Get The App

સેલિબ્રિટિઝનો ફિટનેસ મંત્ર .

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
સેલિબ્રિટિઝનો ફિટનેસ મંત્ર                               . 1 - image


- દીપિકા પદુકોણ, અને કીર્તિ કુલ્હારી શું કહે છે?

- દીપિકા બાળપણથી  જ ફીટ રહી  છે.  ક્યારેય  ઓવરવેઈટ  નથી બની.  દીપિકાની  સ્લિમ-ટ્રિમ  બોડી જોઈને જ ઈમેજ-ગુરુ પ્રસાદ બિડપ્પાએ તેને મોડેલિંગમાં જવાની સલાહ આપી. 

ફિલ્મની  અભિનેત્રીઓ પડદા પર અત્યંત  સ્લિમ અને ટ્રિન નજરે પડે છે. એટલું જ નહીં,  એ સુંદર પણ એટલી જ નજરે પડે છે.  તેનું  કારણ શું હોઈ શકે? આ માટે તેમનો સખત પરિશ્રમ  અને અતૂટ  મહેનત જવાબદાર  છે. નિયમિત  એક્સરસાઈઝ, યોગ, સંતુલિત  ડાયેટ અને સંયમિત દિનચર્યાને અપનાવીને  તેઓ ગ્લેમરવર્લ્ડમાં  પોતાનો મુકામ  બનાવે  છે.  સ્થાન  મજબૂત રે છે. અહીં દીપિકા પદુકોણ,  કીર્તિ કુલ્હારી અને અનન્યા પાંડે બતાવે છે.  તેમનો સુંદરતા અને નયનમરમ્ય  શરીર સૌષ્ઠવ અંગેની  વણકહી  જાણકારી, જે ઘણાને ઉપયોગી  અને અપનાવવા જેવી જરૂર લાગશે.

દીપિકા  પદુકોણ

વિખ્યાત બેડમિંટન  ખેલાડી પ્રકાશ પદુકોણ ઈચ્છતા હતા કે તેમની પુત્રી દીપિકા  પદુકોણ  તેના કરતાં પણ સારી-આલા દરજ્જાની  ઈન્ટરનેશનલ બેડમિંગ્ટન  પ્લેયર બને. પુત્રીને આંતરરાષ્ટ્રીય બેડમિંગ્ટન  પ્લેયર  બનાવવી  છે, તો બાળપણથી જ દીપિકાને  લો કાર્બ અને હાઈ પ્રોટીન હોમમેડ ફૂડ  આપવા પર ધ્યાન આપવું જોઈએ.  દીપિકા બાળપણથી  જ ફીટ રહી  છે.  ક્યારેય  ઓવરવેઈટ  નથી બની.  દીપિકાની  સ્લિમ-ટ્રિમ  બોડી જોઈને જ ઈમેજ-ગુરુ પ્રસાદ બિડપ્પાએ તેને મોડેલિંગમાં જવાની સલાહ આપી  અને તેને ઘણી ફેશન-ડિઝાઈનરના  ફેશનમાં  શૉમાં રેમ્પ વૉક માં એક મોડેલ તરીકે સ્થાન અપાવ્યું.  આ પછી તો દીપિકાએ  કેટલાંય આંતરરાષ્ટ્રીય  પ્રોડક્ટ્સને  એન્ડોર્સ  કરવા લાગી.  ૨૦૦૪માં લિરિલ   શોપની ઍડમાં  દીપિકા પોપ્યુલર  બની. અને આ પછી દિપિકાએ  પોતાનું ભિન્ન ડગલું બોલીવૂડમાં  મુક્યું. શાહરૂખ ખાનના હોમ પ્રોડક્શન્સની  ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'  માટે  દિગ્દર્શિકા  ફરાહ ખાનને દીપિકાને  પહેલીવાર  મોકો આપ્યો અને 'ઓમ શાંતિ ઓમ' ની અદ્ભૂત  સફળતા પછી દીપિકાએ  પાછા વળીને જોયું જ નથી.

