Get The App

અરમાન મલિક : હું સંગીતના સીમાડા તોડવા માગું છું...

Updated: Nov 21st, 2024


Google NewsGoogle News
અરમાન મલિક : હું સંગીતના સીમાડા તોડવા માગું છું... 1 - image


ગાયક અને  ગીતકાર અરમાન  મલિકે  સંગીત  ક્ષેત્રે   એક અનેરી  સિદ્ધિ  હાંસલ  કરી છેે અને આવી  સિદ્ધિ   તેણે ત્રીજીવાર  મેળવી  છે. એમટીવી   યુરોપ મ્યુઝિક એવોર્ડ્સ (ઈએમએ)  માટે  તેને ત્રીજું નોમિનેશન  મળ્યું. અલબત્ત, વિજેતા કોઈ ઔર બન્યું.  આ અંગે  અરમાન મલિક કહે છે, ' આ પહેલાં  મેં આવું  સન્માન  બે વાર મેળવ્યું  છે અને ત્રીજું  નોમિનેશન  વધુ અર્થપૂર્ણ  લાગે છે.  વૈશ્વિક  મંચ પર ભારતનું પ્રતિનિધિત્વ  કરવું એ એક મોટું  સન્માન  છે  અને  તે મને સીમાઓને આગળ ધપાવવા  અને વિશ્વના  મંચ પર  અમારા  અનોખા અવાજને લાવવા માટે પ્રેરિત  કરે છે, જે અતિવાસ્તવનો અનુભવ છે.'

અરમાન મલિકેને  બેસ્ટ   ઈન્ડિયન  એક્ટ કેટેગરીમાં  આ નોમિનેશન  મળ્યું હતું. જેમાં તેની સાથે  બ્રિટિશ ગાયક કેલમ સ્કોટ પણ  છે. અરમાન  મલિકે એ વાતની નોંધ  કરી  છે કે  એક કલાકાર તરીકે તેનો વિકાસ ઘણો મહત્ત્વપૂર્ણ  રહ્યો છે.  એ કહે છે, 'મને લાગે છે  કે દરેક ગીત સાથે હું મારા પોતાનામાં પ્રવેશી રહ્યો  છું. હું એક સાથે  બીજા કલાકાર તરીકે વિકાસ પામી રહ્યો છું, જેવો હું હંમેશાં  બનવા માગતો હતો. હું હમેશાં માનતો હતો કે હું છું અને હું બનવાની  આશા રાખું છું, આ ગાયક તેની વૃદ્ધિનું  શ્રેય  અંગ્રેજી  પોપ, તમિલ, તેલુગુ સહિતની ભાષામાં  તેના વૈવિધ્યકરણને  સમર્પિત  કરે છે.

આ સાથે જ  જ અરમાન  મલિક કહે છે, 'હું માનું છું  કે હું અખંડ  ભારતનો  ગાયક છું. એક કલાકાર તરીકે,  હું  વિશ્વના  વિવિધ ભાગોમાંથી વિવિધ શૈલીના  કલાકારો સાથે  સહયોગ કરીને મારી સંગીતની  સીમા તોડી રહ્યો છે - તેને વિકસાવી રહ્યો છું.  આ બાબત મને મારી જાતને અભિવ્યક્ત  કરવાની  સ્વતંત્રતા  આપે  છે.  પ્લેબેક  સિંગર તરીકે ખૂબ જ પ્રતિબંધિત  હતો, પરંતુ એક સ્વતંત્ર  કલાકાર  તરીકે મને લાગે છે કે હું મારા સંગીત  અને કળાત્મકતાને આકાર આપવાની સ્વતંત્રતા  મેળવી  શક્યો  છું,'  એમ તેણે  ઉમેર્યું હતું.

કેલમ સ્કોટ  સાથેના  તેમના સહયોગ  અંગે વાતો કરતાં અરમાન  મલિકે  કહ્યુ ંહતું  કે 'આ બાબત તો મને શરૂઆતથી  જ સ્વાભાવિક  લાગી હતી.  આ સાથે જ જ તેણે  ઉમેર્યું  હતું કે કેલમ અને હું બંને ભાવનાત્મક, પ્રેમગીતો  ગાવા માટે  જાણીતા હોવાતી અમારું આ અદ્ભુત  જોડાણ  હતું. આટલું જ નહીં, ગીત  અમારા   પ્રથમ  સત્રમાં એક સાથે   આવ્યું હતું.  તેણે જ મને મારી પોતાની લાગણીને વધુ  ઊંડાણથી લેવા માટે  દબાણ કર્યું, ' એમ  તેણે  સમાપન કરતાં જણાવ્યું હતું.


Google NewsGoogle News