Get The App

2023માં બોલિવુડ સિતારાઓનું નિધન

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
2023માં બોલિવુડ સિતારાઓનું નિધન 1 - image


-  પીટર પરેરા- સિનેમેટ્રોગ્રાફર-

 અવસાન-૧૦ -૧-૨૦૨૩.

હિન્દી ફિલ્મોમાં સિનેમેટ્રોગ્રાફી અને સ્પેશ્યલ ઇફેક્ટ્સ પુરી પાડવાનું કામ કરનાર પરેરાનું મુંબઇમાં ૯૩ વર્ષની વયે અવસાન થયું હતું. 

- કે. વિશ્વનાથ- ફિલ્મનિર્માતા-નિર્દેશક- 

અવસાનઃ ૩-૨-૨૦૨૩.

તેલુગુ ફિલ્મોના પીઢ નિર્માતા-નિર્દેશક. કળા તપસ્વી તરીકે જાણીતા કે. વિશ્વનાથને ૨૦૧૭માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ  એનાયત થયો હતો.  હિન્દીમાં તેમણે કામચોર ફિલ્મ બનાવી હતી. જેમાં રાકેશરોશન અને જયાપ્રદાની મુખ્ય ભૂમિકા હતી. અનિલકપૂર અભિનિત  ઇશ્વર ફિલ્મની કથા-પટકથા તેમણે લખી હતી. ૯૨ વર્ષની વયે તેમનું અવસાન. 

- વાણી જયરામ- ગાયિકા- 

અવસાનઃ ૪-૨-૨૦૨૩. માથામાં ઇજા થવાને પગલે તેમના ઘરમાં ચેન્નાઇમાં અવસાન. હિન્દી ફિલ્મ જગત તેમને બોલે રે પપિહરા...ગીતની ગાયિકા તરીકે ઓળખે છે. 

- જાવેદ ખાન અમરોહી- અભિનેતા-

અવસાનઃ ૧૪-૨-૨૦૨૩. 

૧૯૮૦ના  દશકમાં પોતાની ફિલ્મ અભિનેતાની કારકિર્દી શરૂ કરનારા આ અભિનેતાનો જન્મ મુંબઇમાં થયો હતો. ૭૨ વર્ષની વયે મુંબઇમાં અવસાન. 

- બેલા બોઝ- ડાન્સર-  અવસાનઃ ૨૦-૨-૨૦૨૩. 

હિન્દી ફિલ્મોની પીઢ અભિનેત્રી અને શાસ્ત્રીય નૃત્યાંગના. ૫૦ના દાયકાથી ૭૦ના દાયકા સુધી તે અરૂણાઇરાની અને હેલેનની જેમ જાણીતી ડાન્સર હતી. ૮૦ વર્ષની વયે મુંબઇમાં અવસાન. 

- સમીર ખખ્ખર- અભિનેતા- અવસાનઃ ૧૫-૩-૨૩

સિરિયલ નુક્કડમાં ખોપડીની ભૂમિકા ભજવી જાણીતા બનેલાં આ અભિનેતાનું ૭૧ વર્ષની અવસાન થયું  હતું. ૧૯૯૮ બાદ યુએસ જતાં રહેલાં આ અભિનેતાએ  ભારત પાછાં ફરી દસ વર્ષ ફિલ્મોમાં કામ કર્યું હતું. 

- પ્રદીપ સરકાર- દિગ્દર્શક -  અવસાનઃ ૨૪-૩-૨૩

લેખક, નિર્માતા અને નિર્દેશક પ્રદીપ સરકારનો જન્મ કોલકાતામાં થયો હતો. હિન્દી ફિલ્મ પરિણિતા દ્વારા તેમને મોટી પ્રસિદ્ધિ મળી હતી. ડાયાલિસિસ દરમ્યાન પોટેશિયમનું પ્રમાણ અચાનક ઘટી જતાં ૬૭ વર્ષની વયે મુંબઇની એક હોસ્પિટલમાં અવસાન.  

- ઉત્તરા બાવકર- અભિનેત્રી- 

અવસાનઃ ૧૨-૪-૨૦૨૩. 

રંગમંચ, ફિલ્મ અને સિરિયલોની મરાઠી અભિનેત્રીએ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. લાંબી બિમારીને અંતે ૭૯ વર્ષની વયે અવસાન. 

- વૈભવી ઉપાધ્યાય- અભિનેત્રી- 

અવસાનઃ ૨૦-૫-૨૦૨૩. 

ટીવી અને હિન્દી ફિલ્મોની અભિનેત્રી વૈભવીનું  હિમાચલ પ્રદેશમાં ૩૮  વર્ષની વયે અવસાન થયું હતું. તે  કુલ્લુ જઇ રહી હતી ત્યારે અકસ્માતમાં તેનું અવસાન થયું.  

-  સુલોચના લાટકર- અભિનેત્રી-

અવસાનઃ ૪-૬-૨૦૨૩. 