દીપિકાએ  જણાવ્યું કે મારા ઘરનો માહોલ હંમેશાથી  જ ખૂબ જ અનુશાસિત  રહ્યો છે.  મને મોડેથી જાગવું, નાના-નાના  કામો માટે નોકરો રાખવા જેવી ખોટી આદતોથી તો મને બાળપણથી જ દૂર રાખવામાં આવી હતી.  હું તો મારી મમ્મીને  કામમાં પણ મદદ કરતી હતી.  ગાર્ડનિંગના  કામમાં પણ  મને રૂચિ હતી. મમ્મીએ  જણાવ્યું, 'જેટલું  થાય એટલું પોતાના કપડાં પોતે જ ઈસ્ત્રી કરી લે... લંચ અને ડિનર પછી ટેબલ ક્લિન કરવા, પોતાની પ્લેટ  સિન્કમાં રાખવી, સમય  હોય તો તેને સાફ કરી નાખવી, જેવા કામ કરવાની મને બાળપણથી  આદત છે. લગ્નજીવનમાં  લોકડાઉનના  દિવસોમાં હાઉસ-હેલ્પ નહીં, મળવાથી  કેટલાંય લોકોની તો મુશ્કેલીઓ વધી ગઈ, પણ મને તો કશો વાંધો ન આવ્યો.  નોકરોના ભરોસે રહેવાની મને આદત જ નથી.   આવી આદત પહેલા પણ નહોતી. પોતાના ઘરની ગ્રોસરી પણ હું પોતે જ ઓનલાઈન  ઓર્ડર  કરું છું.  હું  ફિલ્મસ્ટાર છું,  પોતાના ઘરનું  કેવી રીતે કરી શકું હું?  આવો વિચાર   તો મારા મનમાં  કદી આકાર  પામ્યો જ નહીં.

હું સવારે  સાત વાગ્યે ઊઠું છું એક કપ ગરમાગરમ  કૉફી  પીવાની મારી આદત  છે. સાડા સાતથી  આઠ  વાગ્યા  દરમિયાન  હું યોગ કરું છું.  યોગમાં ૧૦ સૂર્ય નમસ્કાર, સર્વાગાસન, પ્રાણાયમ જરૂર કરું છું.  હું સપ્તાહમાં  બે વખત સ્ટ્રેચિંગ  એક્સરસાઈઝ   પણ કરું છું.  ચેન્જ માટે  હું સવારે અડધો કલાક વોક પણ કરું છું.

મારો સ્ટેમિના  વધારવા માટે હું પુશઅપ્સ  અને  ક્રંચેસ પણ કરું છું.

હું  બ્રેકફાસ્ટ નવ વાગ્યાની આસપાસ લઉં  છું. મને ભારતીય   ભોજન, બ્રેકફાસ્ટ  પસંદ છે. ઉપમા,  ડોસા, ઈડલી,  પૌઆ વગેરે મારા બ્રેકફાસ્ટમાં   હોય છે. નાસ્તા પછી  એક ગ્લાસ  લો-ફેટ  દૂધ  લઉં છું. કોઈક વાર બે  એગ વ્હાઈટ  પણ લઉં છું.  મારા  લંચમાં  બે રોટેલી, ગ્રિલ્ડ  ફિશ અથવા ફીશ કરી, લેટયૂસ સલાડ, થોડા રાઈસ (મોટે ભાગે બ્રાઉન રાઈસ) સામેલ હોય છે.  ડિનરમાં  સાંજે  સાત વાગ્યે  થોડું સૂપ લઉં છું.  જેમાં ક્લિયર  સૂપ, લેંટિલ સૂપ, કોર્ન સૂપમાં કંઈ પણ લઈ  લઉં  છું.  ડિનરમાં  બે રોટલી સાથે  એક પાંદડા ધરાવતું  શાક  હોય છે. કોઈપણ સંજોગોમાં રાતનું  ડિનર હું આઠ વાગ્યે સુધીમાં પૂરું   કરી લઉં  છું. ડિનરમાં  કોઈક દિવસ નોનવેજ  ભોજન પસંદ નથી કરતી.  ડેઝર્ટ્સમાં  મને ડાર્ક ચોકલેટ  પસંદ છે. અઠવાડિયામાં  એક દિવસ હું  ચોકલેટ  ખાઈને  પોતાને પેમ્પર કરું છું.

