પગારમાંથી કપાતા ટીડીએસ રિફંડ માટે આ ટેક્સ રૅઝિમ અપનાવી શકો છો, જેમાં વધુ ડિડક્શનનો લાભ

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News

TDS Filling in ITR: ઘણા પગારદારોના પગારમાંથી ટીડીએસ કપાતો હોય છે. આ ટીડીએસનું રિફંડ નાણાકીય વર્ષના અંતે ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરતી વખતે મેળવી શકાય છે. આ ટીડીએસ (Tax Deducted At Source)માં ડિડક્શનનો વધુ લાભ લેવા માટે યોગ્ય ટેક્સ રૅઝિમની પસંદગી કરવી આવશ્યક છે. આવો, જાણીએ જૂની અને નવી ટેક્સ રૅઝિમમાંથી કઈ પદ્ધતિ અપનાવી વધુ લાભ મેળવી શકો છો.

કર્મચારીએ તેના એમ્પ્લોયરને નવી કે જૂની ટેક્સ પદ્ધતિની પસંદગી વિશે જણાવવુ પડશે. કારણકે, એમ્પ્લોયર દ્વારા પસંદગીના રૅઝિમમાં લાગૂ ઈનકમ ટેક્સ સ્લેબના આધારે ટીડીએસ કપાય છે. જો જૂની રૅઝિમ અનુસાર સેલેરી પર ટીડીએસ કપાતો હોય તો તેઓ આ પદ્ધતિ અંતર્ગત વિવિધ ડિડક્શનનો લાભ લઈ શકે છે. એમ્પ્લોયર દ્વારા રજૂ કરવામાં આવેલા ફોર્મ 16માં દર્શાવેલા ડિડક્શનની રકમ પર ક્લેમ કરી શકો છો. જ્યારે નવી ટેક્સ રૅઝિમમાં ફોર્મ-16માં દર્શાવેલ કલમ 80સીસીડી હેઠળ માન્ય અને ક્લેમ કરવામાં આવેલા ડિડક્શન તથા સ્ટાન્ડર્ડ ડિડક્શનનું જ રિફંડ મેળવી શકો છો.

કઈ ટેક્સ રૅઝિમમાં ટીડીએસ રિફંડમાં લાભ

નવી અને જૂની બંને ટેક્સ રૅઝિમમાં ટેક્સ ડિડક્શનના અલગ-અલગ લાભ મળવા પાત્ર છે. નવી ટેક્સ રૅઝિમમાં લાગૂ બે ડિડક્શન જૂની ટેક્સ રૅઝિમમાં પણ માન્ય છે.  તદુપરાંત તેમાં અન્ય ડિડક્શન પણ સામેલ છે.

આ બાબતોને ધ્યાનમાં રાખો

જો ફોર્મ 16 મુજબ દર્શાવેલ આવક, કર મુક્તિ અને ડિડક્શનની વિગતો અને ઈનકમ ટેક્સ રિટર્નમાં જારી વિગતો વચ્ચે કોઈ વિરોધાભાસ જોવા મળ્યો તો આવકવેરા વિભાગની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. આથી, આ વધારાના ડિડક્શન અને કરમુક્તિની વિગતો માટે માન્ય પુરાવાના આધારે દર્શાવવી જોઈએ. આવકવેરા વિભાગના સીપીસી દ્વારા આઈટીઆરની પ્રક્રિયા થતી હોય છે, જેમાં વિરોધાભાસ દર્શાવતા ક્લેમ તે રદ્દ કરે, ત્યારે આ પુરાવા રજૂ કરવા પડી શકે છે.

ટીડીએસ ક્લેમ માટે જૂની ટેક્સ રૅઝિમનો વિકલ્પ યોગ્ય અને સુરક્ષિત છે. જેમાં તમામ માન્ય કરમુક્તિ અને ડિડક્શન પર રિફંડ મેળવી શકો છો. જો પગારમાંથી ટીડીએસ કપાતો હોય તો નવા નાણાકીય વર્ષની શરૂઆતથી જ ક્લેમ કરવા માટે ટેક્સ રૅઝિમ પસંદ કરી લો, જે યોગ્ય રહેશે, કારણકે, આઈટીઆર ફાઈલ કરતી વખતે પસંદગી કરશો તો એમ્પ્લોયરને ફોર્મ-16માં અમુક વિગતોમાં ફેરફાર કરવો પડી શકે છે.

નવા ટેક્સ રૅઝિમ

નવા ટેક્સ રૅઝિમમાં જૂના ટેક્સ રૅઝિમ અનુસાર, કલમ 80 સી, કલમ 80ડી, અને કલમ 80સીસીડી (1બી) સહિતના ડિડક્શન માટે ક્લેમ કરી શકતા નથી. નવી ટેક્સ રૅઝિમમાં પગારમાંથી રૂ. 50 હજારના સ્ટાન્ડર્ડ ડિડક્શન અને પેન્શન ઈનકમ, એનપીએસ એકાઉન્ટમાં એમ્પ્લોયરના યોગદાન સહિતના ડિડક્શન માન્ય છે.  


Google NewsGoogle News