 હિન્દી ફિલ્મોમાં માતાની ભૂમિકાઓ ખૂબ ભજવી. ૯૪ વર્ષની વયે મુંબઇમાં શ્વસન તંત્રની બિમારીને કારણે અવસાન. 

- ગુફી પેન્ટલ -અભિનેતા-    અવસાનઃ   ૫-૬-૨૩. 

 ટીવી સિરિયલના જાણીતાં અભિનેતા ગુફી પેન્ટલ મહાભારત શ્રેણીમાં શકુનિની ભૂમિકા ભજવી ખ્યાતનામ થયા હતા.  ૭૮ વર્ષની વયે  તેમનું અવસાન થયું હતું. 

- મંગલ ધિલ્લોન -અભિનેતા- 

અવસાનઃ ૧૧-૬-૨૦૨૩. 

જાણીતાં અભિનેતા મંગલ ધિલ્લોનને કેન્સરની બિમારી હતી. તેમનું અવસાન લુધિયાણામાં એક હોસ્પિટલમાં થયું હતું. 

-  હરીશ મેગોન- અભિનેતા- 

અવસાનઃ ૧-૭-૨૦૨૩.  

૭૦ અને ૮૦ના દશકમાં  તેમણે ચૂપકેચૂપકે, ઇન્કાર, મુકદ્દર કા સિકંદર, નમકહલાલ અને શહેનશાહ જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું. ૭૬ વર્ષની વયે મુંબઇમાં તેમનું અવસાન થયું હતું. 

- રવિન્દ્ર મહાજની-અભિનેતા- 

 અવસાનઃ ૧૧-૭-૨૦૨૩. 

મરાઠી ફિલ્મોના વિનોદ ખન્ના તરીકે જાણીતાં રવિન્દ્ર મહાજનીનું પૂણે નજીક આવેલાં તળેગાંવ દાભાડેમાં અવસાન થયું હતું.  

- નિતિન દેસાઇ- પ્રોડકશન ડિઝાઇનર-

અવસાનઃ ૨-૮-૨૦૨૩. 

જાણીતાં કળા નિર્દેશક અને પ્રોડકશન ડિઝાઇનર નિતિન ચન્દ્રકાન્ત દેસાઇએ કર્જતમાં આવેલાં તેમના સ્ટુડિયોમાં માથે દેવું થઇ જવાને કારણે ૫૭ વર્ષની વયે તેમણે આત્મહત્યા કરી હતી. 

- સતીશ કૌશિક- અભિનેતા-નિર્દેશક  

 અવસાનઃ ૧૨-૮-૨૦૨૩. 

 ફિલ્મ મિસ્ટર ઇન્ડિયામાં કેલેન્ડરનું પાત્ર ભજવી વિખ્યાત થઇ જનારાં અભિનેતા સતીશ કૌશિક નુું ૬૬  વર્ષની વયે હાર્ટ એટેક આવતાં અવસાન થયું હતું.   

- પ્રયાગ રાજ -ગીતકાર-નિર્દેશક- 

અવસાનઃ ૨૩-૯-૨૦૨૩.

અમિતાભ બચ્ચન સાથે ઘણી ફિલ્મો કરનાર પ્રયાગરાજ પટકથાલેખક, ગીતકાર અને ફિલ્મ નિર્દેશક હતા. ૮૮ વર્ષની વયે મુંબઇમાં તેમનું અવસાન થયું હતું. 

- સંજય ગઢવી-: દિગ્દર્શક - 

અવસાનઃ ૧૯-૧૧-૨૦૨૩. 

ધૂમ અને ધૂમ-૨ ફિલ્મના નિર્દેશક સંજય ગઢવીનું ૫૭ વર્ષની વયે મુંબઇમાં તેમના નિવાસસ્થાને હાર્ટ એટેક આવતાં અવસાન થયું હતું. 

- રાજકુમાર કોહલી- નિર્માતા-નિર્દેશક 

અવસાનઃ  ૨૪-૯-૨૦૨૩.

એક્શન ફિલ્મો બનાવવા માટે જાણીતાં રાજકુમાર કોહલીનું હ્ય્દય બંધ પડી જવાને કારણે ૯૩ વર્ષની વયે  મુંબઇમાં અવસાન થયું હતું. તેમણે નાગિન અને જાની દુશ્મન જેવી સફળ ફિલ્મો આપી હતી. 

- જુનિ. મહેમૂદ-અભિનેતા-  અવસાનઃ ૮-૧૨-૨૩. 

અભિનેતા, દિગ્દર્શક અને લેખક જુનિયર મહેમૂદનું કેન્સરને કારણે મુંબઇમાં ૬૭ વર્ષની વયે અવસાન થયું હતું. ૧૯૬૭માં તેમણે બાળકલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. 

- તે ઉપરાંત અભિનેત્રી જમુના,  પામેલા ચોપડા-અભિનેતા નિતેશ પાંડે, ગીતકાર દેવ કોહલી, પાશ્વગાયિકા શારદા. જેવી હસ્તીઓએ પણ આ દુનિયાને અલવિદા કીધી હતી


Google NewsGoogle News