'ઉંબરો'માં ત્રણ ગીતો છે, તેમાંથી હજી ફક્ત એક જ ગીત રિલીઝ થયું છે અને લોકોને ખૂબ ગમ્યું છે. હજી બે ગીતો આવવાનાં બાકી છે. આ બંને ગીતો 'લંડન કે લીંબડી'થી સાવ જુદાં છે, છતાંય એ બંને ગીતો પણ પ્રેક્ષકોને ખૂબ જ ગમશે.'
'ઉંબરો' ફિલ્મનું 'લંડન કે લીંબડી' ગીત લોકપ્રિય દાંડિયા ક્વીન ફાલ્ગુની પાઠકના કંઠે ગવાયું છે. આ ગીતે સોશિયલ મીડિયા પર લાખો વ્યૂઝ મેળવ્યા છે. ગુજરાતી ફિલ્મોમાં પોતાના મ્યુઝિકના ઓજસ પાથરીને લોકોના દિલ જીતનારા જાણીતા મ્યુઝિક ડિરેક્ટર મેહુલ સુરતીએ 'ઉંબરો'માં પણ પોતાના મ્યુઝિકનો જાદુ પાથર્યો છે. આપને યાદ હશે 'હેલ્લારો' ફિલ્મનાં ચારેય ગીતો જે ખૂબ લોકપ્રિય થયાં હતાં. એમણે અહીં પરંપરાગત ગુજરાતી ગીત-સંગીત સાથે ક્યાંક આધુનિક મ્યુઝિકનું મિશ્રણ કર્યું છે. આ ફિલ્મના ગીતો સંગીતકાર બેલડી કેદાર-ભાર્ગવમાંના ભાર્ગવ પુરોહિતે લખ્યાં છે, જે ગુજરાતી ફિલ્મોના ખૂબ જાણીતા ગીતકાર પણ છે. એવરેસ્ટ એન્ટરટેઇનમેન્ટનાં ફાલ્ગુની પટેલ અને ઈરાદા સ્ટુડિયોઝના સંજય છાબરીયા આ ફિલ્મના પ્રોડયુસર્સ છે.
'ઉંબરો' હવે ટૂંક સમયમાં રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે ફિલ્મના મેકર્સનું કહેવું છે કે આ ફિલ્મને માત્ર તેની શાનદાર વાર્તા માટે જ નહીં, પરંતુ તેના સુપરહિટ મ્યુઝિક માટે પણ યાદ કરવામાં આવશે.