Get The App

લોર્ડ બોબીનો જય હો .

Updated: Feb 1st, 2024


Google NewsGoogle News
લોર્ડ બોબીનો જય હો                                              . 1 - image


- નજીકના ભવિષ્યમાં બોબી 'કાંગુવા'  ઉપરાંત 'સૂરરાઈ પોટ્ટરુ' નામની દક્ષિણી ફિલ્મના હિન્દી રિમેકમાં પણ દેખાશે. આ ફિલ્મનો હીરો અક્ષયકુમાર છે.

જ બરું દ્રશ્ય છે. વિચિત્ર વેશભૂષા ધરાવતી સ્ત્રીઓની જમઘટ થઈ છે. તેમણે માથે લાંબા શિંગડાંવાળો મુગટ પહેર્યો છે. આ સ્ત્રીઓની વચ્ચોવચ્ચ એક પુરુષ તંગ ચહેરે ઊભો છે. લાંબા વાળ, ઘેઘુર દાઢી, રોમન સૈનિક જેવો પોષાક. તમામ સ્ત્રીઓનું ધ્યાન આ પુરુષ પર છે. એને લગભગ વળગીને એ ઊભી છે. કોઈ સુપરનેચરલ અથવા તો હોરર ફિલ્મના સીન જેવું આ દ્રશ્ય છે. વેલ, આ ફિલ્મનું જ દ્રશ્ય છે. રિસ્મનું ટાઇટલ છે, 'કાંગુવા'.  ફિલ્મ સાઉથ ઇન્ડિયન છે અને વચ્ચે પેલો જે ખલનાયક જેવો ડરામણો પુરૂષ ઊભો છે એ છે બોબી દેઓલ. 'એનિમલ' ફિલ્મ પછી એકાએક વિસ્ફોટ સાથે સપાટી પર આવી ગયેલા બોબી દેઓલની નેક્સ્ટ ફિલ્મનો લૂક છે. 'કાંગુવા'નો હીરો સૂરીયા છે, હિરોઈન દિશા પટની છે અને ડિરેક્ટર છે, શિવા. બોબીના પાત્રનું નામ છે, ઉધીરણ. બોબી હવે એટલો હિટ એન્ડ હેપનિંગ બની ગયો છે કે એની નવી ફિલ્મનું પોસ્ટર પર 'ન્યુઝ' બની જાય છે. 

સુપરડુપર હિટ 'એનિમલ' ફિલ્મ નેટફ્લિક્સ પર મૂકાઈ ચૂકી છે. અહેવાલ તો એવા હતા કે નેટફ્લિક્સ પર મૂકાનારાં વર્ઝનમાં એડિટિંગમાં કપાઇ ગયેલાં દ્રશ્યો ઉમેરવામાં આવશે. લગભગ આઠેક મિનિટ જેટલાં નવાં દ્રશ્યો ઉમેરાવાનાં હતાં, જે આપણે બિગ સ્ક્રીન પર જોયાં નહોતાં. 'એનિમલ'નાં ચાહકોને આ નવાં સીન જોવાની ભારે ઉત્સુકતા હતી. ફિલ્મના ક્લાઇમેક્સમાં રણબીર કપૂર અને બોબી દેઓલ વચ્ચે કિંસિંગ સીન ફિલ્માવવામાં આવ્યો હતો, જે બિગ સ્ક્રીન પર દેખાડવામાં આવ્યો નહોતો. ઓટીટીનું ઓડિયન્સ આ બે જાની દુશ્મનો વચ્ચે થતી આ ચેષ્ટાને પણ જોવા માગતો નહોતો. ખેર, નેટફ્લિક્સ વર્ઝનમાં એ પણ નવું દ્રશ્ય ઉમેરાયું નથી એટલે ઓડિયન્સ થોડું નિરાશ થયું છે.    

બોબીને આ અઠવાડિયે પંચાવનમું વર્ષ બેઠું. ઇન ફેક્ટ, બોબીના બર્થડે પર જ 'કાંગુઆ'નું આ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. બોબીએ ફિલ્મી કરીઅરમાં બોબીએ ઘણી ચડતીપડતી જોઈ છે. બોબીની કારકિર્દીમાં 'ગુપ્ત', 'સોલ્જર', 'હમરાઝ', 'અજનબી', 'અપને', 'હાઉસફુલ ફોર' જેવી હિટ ફિલ્મો બોલે છે, તો સામે પક્ષે, કેટલીય ફ્લોપ ફિલ્મો પણ બોલે છે. છેલ્લાં વર્ષોમાં બોબીની ફિલ્મો કાં તો ચાલતી નહોતી અથવા આવતી જ નહોતી. બેકારી અને નિષ્ક્રિયતાના આ સમયગાળાએ બોબી માટે માનસિક સ્તરે તોડી પાડયો હતો. દીકરા બોબીની પત્નીને પૂછવા લાગ્યા હતાઃ મમ્મી, તું કામ કરવા બહાર જાય છે, પણ ડેડી કેમ આખો દિવસ ઘરમાં બેસી રહે છે? બોબી માટે આ સાંભળવું બહુ આકરું હતું. એણે નક્કી કરી લીધુંઃ ઇનફ ઇઝ ઇનફ. આ રીતે નહીં ચાલે. મારે મારા જીવન પર કાબૂ મેળવવો જ પડશે. 

ભલું થજો 'આશ્રમ' વેબ સિરીઝનું કે તેની સફળતાએ બોબીને પાછો લાઇમલાઇટમાં લાવી દીધો. કાશીપુરવાલે બાબા જેવા દંભી ધર્મગુરુની નેગેટીવ ભૂમિકા બોબીએ પહેલી જ વખત ભજવી. બોબીએ આ પાત્રને એટલું જીવંત બનાવી દીધું કે દર્શકોએ અને બોલિવુડે  એને નવા નેગેટીવ અવતારમાં પણ સ્વીકારી લીધો. બાકીની કસર 'એનિમલ'એ પૂરી કરી દીધી. 'એનિમલ'નો ટચૂકડો રોલ પોતાની કરીઅરને આટલું જબરદસ્ત બૂસ્ટ કરી દેશે એવી કલ્પના બોબીએ કે બીજા કોઈએ કરી નહોતી. 'એનિમલ'ની સિક્વલ 'એનિમલ પાર્ક'માં બોબીનો ખાસ્સો લાંબો-પહોળો રોલ હશે તે નિશ્ચિત છે. આ ફિલ્મ જોકે દોઢ-બે વર્ષ પછી આવશે. નજીકના ભવિષ્યમાં બોબી 'કાંગુવા' ઉપરાંત 'સૂરરાઈ પોટ્ટરુ' નામની દક્ષિણી ફિલ્મના હિન્દી રિમેકમાં પણ દેખાશે. આ ફિલ્મનો હીરો અક્ષયકુમાર છે. બોબીના ચાહકોના મોઢે હવે તો આ એક જ સ્લોગન છેઃ

લોર્ડ બોબીનો જય હો!


Google NewsGoogle News