છોટાઉદેપુર ઓરસંગ નદી બે કાંઠે વહે છતાં પાલિકા ,પાણી એક દિવસના આંતરે આપે છે
છોટાઉદેપુર તા.5 જુલાઇ 2019 શુક્રવાર
છોટાઉદેપુર નગરપાલિકાના વોટરવર્ક્સ ઓરસંગનદી આધારિત ચાલે છે.ઉનાળામાં ઓરસંગનદી સુકાઈ ગઈ હતી.નગરપાલિકા પ્રજાને એક દિવસના આંતરે પાણી આપતી હતી .હવે ઓરસંગનદી બે કાંઠે વહેછે. છતાં પ્રજાને એક દિવસના આંતરે પાણી મળતા ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે.
ઓરસંગનદી ચોમાસાનો પ્રારંભ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાત વખત પાણી આવી ગયુ વર્ષોથી જયારે પણ નદીમાં પાણી આવે ત્યારે ડહોળું પાણી આવે છે.અત્યાર સુધી પ્રજાએ આ પાણીથી વર્ષો કાઢી નાખ્યા છતાં નગરપાલિકા પ્રજાના હિતમાં કાઇપણ કરી શકી નથી જે ખેદ જનક વાત કહી શકાય.
પ્રજાએ ઉનાળામાં પાણીની મુશ્કેલી સહન કરી છે .હવે ચોમાસુ બેસી ગયું છે છોટાઉદેપુરની અંદર અત્યાર સુધી ૨૨૪ મીમી વરસાદ પડી ગયો છે .છતા પણ નગર પાલિકા હજુ એક દિવસના આંતરે પાણી આપે છે .આ સંદર્ભે નગર પાલિકા ચીફ ઓફિસરકહેે છે કે ,હાલમાં ઓરસંગનદીનું પાણી ડોળું આવતું હોય અમો રોજેરોજ પાણી આપતા નથી .તેવું બહાનુ દર્શાવ્યું હતું .આ પાણી આખું ચોમાસુ આવું આવનાર છે ત્યાં સધી આવુજ ચાલ્યા કરશે.
સરકાર દ્વારા પ્રજાને ચોખ્ખું પાણી આપવા માટે રૃ .૮૦ લાખ રૃપિયાની ગ્રાન્ટ વોટર ફિલ્ટર પ્લાન્ટ માટે આપ્યા છે .આ પ્લાન્ટનો કોન્ટ્રાકટ આપી દીધો પણ ત્રણ માસ જેવો સમય થઇ ગયો છતાં પ્લાન્ટ હજુ ચાલુ થયો નથી .જે અંગે પણ ચીફ ઓફિસર જણાવ્યું હતું કે પ્લાન્ટ ની કામગીરી હાલ ચાલી રહી છે .જો ચોમાસા પહેલા ફિલ્ટર વોટર પ્લાન્ટની કામગીરી પૂર્ણ થઈ ગઈ હોત તો અત્યારે પ્રજાએ ડોળું પાણી પીવું ના પડત અને એક દિવસના આંતરે પાણી મેળવવાનો સમય આવ્યો ન હોત આ અંગે કોણ તકેદારી રાખે એ પ્રશ્ન છે .
આજેપણ પ્રજાને એક દિવસના આંતરે ચોખ્ખું પાણી મળતું નથી પીવાનું પાણી પ્રજા બોર હેન્ડપંપ અને વેચાતા પાણીના જગ મંગાવીને પીવે છે અને મુશ્કેલી અનુભવે છે
અગાઉ નગરપાલિકા પ્રમુખે કહ્યું હતું કે ઓરસંગમાં બીજી વખત પાણી આવશે.આમે રોજ રોજ પાણી આપીશું તો અત્યાર સુધીમાં સાત વખત પાણી આવી ગયું છે.હવે તો રોજ પાણી આપો તેમ પ્રજા ઇચ્છી રહી છે .