Get The App

બોલિવુડ કપલ્સઃ વયભેદ? એ વળી શું? .

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
બોલિવુડ કપલ્સઃ વયભેદ? એ વળી શું?                                  . 1 - image


બોલિવુડમાં એવા ઘણા યુગલો છે, જેમની વયમાં ઘણો મોટો તફાવત છે. સંજય દત્તથી લઇ શાહિદ કપૂરની જોડી આમાં સામેલ છે. 

રણબીર કપૂર-આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બોલીવૂડના સફળ કલાકારોમાંનું એક યુગલ છે. ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે કામ કરતાં કરતાં તેઓ પ્રેમમાં પડી ગયા હતા અને ફિલ્મ રિલીઝ પહેલા જ તેમણે લગ્ન પણ કરી લીધા હતા. આલિયા ભટ્ટ પતિ રણબીર કપૂર કરતાં વયમાં ૧૦ વરસ નાની છે. 

કેટરિના કૈફ-વિક્કી કૌશલ

કેટરિના કૈફ પતિ વિક્કી કૌશલ કરતાં પાંચ વરસ મોટી છે. ૩૮ વરસની કેટરિનાએ ૩૩ વરસના વિક્કી સાથે લગ્ન કર્યા છે. તેમણે ડિસેમ્બર ૨૦૨૨માં સવાઇ માધોપોરના સિક્સ સેંસેજ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. 

સૈફ અલી ખાન- કરીના કપૂર

સૈફ અલી ખાને પોતાના કરતાં ૧૦ વરસ નાની કરીના કપૂર સાથે લગ્ન કર્યા છે. તેમણે ૨૦૦૭માં ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને પાંચ વરસ પછી લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. 

શાહિદ કપૂર-મીરા રાજપૂત 

શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત કરતાં વયમાં ૧૪ વરસ મોટો છે.તેમણે એરેન્જડ મેરેજ કર્યા છે. 

સંજય દત્ત -માન્યતા દત્ત

સંજય દત્ત અને માન્યતા દત્ત વચ્ચે પણ વયમાં ખાસ્સો ફરક છે. સંજય દત્ત પત્ની માન્યતા કરતાં ૧૯ વરસ મોટો છે. જોકે તેમને વયના અંતરથી કોઇ ફરક પડતો નથી. તેમને બે બાળકો છે જેમના નામ ઇકરા અને શારાન છે. 

રિતેશ દેશમુખ-જેનેલિયા  ડિસોઝા

રિતેશ દેશમુખ પત્ની જેનેલિયા કરતાં વયમાં ૯ વરસ મોટો છે. અલગ-અલગ ધર્મના હોવા છતાં એકબીજાને પ્રેમ કરી બેઠા હતા અને ૨૦૧૨માં લગ્ન કરી લીધા હતા. 

કબીર-બેદી પરવીન દુસાંઝ

કબીર બેદી પત્ની પરવીન કરતાં ૨૯ વરસ મોટો છે. પરવીન કબીરની ચોથી પત્ની છે. તેમણે ૨૦૧૬માં લગ્ન કર્યા હતા. કબીરે જ્યારે પ્રથમ લગ્ન કર્યા હતા ત્યારે પરવીન ફક્ત છ વરસની હતી. 

ધર્મેન્દ્ર-હેમા માલિની

ધર્મેન્દ્ર પત્ની  હેમા માલિની કરતાં વયમાં ૧૩ વરસ મોટો છે. ધર્મેન્દ્રના હેમા માલિની સાથેના બીજા લગ્ન છે. તેના પહેલા લગ્ન વખતે હેમા માલિનીની વય ફક્ત ૬ વરસ હતી. 

મિલિન્દ સોમન-અંકિતા કવર

મિલિંદ સોમન પપત્ની અંકિતા કરતાં ૨૬ વરસ વયમાં મોટો છે. બન્નેએ લાંબા સમય સુધી ડેટ કરી હતી અને ૨૦૧૮માં લગ્ન કરી લીધા હતા. તેમની વયમાં ખાસ્સો તફાવત હોવાને કારણે બન્નેના લગ્ન માટે ટીપ્પણીઓ થઇ હતી. 

પ્રિયંકા ચોપરા-નિક જોનાસ

ગ્લોબલ સેલિબ્રિટી પ્રિયંકા  ચોપરા પતિ નિક જોનાસ કરતાં ૧૦ વરસ વયમાં મોટી છે. તેમના લગ્નની ચર્ચા દુનિયાભરમાં થઇ હતી. 

સૈફ અલી ખાન-અમૃતા સિંહ

સૈફ અલી ખાનના અમૃતા સિંહ સાથેના પ્રથમ લગ્ન હતા. તેમણે ૧૯૯૧મા ંલગ્ન કર્યા હતા. સૈફ પત્ની અમૃતા કરતાં ૧૨ વરસ નાનો છે. જોકે ૧૩ વરસના લગ્નજીવન પછી ૨૦૦૪માં તેઓ છુટા પડી ગયા હતા અને સૈફે કરીના સાથે લગ્ન કર્યા હતા. સૈફે જ્યારે અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા ત્યારે  કરીના કપૂર ફક્ત ૧૧ વરસની વયની હતી. 

અભિષેક બચ્ચન-ઐશ્વર્યા રાય

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના વયમાં ફક્ત ૨ વરસનો જ ફરક છે. અભિષેક પત્ની ઐશ્વર્યા કરાતં ૨ વરસ નાનો છે. મણિરત્નમની ગુરુ ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો.

કરણ સિંહ-ગ્રોવર-બિપાશા બાસુ

કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુ વચ્ચે ૩ વરસનો ફરક છે. કરણ પત્ની બિપાશા કરતાં ૩ વરસ નાનો છે. ફિલ્મ અલોનના શૂટિંગ વખતથી તેઓ પ્રેમમાં પડયા હતા અને ૨૦૧૬માં તેમણે લગ્ન કરી લીધા હતા. 

આ સિવાય પણ મોટો વયભેદ ધરાવતા ઘણાં યુગલો છે. જેમકે નેહા ધૂપિયા-અંગદ બેદી, દિલીપકુમાર-સાયરા બાનો, રાજેશ ખન્ના-ડિમ્પલ, કિશોરકુમાર-લીના ચંદાવરકર વગેરે. 


Google NewsGoogle News