અહાન શેટ્ટી 'બોર્ડર'ની સિક્વલમાં કામ કરીને વારસો આગળ વધારશે
૧૯ ૯૭માં રિલિઝ થયેલી અને બ્લોકબસ્ટર સાબિત થયેલી જે. પી. દત્તાની 'બોર્ડર' ફિલ્મની સિકવલ બનાવવાની ઘોષણા થઈ છે. આ ફિલ્મનું દિગ્દર્શન જે. પી. દત્તા નહીં, પણ દિગ્દર્શક અનુરાગ સિંહ કરવાના છે. 'બોર્ડર-ટુ'ની વાર્તા જે. પી. દત્તાની પુત્રી નિધિ દત્તાએ લખી છે, જે ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ પર આધારિત છે. જો કે આ ફિલ્મમાં નવા સ્ટાર્સનો સમાવેશ થાય છે, જેમાં સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટી ઉપરાંત વરુણ ધવન અને દલજીત દોસાંગનો પણ સમાવેશ થાય છે. આમ, અહાન સિંહ સુપરહિટ 'બોર્ડર' ફ્રેન્ચાઇઝની વધુ એક ફિલ્મનો વારસો પોતાની સાથે લઈ જાય છે.
'બોર્ડર-ટુ' ફિલ્મ બનાવવાની ઘોષણા થઈ છે અને તેનું ટ્રિઝર રિલિઝ થયું છે, જેમાં અહાન શેટ્ટી સૈનિકો વચ્ચેના બંધન અને ભાઇચારાની વાત કરે છે. આ ક્ષણ મારા પ્રિય પાત્રને વારસામાં મેળવવા વિશે નથી, તે ભારતીય દર્શકોના હૃદયમાં પોતાની જાતને કોતરેલા વારસાને આગળ ધપાવવા વિશે પણ છે. જ્યારે 'બોર્ડર' પહેલીવાર સ્ક્રીન પર આવી ત્યારે અહાન એક નાનો બાળક હતો. તેના મનમાં 'બોર્ડર' ફિલ્મમાં તેના પિતા સુનીલ શેટ્ટીએ ભજવેલું ભૈરવસિંહનું પાત્ર જીવંત છે. આજે દાયકાઓ પછી અહાન હવે 'બોર્ડર'ની સિકવલ સાથે તેના પિતાએ સ્થાપેલા વારસા અને લોકોના હૃદયમાં પ્રસ્થાપિત કરેલા પ્રેમના અમૂલ્ય વારસાને આગળ લઈ જવાની છે.
સુનીલ શેટ્ટીનું ભૈરવસિંહનું પાત્ર તેમના સૌથી યાદગાર અભિનમાંનું એક છે. હવે પિતાનો વારસો પુત્ર પાસે આવ્યો છે અને તેણે તેને આગળ વધારવાનો છે. આ બોન્ડ જે રિલ અને રિયલ લાઇફને પાર કરે છે. નવરાત્રિના શુભ સમયગાળામાં લોન્ચ કરવામાં આવેલા ટિઝર થકી અમને ફિલ્મમાં મા શક્તિ પ્રત્યે સુનીલ શેટ્ટીના મનમાં જે ભાવ છે તે તાદ્રશ કરે છે અને યુદ્ધમાં સુનીલ શેટ્ટીએ ભજવેલી ભૂમિકા નજર સમક્ષ પ્રગટ કરે છે, આ બાબત આ પ્રસંગને વધુ ખાસ બનાવે છે, જીવંત બનાવે છે. અહાનનો અવાજ બહાદુરી અને નિર્ભયતા દર્શાવે છે. તેને (અહાનને) એક સંપૂર્ણ એક્શન-ઝીરો બનાવે છે, કારણ કે તે ત્રણ વર્ષ પછી આ શૈલી તરફ પાછો ફરે છે. તેનું શરીર અને વ્યક્તિત્ત્વ તેને એક આદર્શ યોદ્ધો બનાવે છે. આ તમામ બાબતો એ ઉભરતા એક્શન-હીરોનું ચિત્ર દોરે છે. આ ફ્રેન્ચાઇઝી સાથે અહાન એક મોટી એક્શન સેન્સેશનનો હીરો બની શકશે? એવો પ્રશ્ન મનમાં ઉદ્ભવવો સાવ સહજ છે, પરંતુ એટલું સાચું છે કે ભારતીય યુદ્ધ-ફિલ્મોનો એક નવો યુગ ક્ષિતિજ પર નજરે પડી રહ્યો છે.
અહાન શેટ્ટી કહે છે, 'બોર્ડર' તો એક ફિલ્મ કરતાં વધુ મોટો તો એક વારસો છે. એક લાગણી છે અને હવે એક સપનું સાકાર થાય છે. જીવન કેવી રીતે કામ કરે છે તે માર્મિક છે. 'બોર્ડર' સાથેની મારી સફર ઘણી લાંબી શરૂ થઈ હતી, તેને ૨૯ વર્ષ થયા છે. જ્યારે મારી સાથે મારી ગર્ભવતી મમ્મી સેટ પર પપ્પાને મળવા ગઈ હતી. હું તો જે. પી. દત્તાની સુપ્રસિદ્ધ વાર્તાઓ સાંભળીને અને તેમનો હાથ પકડીને હું મોટો થયું છું. આ ક્ષણો સિનેમા અને ભારતીય સશસ્ત્ર દળો માટેના મારા પ્રેમને કેટલો અને કેવો આગળ આપશે. એ તો સમય જ બતાવશે,' એમ અહાન શેટ્ટીએ સમાપન કરતાં જણાવ્યું હતું.