શિલ્પા શિંદે સહી શો પકડે હૈં
- 'ઝલક દિખલા જા' શો તદ્દન નોખા પ્રકારનો છે. અગાઉ ક્યારેય મેં આવા શોમાં કામ કર્યું નહોતું. તેના બધા જ સ્પર્ધકો અને કોરિયોગ્રાફરો બહુ સરસ છે. તેથી મને તેમાં કામ કરવાની બહુ મોજ પડી.'
અ ભિનેત્રી શિલ્પા શિંદે ડાન્સ રીઆલિટી શો 'ઝલક દિખલા જા'માં હજુ હમણાં સુધી જોવા મળી હતી. ગયા અઠવાડિયા જ એ એલિમિનેટ થઈ ગઈ. એક તબક્કે રમૂજી શો 'ભાભીજી ઘર પર હૈં'ની ટેગલાઇન 'સહી પકડે હૈં' દ્વારા અપ્રતિમ લોકપ્રિયતા હાંસલ કરનાર આ અદાકારાએ વિવાદોના પગલે આ ધારાવાહિક છોડી. ત્યાર પછી તે આ શોના કારણે જ ઘણાં સમય સુધી વિવાદોમાં રહી. છેવટે લાંબા સમય સુધી પડદા પરથી ગુમ રહ્યા બાદ બે વર્ષ અગાઉ વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બૉસ'માં ભાગ લઇને તેની વિજેતા પણ બની.અને હવે તે 'ઝલક દિખલા જા'માં નૉનડાન્સર હોવા છતાં પોતાની અંદર રહેલી નૃત્યાંગનાને બહાર લાવી રહી છે.
અભિનેત્રી કહે છે કે આ શો તદ્દન નોખા પ્રકારનો છે.
અગાઉ ક્યારેય મેં આવા શોમાં કામ નથી કર્યું. તેના બધા જ સ્પર્ધકો અને કોરિયોગ્રાફરો બહુ સરસ છે.
તેથી મને તેમાં કામ કરવાની બહુ મોજ પડી.
અલબત્ત, શિલ્પા તાલીમબધ્ધ ડાન્સર ન હોવાથી તેને તેના સ્સ્પર્ધકો સાથે કદમ મિલાવવા માટે ભારે જહેમતલેવી પડે છે. તે કહે છે કે હું એ કરવા માગું છું અને કરું છું જે દર્શકોને ગમે. દર્શકો તમે કયા ગીત પર કેવું નૃત્ય કરો છો તે જૂએ છે. પરંતુ પડદા પાછળ બીજી ઘણી બાબતો પણ કામ કરે છે. હકીકતમાં આ એક ટીમવર્ક છે. અને દરેક પળ મહત્વની હોય છે.અહીં એક એક મિનિટની નોંધ લેવાય છે.તે વધુમાં કહે છે કે જોકે મેં મારા કોરિયોગ્રાફરને કહ્યું છે કે મારા અને તારા કદમતાલ મળી જાયે એટલું પણ પૂરતુ છે. આપણે બંને સ્ટેજં ં પર સારા દેખાઇએ એટલે ભયો ભયોે. અને મારી આટલી ઇચ્છા પૂરી થઇ રહી છે. દર્શકો પણ અમને પસંદ કરી રહ્યાં છે તેનાથી રૂડું શું?જોકે તેને એમ કહેવામાં પણ જારાય સંકોચ નથી થઇ રહ્યો કે મારા માટે આ કામ ખાસ્સું મુશ્કેલ છે. આમ છતાં હું ચોક્કસ સ્તર સુધી પહોંચવા માગું છું, હંમેશાંની જેમ જ.હું કાંઇક નવું કરવા માગું છું.
બે વર્ષ પછી ટચૂકડા પડદે પાછી ફરેલી શિલ્પા કહે છે કે હવે ટી.વી. ચોક્કસ પ્રકારે જ કામ કરી રહ્યું છે. 'ભાભીજી ઘર પર હૈ' કર્યા પછી મારા માટે એ સ્તરનું કામ મેળવવું મુશ્કેલ થઇ પડયું છે.છેલ્લા બે વર્ષમાં મને જે શોઝ ઑફર થયાંં તે એ સ્તર સુધીના નહોતા. અને હું કરવા ખાતર કોઇ કામ નથી કરવા માગતી.મને નથી લાગતું કે દર્શકો મને તેનાથી ઉતરતાં કિરદારમાં અપનાવશે.વળી માત્ર નાણાં રળવા કોઇપણ શો કરવાનો શો મતલબ?
શિલ્પા 'બિગ બૉસ-૧૧'ની વિજેતા હતી. અને આ શોમાં અગાઉ વિજેતા બનનારાઓ કે ભાગ લેનારાઓ તેની નવી સીઝન્સ જોયા વિના નથી રહી શક્તા. શિલ્પા કહે છે કે મેં પણ તેના થોડાં એપિસોડ્સ જોયા છે. જોકે હું આ શો ન જોવાના પ્રયાસો કરું છું. પરંતુ આ એવો શો છે જે તમે એક વખત જૂઓ તો તે વારંવાર જોવાની ઇચ્છા રોકી ન શકાય.તે વધુમાં કહે છે કે અમારી સીઝનમાં સ્પર્ધકો માત્ર લડાઇ-ઝગડાં નહોતા કરતાં. સ્વાભાવિક રીતે જ દર્શકો પણ અમારા ટાસ્ક જોઇને ખુશ થતાં હતાં. હું ઇચ્છું છું કે આ સીઝન જોઇને પણ દર્શકો રાજી થાય. મને આ વખતના 'બિગ બૉસ' હાઉસના સાજીદ ખાન, અબ્દુ ્ રોઝીક, સુમ્બુલ તૌકીર અને ગોરી નાગોરી ગમ્યાં છે.
જોકે અહીં એ વાતની નોંધ લેવી રહી કે 'મી ટૂ' કેમ્પેન દરમિયાન ઘણી મહિલાઓએ ફિલ્મ સર્જક સાજીદ ખાન તરફ આંગળી ચીંધી હોવાથી નેટિઝનો અને દર્શકો આ શોમાં તેની હાજરીથી નારાજ છે. પરંતુ શિલ્પા આ બાબતે કહે છે કે સાજીદ પરિપક્વ અને અનુભવી વ્યક્તિ છે. તે પોતાની જાતને પુરવાર કરવા તેમ જ કાંઇક નવું શીખવા આ શોમાં આવ્યો હોય એવું પણ બને.અગાઉ તેની સાથે જ ે થયું છે તેમાંથી બહાર આવવા, તેમાં સુધારો કરવા તે આ શોમાં આવ્યો હોય એવું પણ બને.તેનું નામ બહુ મોટું છે. તે અત્યંત ટેલેન્ટેડ છે એ વાતમાં બે મત નથી. તે 'બિગ બૉસ' હાઉસમાં પોતાનોદૃષ્ટિકોણ રજૂ કરી શકે,કાંઇક નવું શીખી શકે તો તેના માટે આ સારી તક છે.જો કોઇ પોતાની ભૂલો સ્વીકારીને તે સુધારવા માગતું ે હોય તો તે બહુ મોટી વાત કહેવાય.મને નથી લાગતું કે કોઇએ આ વાતને મોટો મુદ્દો બનાવવો જોઇએ.જે તે વ્યક્તિના ગુણ પણ જોવા જોઇએ.