નવાઝુદ્દીન અને પરિવારને દાયકા જૂના મોલેસ્ટેશન કેસમાં ક્લીન ચિટ

Updated: May 2nd, 2024


Google NewsGoogle News
નવાઝુદ્દીન અને પરિવારને દાયકા જૂના મોલેસ્ટેશન કેસમાં ક્લીન ચિટ 1 - image


- આક્ષેપ એવો હતો કે નવાઝના ભાઈ  મિનાઝુદ્દીને  એક સગીરનું કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું, જેનું નવાઝ અને પરિવારના અન્ય સભ્યોએ કથિત  રીતે સમર્થન આપ્યું હતું.  

અભિનેતા  નવાઝુદ્દીન સિદ્દીકીને તેનો પરિવાર  ખુશખુશાલ  છે, કેમ કે આ પરિવારને દાયકા   જૂના એક છેડતીના કેસમાં  ક્લીન ચિટ મળી ગઈ છે.

અભિનેતા  નવાઝુદ્દીન સિદ્દીકીની  પત્ની આલિયા સિદ્દીકીએ  લગભગ દસેક વર્ષ પૂર્વે  તેની અને તેના પરિવાર  વિરુદ્ધ  જાતીય શોષણનો કેસ નોંધાવ્યો હતો.  તાજેતરમાં  જ ૪૯ વર્ષના આ અભિનેતા  અને તેમના પરિવારજનોને  ક્લીન  ચિટ આપી છે. ધ સ્પેશિયલ  પ્રોટેક્શન   ઓફ ચિલ્ડ્રન  ફ્રોમ સેક્સ્યુઅલ  ઓફેન્સ (પોસ્કો)  કોર્ટે  આ ઘટના અંગે પોલીસે આપેલો  ફ્લોઝર રિપોર્ટ સ્વીકાર્યો  હતો,  જેમાં નવાઝુદ્દીન અને અન્ય  ચાર આરોપીઓને  મુક્ત  કરવામાં આવ્યા હતા. આલિયાને એણે કરેલા આક્ષેપની સ્પષ્ટતા કરા સહિત ઘણી વેળા  કોર્ટમાં  હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો  હતો,  પણ  તેમ કરવામાં  એ નિષ્ફળ નીવડી હતી. તેથી વિશેષ ન્યાયાધીશે ક્લોઝર  રિપોર્ટને  સ્વીકારી લીધો હતો. 

શરૂઆતમાં મુંબઈમાં  દાખલ  કરવામાં આવેલી આલિયાની એફઆરઆઈ નવાઝુદ્દીન અને તેના પરિવાર વિરુધ્ધ  હતી. પછી તેને ૨૦૨૦માં  મુઝફ્ફરનગરના બુધના પોલીસ સ્ટેશનમાં  ટ્રાન્સફર  કરવામાં આવી  હતી.

આક્ષેપ એવો હતો કે ૨૦૧૨માં નવાઝના ભાઈ  મિનાઝુદ્દીને  એક સગીરનું કથિત રીતે જાતીય શોષણ કર્યું હતું, જેનું નવાઝ અને પરિવારના  અન્ય સભ્યોએ કથિત  રીતે સમર્થન આપ્યું હતું.  પોલીસની  વિસ્તૃત  તપાસ પછી  ગયા  વર્ષે અભિનેતા અને તેના પરિવારને તમામ આરોપોમાંથી   મુક્ત કરતો  અહેવાલ  દાખલ કર્યો હતો. ક્લોઝર  રિપોર્ટમાં  નવાઝુદ્દીન,  તેની માતા  મેહરુનિસા  અને ભાઈઓ - ફૈઝુદ્દીન,  અયાઝુદ્દીન  અને મિનાઝુદ્દીનને  ક્લીન ચિટ  આપવામાં આવી હતી.

નવાઝુદ્દીન  અને આલિયા  છેલ્લા  કેટલાંક  સમયથી વૈવાહિક  મુશ્કેલીઓનો  સામનો કરી રહ્યાં છે.  મે, ૨૦૨૦માં આલિયાએ  અભિનેતાને  છૂટાછેડાની  નોટીસ મોકલી  હતી,  પરંતુ એક વર્ષ પછી, તેણે સમાધાનના પ્રયાસ રૂપે  તે નોટિસ પાછી  ખેંચી  લીધી હતી.  જોકે ૨૦૨૩માં  આ દંપતિ  ફરી અલગ થઈ ગયું  હતું.  આલિયા અન્ય  સાથે પણ  સંબંધમાં હતી, પરંતુ આ વર્ષના માર્ચ મહિનામાં  તેણે જાહેરાત કરી હતી કે તે અને નવાઝુદ્દીન તેમનાં સંતાનોને ખાતર  તેમના મતભેદોને બાજુ પર રાખવા તૈયાર છે. આ દંપતિના લગ્નને  ૧૫ વર્ષ થયાં છે. 


Google NewsGoogle News