Get The App

પેટ્રોલ-ડીઝલ જ નહીં, હવે આ ઈંધણથી ચાલતી કાર રસ્તા પર દોડશે, કિંમત 25 રૂપિયે લિટર: ગડકરી

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Ethanol car


Nitin Gadkari Announced to launch Ethanol Car: નવી સરકારની રચના બાદ પ્રજાને અપેક્ષા હતી કે, કેન્દ્રીય બજેટમાં પેટ્રોલ-ડિઝલને જીએસટી હેઠળ આવરી લેવામાં આવે, જેથી તેના ભાવમાં ઘટાડો થાય. પરંતુ અપેક્ષા પર પાણી ફરી વળ્યું હતું. જો કે, પ્રજાને પરોક્ષ રીતે લાભ થાય તે હેતુ સાથે કેન્દ્ર સરકાર અન્ય માર્ગ શોધી રહી છે. હાલમાં જ પરિવહન મંત્રીએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતુ કે, ફ્યુલ ફ્લેક્સની સાથે ઈથેનોલથી ચાલતી કાર માર્કેટમાં આવી રહી ઈથેનોલથી ચાલતી કારના વપરાશથી પેટ્રોલ-ડિઝલના ખર્ચમાં ઘટાડો થશે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં નવેમ્બરમાં વિધાનસભા ચૂંટણી અશક્ય, આ ત્રણ કારણોના લીધે પૂરી નહીં થાય AAPની માંગ

પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, માર્કેટમાં ટોયોટાએ ઈથેનોલ સંચાલિત કાર લોન્ચ કરી છે, જેને ચલાવવાનો પ્રતિ લિટર ખર્ચ રૂ. 25 આવે છે. અન્ય કાર કંપનીઓ પણ માર્કેટમાં ઈથેનોલથી ચાલતી કાર લોન્ચ કરવા જઈ રહી છે. જેથી મોંઘા પેટ્રોલ-ડિઝલની ખરીદીમાંથી મુક્તિ મળશે.

વૈકલ્પિક ઈંધણ

ફ્લેક્સ ફ્યુલ એવુ ઈંધણ છે, જેના મારફત કાર ચલાવી શકાય છે. પેટ્રોલમાં શેરડીના કૂચામાંથી પ્રાપ્ત થતો ઈથેનોલ ભેળવીને આ ઈંધણ તૈયાર કરવામાં આવે છે. નિષ્ણાત અનુસાર, ગેસોલીન અને મેથનોલ તથા ઈથેનોલના સંયોજનથી તૈયાર ફ્લેક્સ ફ્યુલ પેટ્રોલ-ડિઝલનું વૈકલ્પિક ઈંધણ છે. જેનાથી માર્કેટમાં કારની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. ફ્લેક્સ એન્જિનમાં 1 લિટર ફ્યુલ ખરીદવાનો ખર્ચ રૂ 25 આસપાસ છે.

પેટ્રોલ-ડીઝલ જ નહીં, હવે આ ઈંધણથી ચાલતી કાર રસ્તા પર દોડશે, કિંમત 25 રૂપિયે લિટર: ગડકરી 2 - image


Google NewsGoogle News