છોટાઉદેપુર કવાંટમાં ગેરના મેળા આદિવાસી સહિત વિદેશી પ્રવાસીઓ ઉમટયા
કવાંટ તા.24 માર્ચ 2019 રવીવાર
સમગ્ર વિશ્વમાં છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં હોળી પર્વે યોજાતા વિવિધ આદિવાસી સમાજના હોળીના મેળાઓમાં કવાટ નો ગેર નો મેળો વિશ્વ પ્રસિદ્ધ બન્યો છે જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ ,પહેરવેશ, વાજિંત્રો , અને તેઓના આદિવાસી નૃત્ય ને નિહાળવા ગુજરાત ,મહારાષ્ટ્ર ,મધ્યપ્રદેશની આદિવાસી પ્રજા સહિત હોલેન્ડ અને ઈટલીથી પણ વિદેશી પર્યટકો પણ ઉમટી પડયા હતા.
છોટાઉદેપુર જિલ્લામાં બે સ્થળોએ મોટા મેળા યોજાતા હોવાથી બન્ને સ્થળોએ મેદની વહેચાઈ ગઈ હતી. આ ગેર ના મેળામાં આદિવાસી સમાજના ભાઇઓ બહેનો બાળકો હોળીના તહેવારને લઈને આનંદ-પ્રમોદ કરવા માટે આ મેળામાં આવતા હોય કોઈપણ જાતના લોભ-લાલચ વગર આદિવાસી સમાજ ના ભાઈઓ-બહેનો ગેર ના મેળામાં નાચગાન કરી આનંદ-પ્રમોદ કરે છે. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા હોળીના ગેર ના મેળાના રંગોત્સવ તરીકે ઉજવે છે.
જેમાં આદિવાસી ભાઈઓ-બહેનો પોતાની સંસ્કૃતિ ની ઓળખ સમ આ ગેર ના મેળા નો આનંદ સંતોષ પૂર્વક ન માણી શકતા હોય તેમ જોવા અને જાણવા મળ્યું છે આદિવાસી સમાજ ના ભાઈઓ બહેનો પોતાના આદિવાસી પરિાનમાં આ મેળામાં નાચતા અને કૂદતાં જોવા મળે છે હોળી પ્રગટાવ્યા બાદ પોતાની માનતાને લઈ કેટલાક આદિવાસી ભાઈઓ ઘેરૈયા બને છે.
તે પાંચમ સુધી ઘેરૈયા બનીને ફરે છે પોતાને જે પણ મડયું એનાથી પાંચ દિવસ પોતાનું ગુજરાન ચલાવે છે કોઈની પાસે આદિવાસી ભોળો સમાજ જબરજસ્તી કે બળજબરી કરતા નથી હોતા આમ આજરોજ પણ આવી જ રીત ના આદિવાસી સમાજના ભાઇઓ બહેનો ગેર ના મેળામાં ઉમટી પડયા હતા.