Get The App

ખુશ રહો... રોજેરોજ! રશ્મિકા મંદાના

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
ખુશ રહો... રોજેરોજ! રશ્મિકા મંદાના 1 - image


- રશ્મિકાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે એને ભાષાના સીમાડા નડતા નથી. તેનું ડેબ્યુ કન્નડ ફિલ્મમાં થયું હતું, પણ પછી તેણે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને પોતાની વર્સેટાલિટી પૂરવાર કરી. એ દરેક ભાષાના ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકે છે. કોઈ પણ આર્ટિસ્ટ માટે ઓડિયન્સ સાથે સંધાન કરી શકવાની ક્ષમતા નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. 

'જિંદગી ખૂબ નાજુક અને ટૂંકી છે, મિત્રો. કાલે આપણે હોઈશું કે નહીં એની કોઈને ખબર નથી. તેથી ખુશ રહેવાનો વિકલ્પ પસંદ કરો - રોજેરોજ!'

ના, આ કોઈ મોટિવેશનલ સ્પીકરના શબ્દો નથી. આ તો 'નેશનલ ક્રશ' રશ્મિકા મંદાનાની બોધવાણી છે. એને એકાએક આ બહ્મજ્ઞાાન લાધવાનું કારણ એ છે કે થોડા સમય પહેલાં નાનકડું એક્સિડન્ટ થઈ જવાથી એ ઘાયલ થઈ ગઈ હતી. ડોક્ટરે એને થોડા દિવસ માટે સંપૂર્ણપણે આરામ ફરમાવવાનો આદેશ આપ્યો હતો. આરામની આ પળોમાં જ એણે સોશિયલ મીડિયા પર આ પ્રેરક વાણી ઉચ્ચારી હતી. 

બાકી મંદાના આમ જોવા જાઓ તો બિઝી બિઝી છે. એની એક મસ્તમજાની ફિલ્મ 'છાવા' આ વર્ષના અંતે રિલીઝ થવાની છે. આ ઐતિહાસિક ફિલ્મમાં વિકી કૌશલ છત્રપતિ સંભાજી બન્યો છે અને રશ્મિકા બની છે એમની પત્ની, યેસુબાઈ ભોંસલે. લક્ષ્મણ ઉતેકરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ટીઝર ખાસ્સું પ્રભાવશાળી છે. લોકો 'પુષ્પા'ની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. 'પુષ્પા: ધી રૂલ'માં રશ્મિકા ફરીથી શ્રીવલ્લીની ભૂમિકામાં જોવા મળશે. સલમાન ખાનની હિરોઈન બનવા માટે નટીઓ પડાપડી કરતી હોય છે (એક કંગના રનૌતને બાદ કરતા!ં). સલમાનની આગામી ફિલ્મ 'સિકંદર'માં રશ્મિકા મેઇન હિરોઈન તરીકે જોવા મળશે. 'ગજિની'ફેમ એ.આર. મુરુગદોસ ફિલ્મના ડિરેક્ટર છે. એવું નથી કે રશ્મિકાને હવે ફક્ત બોલિવુડની ફિલ્મોમાં જ રસ છે. એક કરતાં વધારે ભાષામાં બનનારી 'કુબેરા'માં રશ્મિકા ધનુષ અને નાગાર્જુન જેવા દક્ષિણના ધૂરંધરો સાથે કામ કરશે. રશ્મિકાના ચાહકો એની 'ધી ગર્લફ્રેન્ડ'ની પણ રાહ જોઈ રહ્યા છે. 

 રશ્મિકા મંદાનાનો કરીઅર ગ્રાફ ભલે પ્રભાવશાળી લાગે, પણ મજાની વાત એ છે કે નાનપણમાં એ પોતે ફિલ્મોથી જરાય પ્રભાવિત નહોતી. એને તો ડોક્ટર બનવું હતું, પણ વિધાતાએ એની કુંડળીમાં અભિનેત્રી બનવાનું લખ્યું હતું. ૨૦૧૬માં કન્નડ ફિલ્મ 'કિરિક પાર્ટી'થી એણે અભિનય ક્ષેત્રે શરૂઆત કરી. કન્નડ ફિલ્મ ઉદ્યોગમાં સૌથી આશાસ્પદ નવી પ્રતિભા તરીકે આ ફિલ્મે તેને પ્રસ્થાપિત કરી દીધી. પહેલી જ ફિલ્મ હિટ થઈ એટલે એનો રસ્તા પ્રમાણમાં આસાન બની ગયો. એનું સ્માઇલ અને સહજ અભિનય ઓડિયન્સને ખૂબ ગમી ગયાં. ૨૦૧૮માં આવી 'ગીતગોવિંદમ', જેણે તેલુગુ સિનેમામાં તરખાટ મચાવ્યો. આ ફિલ્મે રશ્મિકાને સાચા અર્થમાં સ્ટાર બનાવી દીધી. 

રશ્મિકાનો સૌથી મોટો પ્લસ પોઇન્ટ એ છે કે એને ભાષાના સીમાડા નડતા નથી. તેનું ડેબ્યુ કન્નડ ફિલ્મમાં થયું હતું, પણ પછી તેણે તેલુગુ, તમિલ અને હિન્દી ફિલ્મોમાં કામ કરીને પોતાની વર્સેટાલિટી પૂરવાર કરી. એ દરેક ભાષાના ઓડિયન્સ સાથે કનેક્ટ થઈ શકે છે. કોઈ પણ આર્ટિસ્ટ માટે ઓડિયન્સ સાથે સંધાન કરી શકવાની ક્ષમતા નિર્ણાયક ભૂમિકા ભજવતી હોય છે. આજની તારીખે આખા ભારતમાં રશ્મિકાના ચાહકો છે. 

રશ્મિકા સોશિયલ મીડિયાની ગેમ પણ બરાબર સમજી ગઈ છે. આજે એના ફોલોઅર્સની સંખ્યા મિલિયન્સમાં છે. પોતાની નવી ફિલ્મોને પ્રમોટ કરવા ઉપરાંત રશ્મિકા પોતાના અંગત જીવનની ઝલક પર શેર કરતી રહે છે. સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે એ રિલેશનશિપમાં છે, પણ બન્નેમાંથી કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. ખેર, પોતાનું અંગત જીવન કેટલું જાહેર કરવું ને કેટલું નહીં તે સૌએ સ્વયં નક્કી કરવાનું હોય છે, ખરું?  


Google NewsGoogle News