અનિલ શર્માની સાફ વાત : મારી ફિલ્મો બૌદ્ધિકોએ ન જોવી
- 'હું કદી ઓડિયન્સને ધ્યાનમાં રાખી સ્ક્રિપ્ટ લખતો નથી. એ જ રીતે, મારી ફિલ્મોનાં દ્રશ્યો પણ લોકોની તાળીઓ મેળવવા નથી લખાતાં. કોઇ પણ સ્ટોરીમાં એક ઈમોશન હોવી જોઈએ.' '
મનમોહન દેસાઈ અને ડેવિડ ધવનની જેમ અનિલ શર્મા પણ માસ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મો બનાવે છે અને એમને એ વાતનો બિલકુલ છોછ નથી. શર્માની બે સુપરડુપર હિટ ફિલ્મો 'ગદર' અન ે'ગદર-૨' એની સાક્ષી પૂરે છે. ખાસ રીને 'ગદર' માટે શર્માજી પર સમીક્ષકો એવો આરોપ મુકતા આવ્યા છે કે એમની ફિલ્મો વધુ પડતી 'જિન્ગોસ્ટિક' છે, એમાં દેશભક્તિનો ઓવરડોઝ છે. તાજેતરમાં રાઈટર ડિરેક્ટરની નવી ફિલ્મ 'વનવાસ ' (નાના પાટેકર, ઉત્કર્ષ શર્મા) ના ટ્રેલર રિલિઝ ફંક્શનમાં મીડિયાએ એમને આ આક્ષેપની યાદ દેવડાવી ત્યારે અનિલ શર્માએ નિસંકોચપણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું, 'મેં પહેલીવાર જ્યારે આ વિશે સાંભળ્યું ત્યારે ડિક્શનરીમાં જિન્ગોઈઝમ' નો અર્થ શોધ્યો. એ જાણ્યા પછી હું કહીશ કે મેં વૈસી હી ફિલ્મ બનાતા હું જૈસા કિ એક આમઆદમી સોચતા હૈ. ના વો ખુદ વિશેષ આદમી હું ઔર ના હી મૈં. વિશેષ લોગો કે લિયે ફિલ્મ બનાતા હું. મેં મેરી ફિલ્મ કો જિન્ગોઈસ્ટિક સોચતે હૈ, વો કૃપયા ના દેખે. ક્યોંકિ યે ઉનકે લિયે નહીં હૈ. અમે (ફિલ્મમેકર્સ) અહીં સાયન્સ કે લૉ ભણાવવા નથી આવ્યા. એ માટે કૉલેજો છે. મારા મતે એક ફિલ્મ મેકરનું કામ લોકેને એન્ટરટેનમેન્ટ કરવાનું છે. એક્શન, મ્યુઝિક, ડાન્સ, રોમાન્સ, યે હી મેરા મોટ્ટો હૈ. લાર્જર ધન લાઈફ ફિલ્મ બનાવી. એવી સ્ટોરી બનાવવી જે રિયલ ન હોય, પણ છતાં એ દર્શકોને એ રિયલ લાગે એવી ફિલ્મ બનાવવી.'
'ગદર : એક પ્રેમકથા'નો સની દેઉલનો પ્રચંડ તાકાત સાથે હેન્ડપંપ ઉખાડી દેવાનો સીન એક આઈકોનિક સિક્વન્સ બની ગઈ છે. આજે વરસો પછી પણ સિનેમાપ્રેમીઓ એના વિશે ચર્ચા કરે છે. એ સંદર્ભમાં શર્મા એક નવી વાત કરે છે, 'આ સીન ફિલ્માવાયા પહેલા એના પર ચર્ચા કરવા અ ે બે કલાક શુટિંગ રોકી દીધું હતું. ઘણાએ એને ઈલ્લોજિકલ (અતાર્કિક) ગણાવી એની સામે વાંધો લીધો હતો, પરંતુ મેં એમને એવું કહીને સમજાવી લીધા કે ક્યારેક આક્રોશ માણસના સમગ્ર અસ્તિત્વનો કબ્જો લઈ લે છે. ક્યારેક આપણને પણ એટલો ગુસ્સો નથી આવતો કે જે દેખાય એ બધું તોડી ફોડી નાખીએ. લાગણીની આ પરાકાષ્ઠા છે. જાનતા હું કી હેન્ડપંપ ઉખાડા નહીં જા શકતા લેકિન લોગોં ઈતના બિલીવ કરવા દેના કી યે સચ હૈ- યે આસાન કામ નહિં હૈ. યે મનમોહન દેસાઈ કરતે થે, કે. આસિફને 'મુગલે આઝમ', મેહબૂબ સાહબને 'મધર ઈન્ડિયા' ઔર રમેશ સિપ્પીજીને 'શોલે' મેં કિયા.
શર્માની મૂવીઝની એક ખાસિયત રહી છે કે એમની ફિલ્મોના ડાયલોગ્સ લોકોને વરસો સુધી યાદ રહે છે, પછી એ 'ગદર' હોય કે 'અમને' એ વિશે ઈવેન્ટમાં પૂછાતા રાઈટર- ડિરેક્ટર એની પાછળનો રાઝ શેયર કરે છે, 'હું કદી ઓડિયન્સ (દર્શકો) ને માઈન્ડમાં રાખી સ્ક્રિપ્ટ લખતો નથી. એ જ રીતે, મારી ફિલ્મોના સીન્સ પણ લોકોની તાળીઓ મેળવવા નથી લખાતા, સ્ટોરીમાં એક ઈમોશન હોવી જોઈએ. મને લાગે કે આ ઈમોશન ૧૦૦ કરોડ લોકોને અપીલ કરશે તો જ હું એને કેન્દ્રમાં રાખી સ્ટોરી ડેવલપ કરું છું. મૈં હર સીન કહાની કી જરૂરત હૈ હિસાબ સે લિખતા હું.'