'પુષ્પા ઇમ્પોસિબલ'માં પરિવર્તન: કરૂણા પાંડેની પકડ અકબંધ છે...

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
'પુષ્પા ઇમ્પોસિબલ'માં પરિવર્તન: કરૂણા પાંડેની પકડ અકબંધ છે... 1 - image


- 'પુષ્પા તેના જીવનમાં આવેલા અનેક ઉતાર-ચડાઉમાંથી ઘણું બધુ શીખી છે. આ સફર દરમિયાન એ ખૂબ જ સરસ વિકસી છે. હવે એ સંતાનોને શક્ય એટલો વધુ સહકાર આપી રહી છે.'  

'પુ ષ્પા ઇમ્પોસિબલ' ટીવી શૉ દર્શકોનો માનીતો શો બની ગયો છે અને દર્શકો તેમાં આવી રહેલા પરિવર્તનથી ખુશ-છે. આખા શો પર પુષ્પા એટલે કે કરુણા પાંડેની જબરદસ્ત અસર યથાવત્ રહી છે. 

કરૂણા કહે છે, 'પુષ્પા માતા તરીકેની જવાબદારી ખુબીથી સંતુલિત કરી રહી છે અને તેની સાથે તેમના મોટા થયેલા રહેલા સંતાનોને પણ સ્પેસ આપી તેમને વિકસવાની વધુ તક આપી રહી છે તો બીજી તરફ સંતાનો પણ તેમની ફરજો સાથે માતા પ્રત્યેની જવાબદારી અદા કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને દર્શકોને મોજ પડી રહી છે.

આ શૉ શરૂ થયો ત્યારે પુષ્પા તેના બાળકોને સંપૂર્ણ કામ કરવા સાથે પોતાની જવાબદારી પણ નિષ્ઠાથી નિભાવતી હતી. શિક્ષણનું સ્વપ્ન અધુરું રહ્યું અને સંતાનો- અશ્વિન (નવીન પંડિતા) અને ચિરાગ (દર્શન ગુર્જર)ના લગ્ન થયા, રાશિએ તેની કારકિર્દી શરૂ કરી. પુષ્પા તેના જીવનમાં આવેલા અનેક ઉતાર-ચડાઉમાંથી ઘણું બધુ શીખી. આ સફર ખૂબ જ સરસ વિકસી છે અને દર્શકોના પ્રતિસાદથી તેની પૂર્તિ મળે છે.'

પુષ્પા પોતાના પરિવારને તૂટતાં જોઈ રહી છે. આ પડકારનો સામનો હવે તે કેવી રીતે કરશે? આ પ્રશ્નના જવાબમાં કરુણા પાંડે કહે છે. 'પુષ્પાએ તેના સંતાનોને એકલા હાથે ઉછેર્યા. તેમને માર્ગદર્શન અને સમજ આપી છે. સંતાનો મોટા થયા છે. તેમના પરિવારો શરૂ કરવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે માતા તરીકે એક કપરી પળ છે. તેની ભૂમિકા બદલાઈ રહી છે. જેને જોઈને દુ:ખ થાય છે, પણ તે અડગ રહે છે. પુષ્પા ભારે હૃદય સાથે આ નવા તબક્કામાંથી પસાર થઈ રહી હોવા છતાં તે સંતાનોને શક્ય એટલો વધુ સહકાર આપી રહી છે. આ એક પરિવર્તન છે, જે આવકાર્ય બની રહેશે, એવી આશા રાખવી રહી.'

દર્શકો આ ફેરફારને કેવી રીતે નિહાળશે?- આ પ્રશ્નના ઉત્તરમાં કરુણા પાંડે કહે છે, 'અત્યારની સ્ટોરીમાં પુષ્પા સંપૂર્ણપણે માતૃત્વથી દૂર નથી જઈ રહી, પરંતુ સંતાનોને સ્પેસ આપી રહી છે. તેમની ઇચ્છાનો આદર કરી રહી છે. તેમના જીવનમાં દખલ નહીં કરીને તેમને ખુશ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. પુષ્પાને સમજાઈ ગયું છે જે એ તેના આદરને જોખમમાં મુકે છે. તેમના જીવનમાં દખલ કરવાનો કોઈ અર્થ નથી. માતૃત્વની રોજિંદી ફરજથી પાછળ હટી રહી છે ત્યારે પણ તે હૃદયથી તો માતા જ છે. તેણે હવે જરૂર હોય ત્યારે જ યોગ્ય માર્ગદર્શન આપવાનો નિર્ણય કર્યો છે. આ પરિવર્તન તેના પાત્રમાં સૂક્ષ્મ પરંતુ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.'

પુષ્પા લાગણીમાં સંતુલિત રહે છે અને પસંદગીમાં અડગ રહે છે, એ સંદર્ભેના પ્રશ્નના ઉત્તરમાં કરુણા પાંડે કહે છે, 'મને નથી લાગતું કે પુષ્પા તેના નિર્ણય વિશે દોષિત લાગે છે. તેણે આ વિશે થોડો વિચાર કરવા માટે સમય લીધો છે. જો કે આ નિર્ણયથી તેના સંજોગો અને તેના પર પડેલા દબાણથી પ્રભાવિત હતો, પરંતુ હવે તેને સંપૂર્ણપણે સ્વીકારી લીધું છે. પુષ્પા સમજે છે કે માતા બનવા પહેલા તે એક મહિલા છે. તેના માટે તેનું આત્મસન્માન જાળવવું મહત્ત્વપૂર્ણ છે તેમ છતાં સફર મુશ્કેલ હશે અને તેણે ભાવનાત્મક પડકારોનો સામનો કરવો પડશે. તે તેના સંકલ્પમાં મજબૂત રહેવા માટે કટિબધ્ધ છે.'

અન્ય મહિલાને શું સંદેશો આપવાની આશા રાખો છો? - એ પ્રશ્નના ઉત્તરમાં કરુણા કહે છે, 'શરૂઆતથી જ પુષ્પાનો નિર્ણય તેના માટે કઠોર હોવા છતાં આખરે તેના સંતાનો માટે સારો છે કારણ કે તેઓ તેમના સ્થાને યોગ્ય છે. આ પસંદગી દરેક સ્ત્રીની તાકાત અને શક્તિને પ્રતિબિંબિત કરે છે. હું એમ સમજું છું કે તમારી આંતરિક શક્તિને પકડી રાખવી મહત્ત્વપૂર્ણ છે અને જે બાબત પસાર થવાની છે તેને વળગી રહેવું નહીં.' 


Google NewsGoogle News