અંજના સુખાની : જિંદગીમાં ઝાઝા વિકલ્પો અવઢવ નોતરે
'સ લામ -એ-ઈશ્ક', 'ગોલમાલ રિટર્ન્સ', 'કમાલ ધમાલ માલામાલા' જેવી ફિલ્મોમાં કામ કરનાર અભિનેત્રી અંજના સુખાનીએ હવે સૂરજ બડજાત્યની સૌપ્રથમ વેબ-સીરિઝ 'બડા નામ કરેંગે' માં કામ કરીને પોતાનું નામ વધુ મોટું કર્યું છે. થોડા સમય માટે સ્ક્રીનથી દૂર રહેલી અંજનાએ વેબ-સીરીઝ 'સાસ, બહુ, અચાર પ્રા.લિ. ' દ્વારા વાપસી કરી. મહત્ત્વની વાત છે કે આજની તારીખમાં જ્યાં યુવાન યુગલો નાની નાની વાતમાં પોતાના લગ્ન તોડવા તૈયાર થઈ જાય છે ત્યાં સૂરજ બડજાત્યાની આ વેબ-સીરિઝમાં એરેન્જ મેરેજની કહાણી વણી લેવામાં આવી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અંજનાએ આ સીરીઝમાં 'બુઆ'ની ભૂમિકા અદા કરી છે. અદાકારા આ બાબતે કહે છે કે આ શોના દિગ્દર્શક પલાશ વાસવાની હતાં. મેં તેમની સીરિઝ 'ગુલ્લક' જોઈ ત્યારથી તેમની સાથે કામ કરવા માગતી હતી. જ્યારે આ સીરીઝના નિર્માતા સૂરજ બડજાત્યા સાથે કામ કરવું તો પ્રત્યેક કલાકારનું શમણું હોય છે. અદાકારા કબૂલે છે કે મને 'બુઆ' નો રોલ ઓફર થયો ત્યારે મેં પણ નહોતું વિચાર્યું કે હું આ કિરદાર ભજવવા રાજી થઈશ. પરંતુ જ્યારે મેં આ રોલ વાંચ્યો ત્યારે મને તે રસપ્રદ લાગ્યું અને મેં તે સ્વીકારી લીધું. મારા મતે સમગ્ર સીરીઝમાં મારી ભૂમિકા સૌથીવધુ જટિલ છે. 'બુઆ' સંખ્યાબંધ ઈમોશન્સમાંથી પસાર થાય છે. મેં અગાઉ ક્યારેય આવું પાત્ર નથી ભજવ્યું.
અંજના 'બડા નામ કરેંગે' ના કથાનક વિશે કહે છે કે તેમાં એરેન્જ મેરેજની વાત કરવા ફોકસ કરવામાં આવ્યું છે તે જેન ડ એટલે કે આધુનિક યુવા પેઢીને બરાબર લાગૂ પડશે. મારા મતે આજની યુવા પેઢી પોતાના મૂળિયા તરફ પરત ફરી રહી છે. ત્રણ વર્ષ પહેલાં સ્વયં લગ્નના બંધાયેલી આ અદાકારા માને છે કે હમણાં એવો તબક્કો ચાલી રહ્યો છે જ્યાં યુવાનો યુગલો તથ્યહીન વાતોમાં વિખૂટા પડવા તૈયાર થઈ જાય છે. પણ ટૂંક સમયમાં એવો તબક્કો આવશે જ્યારે તેઓ પરિપક્વ બનીને પોેતાના મૂળિયા તરફ પરત ફરશે. આજે ભલે યુવકો તેમ જ યુવતીઓને એમ લાગતું હોય કે તેમની પાસે ઘણાં વિકલ્પો છે. પરંતુ ઝાઝાં ઓપ્શન મૂંઝવણ અને અવઢવ પેદા કરે છે. જિંદગીમાં વારંવાર નવા ન ા વિકલ્પો પર પ્રયોગો ન કરાય. જીવન સ્થિર હોવું જોઈએ. આજે સંબંધો તૂટવાનું એક મોટું કારણ મહિલાઓની આત્મનિર્ભરતાને માનવામાં આવે છે. સ્ત્રીઓ પગભર હોવી જ જોઈએ. પરંતુ તે તેમના વિવાહ વિચ્છેદનું કારણ ન બને તેનું ધ્યાન રાખવું અત્યાવશ્યક છે.
અંજનાને મનોરંજન જગતમાં આવ્યે બબ્બે દશકના વહાણા વાઈ ગયા. પ્રારંભિક તબક્કે તેણે સફળ ફિલ્મો આપી. ત્યાર પછી તેની કારકિર્દીમાં બ્રેક આવ્યો. અને હવે તે ઓટીટી પર છવાઈ રહી છે. આવી સ્થિતિમાં એવો પ્રશ્ન થવો સહજ છે કે તેની કિસ્મતનો સિતારો ઝળાંહળાં ક્યારે થશે? આના જવાબમાં અદાકારા કહે છે કે મારું સૌથી સબળ પાસું એ છે કે હું કોઈ ચોક્કસ છબિમાં કેદ નથી થઈ ગઈ. મેં અત્યાર સુધી અલગ અલગ પ્રકારના પાત્રો ભજવ્યાં છે. અને આગામી સમયમાં પણ આ ઉપક્રમ જારી રાખીશ. હા, મારા કેટલાંક રોલ પસંદ કરવામાં આવ્યાં અને કેટલાંક નહીં. આમ છતાં હવુ દ્રઢપણે માનું ુ છું કે દરેક કલાકારની કિસ્મત ક્યારેક તો અચૂક ચમકે છે. મારી પણ ચમકશે.