2023 હોલિવુડની હિટ ફિલ્મો .
હોલિવુડ ૨૦૨૩માં બ્લોકબસ્ટર હિટ્સથી ઝળકી ઉઠયું હતું. વર્ષની શ્રેષ્ઠ ફિલ્મમાં કોન્ટેન્ટ અને કોમર્સ વચ્ચે સંતુલન હતું, જેના પરિણામે વિશ્વભરના દર્શકો થિયેટરો તરફ પાછા વળ્યા હતા. લેખકોની હડતાળે આ વરર્ષે હોલિવુડને ખોરંભે ચડાવી દીધુું પણ તોય ૨૦૨૩ હોલિવુડ માટે મહત્ત્વપૂર્ણ પૂરવાર થયું. અહીં આપણે બોક્સ ઓફિસની દ્રષ્ટિએ હિટ રહેલી ફિલ્મોની યાદી જોઈએ.
ફાસ્ટ એક્સ - ૧.૩ અબજ ડોલર
લુઈસ લેટરિયર દિગ્દર્શિત અને ડેન મેઝ્યુ તેમજ જસ્ટિન લિનની પટકથા પરથી બનેલી 'ફાસ્ટ એક્સ' અમેરિકન એક્શન ફિલ્મ છે. તે 'ફાસ્ટ ૯'ની સિક્વલ છે અને ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ફ્રેન્ચાઈસીની અગિયારમી કડી છે.
મિશન ઈમ્પોસીબલ - ડેડ રેકનિંગ પાર્ટ ૧ - ૧.૩ અબજ ડોલર
ટોમ ક્રુઝ અને બ્લોકબસ્ટર એકમેકના લગભગ પૂરક હોય છે. મિશન ઈમ્પોસીબલ ફ્રેન્ચાઈસીનો આ સાતમો હપ્તો છે, જેમાં ઇથન હન્ટ (ટોમ ક્રુઝ) એવા ખતરનાક મિશન પર નીકળે છે જેને તે એકલો જ પૂરું કરી શકે એમ છે. સદાબહાર ટોમ ક્રુઝ અને એના જોખમી સ્ટન્ટ ફિલ્મી રસિયાઓ માટે મનોરંજનનો ખજાનો છે.
એન્ટ-મેન એન્ડ ધી વાસ્પઃ કોનટુમેનિયા - ૧.૩ અબજ ડોલર
માર્વેલ સ્ટુડિયો દ્વારા નિર્મિત 'એન્ટ-મેન એન્ડ ધી વોસ્પઃ ક્વોન્ટુમેનિયા' એ 'એન્ટ-મેન'ા' (૨૦૧૫) અને 'એન્ટ-મેન એન્ડ ધી વાસ્પ' (૨૦૧૮)ની સિક્વલ છે.
ગાર્ડિયન્સ ઓફ ધી ગેલેક્સી વોલ.૩ - ૧.૩ અબજ ડોલર
'એવેન્જર્સ એન્ડગેમ' પછી માર્વલ મૂવીઝની સતત પડતી થઈ રહી હતી, પણ 'ગાર્ડિયન્સ ઓફ ધી ગેલેક્સી વોલ્યુમ ૩'ની સફળતાને કારણે લાજ બચી ગઈ. જેમ્સ ગનનું દિગ્દર્શન અને દર્શકોનો લોકપ્રિય ગાર્ડિયનો ક્રિસ પેટ, ઝો સલદાના, ડેવ બોટિસ્ટા, કરેન ગિલન, વિન ડીઝલ અને બ્રેડલી કૂપર માટે યોગ્ય વિદાય ભેટ હતી, તો ચાહકોનું સૌથી મનપસંદ પાત્ર રોકેટ (બ્રેડલી કૂપર) ફિલ્મની હાઈલાઈટ હતું.
ધી સુપર મારીયો બ્રધર્સ મુવી - ૧.૩ અબજ ડોલર
વીડિયો ગેમનું સ્ક્રીન એડપ્ટેશનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલી 'ધી સુપર મારીયો બ્રધર્સ મુવી'. સોનિક અને ડિટેક્ટીવ પિકાચુની જેમ આ ફિલ્મ મારીયો ફિલ્મ પાસેથી જેવી અપેક્ષા હોય છે તે પૂરી થાય છે.
બાર્બી - ૧.૪ અબજ ડોલર
૨૦૨૩માં જેને ઉત્કૃષ્ટ સિનેમેટીક અનુભવની ઈચ્છા હતી તેમને 'બાર્બી'માં જલસો પડી ગયો. દિગ્દર્શક ગ્રેટા ગરવિગનો આ માસ્ટર સ્ટ્રોક પૂરવાર થયો.
ઓપનહીમર- ૧.૩ અબજ ડોલર
ક્રિસ્ટોફર નોલનની 'ઓપનહાઇમર' દરેક સ્તરે એક ઉત્કૃષ્ટ માસ્ટરપીસ છે. એટમિક વિસ્ફોટનું દ્રશ્ય પ્રભાવશાળી હતું. રોબર્ટ ડાઉની જુનિયરનો અભિનય આ ફિલ્મની હાઈલાઈટ બની રહ્યો.
ધી લિટલ મરમેડ - ૧.૩ અબજ ડોલર
વોલ્ટ ડિઝની પિક્ચર્સ, ડેલુકા માર્શલ અને માર્ક પ્લાટ પ્રોડક્શન્સ દ્વારા સહ-નિમત આ ફિલ્મ ડિઝનીની ૧૯૮૯ની આ નામની એનિમેટેડ ફિલ્મનું જીવંત-એક્શન અનુકૂલન છે. ફિલ્મમાં હેલી બેલી ટાઈટલ રોલમાં છે.
અવતાર - ધ વે ઓફ વોટર - ૨.૩૨ અબજ ડોલર
જોન કેમરોનની આ ફિલ્મની જેટલી રાહ જોવાઈ રહી હતી એટલી કદાચ બીજી કોઈ ફિલ્મની જોવાઈ નહોતી. 'અવતાર'ની આ સિક્વલની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ જોઈને દર્શકો ચકિત થઈ ગયા. પહેલા ભાગ કરતાંય આ વધુ હૃદયર્સ્પ્શી સાબિત થઈ.
સ્પાઈડર-મેનઃ એક્રોસ ધી સ્પાઈડર-વર્સ - ૧.૩ અબજ ડોલર
માર્વેલ એનિમેટેડ ફિલ્મ 'સ્પાઈડર-મેનઃ એક્રોસ ધી સ્પાઈડર-વર્સ' એ 'સ્પાઈડર મેનઃ ઈનટુ ધી સ્પાઈડર-વર્સ'ની સિક્વલ છે. આ સુપરહીરો ફિલ્મ અતિ લોકપ્રિય યુનિવર્સમાં એક ઉત્તમ ઉમેરો સમાન બની રહી.
જોન વિકઃ ચેપ્ટર ૪- ૧.૩ અબજ ડોલર
'જોન વિકઃ ચેપ્ટર ૪' ફિલ્મે તેની તકનીકી કૌશલ્ય અને આશ્ચર્યજનક એક્શન સિક્વન્સ માટે પ્રશંસા પ્રાપ્ત કરી છે. ધ હાઇ ટેબલ સામે બદલો લેવા માટે કીનુ રીવ્સ જ્હોન વિક તરીકેની તેની પ્રખ્યાત ભૂમિકામાં ફરી એક વાર છવાઈ ગયો.