Get The App

SOCIAL સર્કલ .

Updated: Sep 12th, 2024


Google NewsGoogle News
SOCIAL સર્કલ                                                    . 1 - image


ગણપતિ બોલિવુડના મોસ્ટ ફેવરિટ ભગવાન છે. સવાલ જ નથી. જુઓને, રાશા થડાનીએ સૂતેલા ગણપતિને કેટલી સુંદર રીતે સજાવ્યા છે. રાશા એટલે કોણ, જાણો છોને? મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડનની ક્યુટ ક્યુટ દીકરી. જી બિલકુલ, રાશા હવે કોઈ પણ ક્ષણે બોલિવુડમાં એન્ટ્રી મારી શકે છે. એક મિનિટ... આ કોણ 'એક ઔર નેપો કિડ' બોલ્યું? કહેનારાઓ તો એવુંય કહે છે કે જો અક્ષયકુમારનો હેન્ડસમ દીકરો આરવ પણ ભવિષ્યમાં જો ફિલ્મી હીરો બને તો રાશા અને આરવની જોડી મસ્ત લાગશે! રાશા અને આરવને લઈને 'મોહરા'ની સિક્વલ અથવા રીમેક બનાવવી જોઈએ. શું કહો છો?     

પારિવારીક વાતો જ ચાલી રહી છે તો ભેગાભેગી આ મસ્તમજાની તસવીર પણ જોઈ લો. તસવીર મોટે ભાગે પ્રિયંકા ચોપડાએ ખેંચી છે. એનો અમેરિકન પતિ નિક જોનસ દીકરી માલતીમેરીને બોટલથી દૂધ પાઈ રહ્યો છે. જો આ કામ પ્રિયંકા કરતી હોત તો એણે દીકરીને ખોળામાં લીધી હોત, પણ અહીં નિકને ધ્યાન બેબલી કરતાં બારીની બહાર જોવામાં વધારે રસ છે. મા અને બાપમાં આટલો ફર્ક હોય છે!

ઓ.... સો ક્યુટ. કાજોલની મમ્મી તનુજાની પીઠ પર ચડીને બેઠેલી બેબલી બીજું કોઈ નહીં, પણ કાજોલની દીકરી નીસા (શઅજચ) છે. કાજોલ આ જૂની તસવીર શેર કરીને લખે છે: 'ટુ ધ ટુ બિગસ્ટ ટીચર્ચ ઓફ માય લાઇફ... માય મોમ એન્ડ માય ચાઇલ્ડ! મમ્મીએ મને નાનપણમાં જિંદગીના જે પાઠ શીખવ્યા હતા તે હું જેમ જેમ મોટી થઈ ગઈ તેમ તેમ પડીને-આખડીને, સફળ થઈને-નિષ્ફળ જઈને, અનુભવો મેળવીને શીખતી ગઈ. નીસાએ પણ એની રીતે મને ઘણું બધું શીખવ્યું છે. આજે આ તસવીરને જોઉં છું ત્યારે આ વાત મને વધારે સ્પષ્ટતાથી સમજાઈ રહી છે.' સ્વીટ!


Google NewsGoogle News