ઝોમેટોના ઈન્વેસ્ટમેન્ટ પ્લાનમાં ઘટાડો : BlinkItમાં 32 કરોડ ડોલર જ રોકશે
નવી દિલ્હી, તા. 3 ઓગસ્ટ 2022, બુધવાર
હસ્તાંતરણ બાદ BlinkItમાં ઝોમેટો દ્વારા નિર્ધારિત કરાયેલ 40 કરોડ ડોલરના રોકાણમાં કાપ મુકવામાં આવી શકે છે. પરિણામો બાદના અર્નિંગ કોલમાં કંપનીએ કહ્યું કે ઝોમેટો બ્લિંકિટમાં તેના રોકાણ પ્લાનને 400 મિલિયન ડોલરથી ઘટાડીને 320 મિલિયન ડોલર કર્યું છે.
ઝોમેટોના સહ-સ્થાપક દીપેન્દ્ર ગોયલે કહ્યું કે અત્યાર સુધી 15 કરોડ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. જોકે ગોયલે બ્લિંકિટ કયારે નફો કરતી થશે તેની કોઈ સમયરેખા પણ નથી જાહેર કરી.