ફિટનેસ મંત્ર: 

 જરૂરી નથી  કે તમે વધુ  ફી  ભરીનેકોઈ મોંઘા  જિમમાં જાવ. તમે તમારી ખુરશીમાં  બેસીને પણ સ્ટ્રેચિંગ  કરી શકો છો. બેઠા બેઠા  એકસરસાઈઝ, નેકની કસરત  થઈ શકે  છે. જો તમે દરરોજ ફિટનેસ  ગોલ નહીં પૂરો રી શકો તો ઓછામાં ઓછું  ઓઈલી  ચીજો  ખાવાથી  તો જરૂર દૂર રહી શકો.

જો તમારું  શરીર સ્થૂળ  હોય, જાડું  હોય તો કોઈ વાંધો નહીં,  તમે એક્ટિવ રહીને પણ  આકર્ષક  નજરે પડી શકો છો.

શરીરને  હંમેશાં  હાઈડ્રેટ  રાખો.  દિવસમાં બેથી અઢી  લીટર પાણી પીવું જરૂરી  છે.

સદા  ખુશ  રહો,  હતાશા-નિરાશાથી  દિલ કમજોર  બનશે,  જે વધુ હાનિકારક  છે.

શરીર અને  મનનું આભૂષણ છે  તમારો આત્મવિશ્વાસ.  તેને કદીય ઓછો થવા દેવા નહીં દેતા.

કીર્તિ કુલ્હારીનો  મંત્ર : ખુશ રહો, ફિટ રહો

મારું કોઈ  ફિલ્મી  બેકગ્રાઉન્ડ નથી.  આ પ્રોફેશનમાં  આવવા પહેલા મેં કદીય  મારી  ફિટનેસ, અથવા ડાયેટ  પર કદીય ધ્યાન નહોતું આપ્યું.  ફિલ્મ 'ખિચડી' માં મેં પદાર્પણ  કર્યું હતું અને એ પછી એક ઓફબીટ ફિલ્મ 'શૈતાન' કરી. આ પછી  'પિન્ક'થી મને સફળતા  મળી અને  અભિનેત્રી તરીકે મને ગંભીરતાથી  લેવામાં આવી.  ફિલ્મ 'ઉરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઈક' માં મને પસંદ કરવામાં આવી. એ પછી  મેં મારા  પર ધ્યાન આપવાનું શરૂ કર્યું. ઓટીટી  પ્લેટફોર્મ્સ  પર જ્યારે 'ફોર મોર શોટ્સ પ્લીઝ' માં મારી અદાકારીની  વખાણ  થયા.  મેં મારા  ઘરે જ  ફિટનેસ  - ટ્રેનર મહિલાને બોલાવી લીધી. આ પછી   મેં મારાડાયેટ  પર ધ્યાન આપવા લાગી  છું,  પણ સ્ટ્રેસ  લેવાની મારી ખરાબ  આદત  છે,  જેનું નુકસાન  મારે અકસર  ભોગવવું  પડયું  છે, કીર્તિ  કુલ્હારીએ જણાવ્યું.

કેટલાંય  પરિવારોમાં  ગૃહિણીઓ દિવસ-રાત  કામ કરતી વખતે અને પરિવારને  ખુશ અને  સંતુષ્ટ રાખવાના  ચક્કરમાં  તે પોતાના સ્વાસ્થ્ય  પર ધ્યાન નથી આપી શકતી.  આ આદતથી તો દૂરી જ બનાવવી રહી.

