અહમદ ખાનની આગાહી કમર્શિયલ મૂવીઝ અજરાઅમર છે
- 'વૈસે નાઈન્ટીઝ મેં મેં ભી બદતમીઝ થા. મને એવું લાગતું કે તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હો તો થોડા અભિમાની બનવામાં વાંધો નહીં. પરંતુ આજે એવું નથી.'
બોહુ ઓછા લોકો જાણે છે કે બાગી-૨, બાગી-૩ અને હીરોપંતી જેવી એક્શન ફિલ્મો આપી ચુકેલા ડિરેક્ટર અહમદ ખાને ૧૯૮૬માં અનિલ કપૂરની હિટ મૂવી 'મિ. ઈન્ડિયા' ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ચાઈલ્ડ એક્ટરમાંથી તેઓ ૨૫ વરસ સુધી ઈન્ડસ્ટ્રીના ટોપના કોરિયોગ્રાફર રહ્યા. પછી ડિરેક્શન પર હાથે અજમાવ્યો. એક્શન ફિલ્મો કર્યા બાદ હવે તેઓ આઉટ એન્ડ આઉટ કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ' લઈને આવી રહ્યાં છે. એ સક્સેસફુલ વેલકમ ફ્રેન્ચાઈસની ત્રીજી ફિલ્મ છે.
અહમદ ખાનની વેલકમ ટુ ધ જંગલમાં અક્ષયકુમાર, જેકલીન ફર્નાન્ડિસ, દિશા પટાણી, આફતાબ શિવદાસાની, લારા દત્તા અને શ્રેયસ તળપદે સહિતની મોટી સ્ટારકાસ્ટ છે. અગાઉ મૂવીની કાસ્ટમાં સંજય દત્ત પણ હતો. પરંતુ એણે કોઈ અગમ્ય કારણસર છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી દીધી. એને પગલે ઈન્ડસ્ટ્રીમાં અને સોશ્યલ મિડીયા પર જાતજાતની શંકા-કુશંકાઓ થઈ. તાજેતરમાં એક ઈવેન્ટમાં ખાનને અમુક પરિચિત પતાર્કોરોનો ભેટો થઈજતા એમણે એ વિસે ખુલાસો કરવાની તક ઝડપી લેતા કહ્યું, 'નાની-મોટી ઘણી ફિલ્મોમાં કાસ્ટ બદલાતી હોય છે. એ કોઈ નવી વાત નથી. અમારી મૂવીાં સંજય દત્તનો સારો રોલ હતો લેકિન સબકી ડેટ્સ મેને જ કરના મુશ્કિલ હો ગયા થા : સંજયે ફક્ત ૧ દિવસ શૂટિંગ કર્યા બાદ ફિલ્મ છોડી દીધી. અમે એની જગ્યાએ બીજો એક્ટર લીધો છે કે પછી સ્ક્રીપ્ટમાં ફેરફાર કરી નવું કેરેક્ટર (પાત્ર) સામેલ કર્યું છે એ વિશે હું તમને કોઈ કહી નહિ શકું. એટલા માટે કે એમાંથી નવી વાતો ચાલી થઈ જશે કે પહેલે ઉસકો લિયા થા બાદ મેં ઉસકો લિયા ગયા વગેરે વગેરે.
મિડીયાએ સંજુબાબાની એક્ઝિટ વિશેના ખુલાસાથી સંતોષ ન માની ખાન સાથેનો સંવાદ આગળ ચલાવી પૂછ્યું, ' સર, એવું સંભળાય છે કે કાસ્ટિંગ અને ફાયનાન્સિયલ પ્રોબ્લેમ્સને કારણે તમારી ફિલ્મ લંબાઈ છે. શંું ખરેખર એવું છે? અહમદભાઈ પાસે એનો જવાબ હાજર હતો. અમે માર્ચ, ૨૦૨૪માં ફિલ્મ શરૂ કરી હતી. હવે આટલી મોટી ફિલ્મ પૂરી કરવામાં એ વરસ તો લાગે જ એ તમે પણ જાણો છો એટલે મેકિંગમાં કોઈ વિલંબ નથી થયો. હા, ગયા વરસે શ્રેયસ તળપદે અચાનક માંદો પડી જતા મારે બીજા એક્ટર્સની ડેટ્સ કેન્સર કરવી પડી હતી. દરેક એક્ટરે શ્રેયસને સંકટ સમયે સપોર્ટ કરી નવી તારીખો આપી હતી.
સોશ્યલ મિડીયા પર કમર્શિયલ હિન્દી મૂવીઝને ઉતારી પાડતો એક નવો વર્ગ ઉભો થયો છે. એ સતત એક્ટર્સ અને ડિરેક્ટર્સની ઠેકડી ઉડાડતો રહે છે. એનો ઉલ્લેખ થતા ખાન બચાવના મોડમાં આવી જઈ કહે છે, 'મારા અનુભવ પથી કહું તો કમર્શિયલ બનાવવી સૌથી મુશ્કેલ છે. એટલા માટે કે આવી મૂવીઝમાં હીરો, હિરોઈન, કોશ્ચ્યુમ્સ, એક્શન, સોંગ્સ અને લોકેશન બધુ જ સ્ક્રીન પર સરસ દેખાવું જરૂરી છે. વળી, કમર્શિયલ ફિલ્મોની પહોંચ એનો દર્શક વર્ગ પણ વિશાળ છે એટલે એની પ્રતિક્રિયા પણ મોટી જ હોવાની એટલે મેકર તરીકે તમારે મનમાં કોઈપણ પ્રકારનો અપરાધભાવ રાખ્યા વિના ફિલ્મ બનાવવી પડે. તમારે લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનું છે. આમ આદમીને લાર્જર ધેન લાઈફ ફિલ્મો પસંદ છે. બીજું, એક સિરીયસ કન્ટેન્ટ ધરાવતી ફિલ્મના સેટ પર માંડ ૫૦ જણ હોય છે, પણ કમર્સિયલ ફિલ્મમાં ૫૦૦ લોકો સેટ પર દોડાદોડી કર્યા કરે છે. આટલા મોટા ક્રુને મેનેજ કરવા ઘણો પ્રયાસ કરવો પડે છે. તમે મારી એક વાત લખી રાખજો - કમર્શિયલ હિન્દી ફિલ્મો કદી આઉટ ઓફ સ્ટાઈલ થવાની નથી. એનું ચલણ ક્યારેય બંધ નહિ થાય.
આજે કોઈ ફિલ્મસ્ટારની એકાદ ફિલ્મ હિટ થઈ જાય તો એને ગુમાન આવી જાય છે. એ રાતોરાત પોતાની પ્રાઈસ વધારી દે છે અને એના વર્તમાન તોછડાઈ વર્તાય છે એ વિશેનો તમારો અનુભવ શું કહે છે એવું પૂછાતા અહમદ ખાન હસીને કહે છે, 'વૈસે નાઈન્ટીઝ મેં મેં ભી બદતમીઝ થા. મને એવું લાગતું કે તમે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હો તો થોડા અભિમાની બનવામાં વાંધો નહિ. પરંતુ હકીકતમાં આજે એવું નથી. હવેના એક્ટર્સ એટલા વેલ ટ્રઈન્ડ હોય છે કે તમે એમની તુલના ઈન્ટરનેશનલ એક્ટર્સ સાથે કરી શકો. આજના યંગસ્ટર્સ સેટ પર પોતાના સિનીયર્સને સર કહીને સંબોધે છે. દરેક ડિપાર્ટમેન્ટનું સિનીયર્સનું આવું માન જળવાય છે.'