Zomato ના CEO દીપિંદર ગોયલે મૈક્સિકન મૉડલ સાથે કર્યા લગ્ન
નવી મુંબઇ,તા. 22 માર્ચ 2024, શુક્રવાર
ઓનલાઈન ફૂડ ડિલિવરી ફર્મ Zomatoના કો-ફાઉન્ડર અને CEO દીપેન્દ્ર ગોયલે તાજેતરમાં જ બીજા લગ્ન કર્યા છે. મળતી માહિતી પ્રમાણે તેમણે મેક્સિકન મોડલ સાથે લગ્ન કર્યા છે અને હાલમાં જ તે હનીમૂન પરથી પરત ફર્યા છે. ગોયલના આ બીજા લગ્ન હોવાનું કહેવાય છે. તેમના પ્રથમ લગ્ન IIT-દિલ્હીમાં તેમના ક્લાસમેટ કંચન જોશી સાથે થયા હતા.
ગ્રેસિયા મુનોઝ સાથે લગ્ન કર્યા
એક અહેવાલ અનુસાર, દીપેન્દ્ર ગોયલે મેક્સિકન મોડલ ગ્રેસિયા મુનોઝ સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, ગોયલ અને મુનોજ ફેબ્રુઆરી મહિનામાં જ હનીમૂન મનાવીને પરત ફર્યા છે.
ગ્રેસિયા મુનોઝ (Grecia Munoz) મેક્સિકોમાં જન્મેલી મોડલ છે. તે એક ટેલિવિઝન હોસ્ટ પણ છે. સાથે જ વર્ષ 2022માં અમેરિકામાં મેટ્રોપોલિટન ફેશન વીકની વિજેતા રહી ચૂકી છે. તે હાલમાં ભારતમાં છે, જેની માહિતી તેણે ઈન્સ્ટાગ્રામ પર આપી છે. જાન્યુઆરી મહિનામાં પણ તેણે ભારતની ઘણી તસવીરો શેર કરી હતી.
દીપન્દર ગોયલે 41 વર્ષના તેમણે વર્ષ 2008માં Zomatoની શરૂઆત કરી હતી. તે પહેલા ગોયલ બેઈન એન્ડ કંપનીમાં કામ કરતા હતા. Zomato સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કંપની છે. બજારના હિસાબે હાલમાં કંપનીની કિંમત 1.5 લાખ કરોડ રૂપિયા છે. આ રીતે, ઝોમેટોની ગણતરી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓમાં થાય છે.