હું અઠવાડિયામાં  બે દિવસ સ્પોર્ટ્સ એક્ટિવિટી, ત્રણ  દિવસ યોગ અને બે દિવસ  વેટ-ટ્રેનિંગ કરું છું.  એક દિવસ એક્સરસાઈઝ નથી કરતી. હું જંક-ફૂડ  નથી ખાતી.   સ્પોર્ટ્સમાં  મને ટેનિસ અથવા  બેડમિંગ્ટન  રમવું પસંદ છે. અડધા કલાક પણ   હું સ્પોર્ટ્સ  રમું તો ફિટનેસ  મેઈન્ટેન્ટ થઈ  જાય છે. મેં  મોબાઈલ પર અલગ અલગ  યોગાસન ડાઉનલોડ  કર્યાં  છે. જેને જોઈને  હું યોગાસન  કરું છું. ઘરનું   ખાવાનું હંમેશા  ઓછા મસાલામાં  ઓછા તેલમાં  બનાવ્યું  હોય છે. મુંબઈમાં  શુટિંગ  હોય તો હું મારા  ઘરેથી જ  ટિફિન લઈને જાઉં છું.  મને યાદ છે, અક્ષયકુમાર સાથે  મેં  બે વર્ષ  પહેલાં  'મિશન મંગલ'  ફિલ્મ કરી હતી, તે સમયે તેના ઘરથી સેટ પર બધા માટે ખાવાનું  આવતું હતું. ખૂબ જ હેલ્ધી પંજાબી ભોજન! મૂળીના પરોઠાથી માંડીને  ગાજર-પાલખ, કોબીના  પરોઠાં,દહીંની  સાથે  ખાવા એ અમારી આદત  બની ગઈ હતી, ખેૈર,  હું થોડું થોડું લંચ દિવસમાં  ચાર  વખત કરતી હતી.સવારે  ઓટ્સની  ખીર અને ચારથી  પાંચ બદામ, પછી ૧૧ વાગ્યે  એક ગ્લાસ ફ્રૂટ જ્યૂસ.  દોઢ  વાગ્યે  ત્રણ રોટલી  અથવા એક વાટકી  ચોખા, દાળ અને શાક! ખાવાનું ખાધા પછી  મને એક ગ્લાસ છાશ  પીવાની આદત છે.  સાંજે પાંચ વાગ્યે  અને છ  વાગ્યાની આસપાસ  પપૈયું  અથવા તરબૂચ  ખાતી હતી.

ડિનર રાતે સાડા  આઠ  સુધી લઈ લેતી, જેમાં એક બાઉલ  ખિચડી, અથવા બે રોટલી  સાથે શાક સાથે લેતી.  રાતે પણ થોડા  દહીં  કે છાશ લઉઁ છું. કોઈ વખત  આ અથવા  કોફી લઉં  છું, પણ  તેમાં સફેદ  ખાંડનો ઉપયેોગ નથી કરતી. મારી  પાસે મખાણા,  બદામ,  બનાના ચિપ્સ સાથે રાખું  છું. મને પોટેટો ચિપ્સ  ખૂબ જ ભાવે છે, તેને હું કોઈ કોઈ વખત ખાઈ લઉં છું.

શુટિંગ  સ્ટોરી  નરેશન પછી  જ્યારે  ઘરે પાછી ફરું  તું મને ઘરમાં  અરોમા  કેન્ડલ  લગાવવાનું  ઘણું  ગમે છે. તેની અરોમા મારી  થાક ઉતારી નાખે છે.  ક્લાસિકલ  મ્યુઝિક શીખવું  મારુંમ  સ્ટ્રેસ-બસ્ટર  છે.  ટ્રાવેલિંગમાં  મને નવી તાજગી અને  સ્ફૂર્તિ  મળે છે.  શૂટિંગ અને ટ્રાવેલિંગમાં  મારા મોબાઈલને  હું દૂર જ રાખું છું.

ખુશ રહેવાનો  મંત્ર:

  નકારાત્મક  વિચારથી  દૂર રહો,  ખુશી  બજારમાં નથી મળતી. તેને શોધવી પડે છે.  પ્રાણાયમ  તમને માનસિક  એનર્જીથી  ભરી  દે છે.  હંમેશાં  પોઝિટિવ  વિચારો.   જો તમારું સોશિયલ  મીડિયા પર માત્ર તેને નેગેટિવિરીઝ જોવા મળે  છે તો સોશિયલ  મીડિયાથી  દૂર જ રહો.


Google NewsGoogle News