'કલ્કિ 2898 એડી'માં સાયન્સ ફિક્શન અને પુરાણકથાઓનું કોમ્બિનેશન : નવા યુગની શરૂઆત
- ફિલ્મના બીજા ભાગનું 60 ટકા શૂટિંગ પૂરું થઇ ચૂક્યું છે
- જો આ ફિલ્મ સફળ ન થઇ હોત તો ઘણાં વર્ષો સુધી આ પ્રકારની ફિલ્મ બનાવવાના દરવાજા બંધ થઇ ગયા હોત
ફિલ્મોના શરૂઆતના જમાનામાં ભારતમાં દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે એ જમાનાના ઉસ્તાદ ફિલ્મ સર્જકોએ પૌરાણિક ફિલ્મો બનાવી નવા માધ્યમની ખૂબીઓનો બખૂબી ઉપયોગ કરી દર્શકોને ફિલ્મોના બંધાણી બનાવ્યા હતા. એ પછી દાયકાઓના વહાણાં બાદ પૌરાણિક ફિલ્મો જ્યારે સાવ વિસરાઇ ગઇ છે અને સાયન્સ ફિક્શનના નામે ભારતમાં ચળકતાં સફેદ કપડાં અને મમ્બોજમ્બો ડાયલોગ સિવાય કશું ઉલ્લેખનીય બન્યું નથી ત્યારે 'કલ્કિ ૨૦૯૮ એડી' ફિલ્મે ભારતીય સિનેમાના ઇતિહાસમાં નવું પ્રકરણ શરૂ કર્યું છે. આ પહેલી એવી મલ્ટી સ્ટારર ફિલ્મ છે જેમાં સાયન્સ ફિક્શન અને પૌરાણિક કથાઓનું રોચક મિશ્રણ દર્શકોને પીરસવામાં આવ્યું છે.
ફિલ્મના દિગ્દર્શક નાગ અશ્વિને એક મુલાકાતમાં જણાવ્યું છે તેમ આ ફિલ્મને નાણાંકીય સફળતા અને સમીક્ષકોની પ્રશંસા મળી તેનું મોટું મહત્ત્વ છે. આ સાયન્સ ફિક્શન ફિલ્મની હાલત ટિકિટબારી પર શું થાય છે તેના પર ઘણા ફિલ્મમેકર્સની નજરો નોંધાયેલી હતી. જો આ ફિલ્મ સફળ ન થઇ હોત તો બીજાં ઘણાં વર્ષો સુધી આ પ્રકારની ફિલ્મ બનાવવાના દરવાજા બંધ થઇ જાત. જોકે, ફિલ્મ વત્તે ઓછે અંશે સફળ પુરવાર થઇ છે તે સાથે ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શકે રાહતનો શ્વાસ લીધો છે. પૌરાણિક અને સાયન્સ ફિક્શન એટલે કે સાયફાય ફિલ્મ બનાવવામાં કેવો સંઘર્ષ કરવામાં આવ્યો છે તેની કથા પણ રોચક છે.
નાગ અશ્વિન કહે છે, આ પ્રકારની ફિલ્મ આપણે ત્યાં બની નથી. એ રીતે આ ફિલ્મ મહત્ત્વાકાંક્ષી છે અને તેની પર અમારા ભવિષ્ય ઉપરાંત પણ ઘણું દાવ પર લાગેલું હતું. કોરોના મહામારી દરમ્યાન આ ફિલ્મનું પ્રોડકશન શરૂ કરવામાં આવ્યું ત્યારે તેના માટે નાણાં કેવી રીતે ંં મેળવવાએ મોટો સવાલ હતો. પણ આ ફિલ્મમાં ભારતની સોથી મોટી સ્ટારકાસ્ટ હતી એટલે અમને આ મામલે થોડી રાહત હતી. વળી, મારી અગાઉની ફિલ્મો સફળ હોવાથી અમારી એક ગુડવીલ હતી, તેને કારણે આખરે આ ફિલ્મને સાકાર કરવા માટે જરૂરી નાણાં મળી રહ્યા હતા. વિવિધ પ્રકારના ફોર્મેટ્સ અને અઢળક વીએફએક્સને કારણે આ ફિલ્મની રજૂઆત ઠેલાતી રહી હતી, પણ ફિલ્મ પાસે રહેલી મોટી અપેક્ષાઓ અને તેના નિર્માણ આડે આવેલાં અવરોધોને કારણે ફિલ્મને એક અનોખી ગતિ મળી છે. ઘણા લોકોએ ફિલ્મની શરૂઆત ધીમી હોવાની વાત કરી છે. આ બાબતે નાગ અશ્વિને જણાવ્યું હતું કે અમે ઇરાદાપૂર્વક જ ફિલ્મના પહેલાં ભાગમાં ગતિ થોડી ધીમી રાખી છે. દિગ્દર્શકે સેકન્ડ હાફને વધારે રોમાંચક અને ગતિશીલ બનાવવા માટે આમ કર્યું છે. 'કલ્કિ'ની નિર્માત્રી અશ્વિની દત્તે જણાવ્યું હતું કે અમારી યોજના બીજા ભાગને જુન ૨૦૨૫માં રજૂ કરવાની છે. હાલ આ ફિલ્મના બીજા ભાગનું ૬૦ ટકા શૂટિંગ થઇ ચૂક્યુ છે. બીજા ભાગમાં કમલ હાસનની ભૂમિકા નિર્ણાયક બને છે. કોમ્પલેક્સના સર્વેસર્વા યાસકિનની ભૂમિકા માટે કમલ હાસનનો આદર્શ પોટ્રેઇટ ઓફ ડોરિયન ગ્રે રહ્યો છે તેટલું જણાવવું સિનેમાશોખીનો માટે પૂરતું છે.
બોક્સ ઓફિસ પર ૨૦૨૪ના ઉત્તરાર્ધમાં એક હજાર કરોડ રૂપિયાની કમાણી કરનારી આ ફિલ્મના બીજા ભાગની ઉત્તેજનાપૂર્વક રાહ જોવાઇ રહી છે. ફિલ્મનો હીરો પ્રભાસ હાલ મારૂતિ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'ધ રાજા સાબ'ના શૂટિંગમાં વ્યસ્ત છે. એ પછી દસમી ઓગસ્ટે તે 'સાલાર ભાગ-૨'નું શૂટિંગ શરૂ કરવાનો છે. પ્રભાસની ફિર સે નિકલ પડી હૈ...