માર્ચમાં ઈન્કમટેક્સ ભરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો પગારમાંથી કપાશે ટેક્સ

સરકારી યોજના સાથે કેટલાક મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો

રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ તમે ટેક્સની બચત કરી શકો છો

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
માર્ચમાં ઈન્કમટેક્સ ભરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન, નહીં તો પગારમાંથી કપાશે ટેક્સ 1 - image
Image Envato 

Income Tax Savings Scheme: માર્ચનો મહિનો આવી ગયો છે અને એવામાં દરેક લોકો ટેક્સ બચાવવાનો પ્લાનિંગ કરતાં હોય છે. જો તમે નોકરી કરો છો અને ટેક્સ બચાવવા ઈચ્છો તો અત્યારથી એલર્ટ થઈ જાઓ. જો તમે અત્યાર સુધી ટેક્સ સેવિંગને લઈને પ્લાનિંગ નથી કર્યો તો માર્ચ મહિનામાં તમારા પગાર કપાઈને આવશે. તમારે ટેક્સ બચાવવા માટે સમય પહેલા રોકાણ કરવું જરુરી છે. 

તમે સરકારી યોજના સાથે કેટલાક મ્યુચુઅલ ફંડમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. જેમ કે, નેશનલ પેન્શન સિસ્ટમ, સુકન્યા સમૃદ્ધિ યોજના, PPF જેવી કેટલીક યોજનામાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકો છો. 

રાષ્ટ્રીય પેન્શન યોજના

રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ તમે ટેક્સની બચત કરી શકો છો.  જેમા તમને કલમ 80 સી હેઠળ ટેક્સમાં રાહત મળે છે. આમા તમને 1.5 લાખ સુધીની આવક પર ટેક્સમાં રાહત મળે છે. આ સિવાય તમે વધુમાં વધુ 50000 રુપિયાનું રોકાણ કરી શકો છો કલમ 80CCD(1D) હેઠળ તમે રોકાણ કરી શકો છો. 

આ ઉપરાંત તેના અન્ય લાભ પણ છે, રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એક સ્વૈચ્છિક નિવૃત્તિ બચત યોજના છે. કોઈ વ્યક્તિને તેમની નિવૃત્તિ દરમિયાન રિટર્ન બચાવવા અને આનંદ સાથે તેમની જરુરીયાતો પૂરી કરવામાં  મદદ કરે છે. આ સ્કીમમાં 60 વર્ષ પૂરા થયા પછી એક ફિક્સ રકમ માસિક પેન્શન તરીકે મળે છે. એટલે કે 60 વર્ષ બાદ તમારે કોઈના ઉપર નિર્ભર રહેવાની જરુર નહીં રહે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના 

તમે તમારી દિકરીના નામે સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ ખોલાવી શકો છો. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરીને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ ટેક્સમાં છૂટ મેળવી શકાય છે. જે અંતર્ગત તમે 1.5 લાખ રૂપિયા સુધીના વાર્ષિક રોકાણ પર ટેક્સ છૂટ મેળવી શકો છો. આ ઉપરાંત તેમા 8.2 ટકા પ્રમાણે વ્યાજ મળે છે. 

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પીપીએફમાં રોકાણ કરીને તમે ટેક્સ બચાવી શકો છો. તેના પર 7.1 ટકાના દરે વ્યાજનો ફાયદો મળે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ સ્કીમમાં 80સી હેઠળ ટેક્સમાં છૂટનો લાભ મળે છે. તેનો લોક-ઈન પ્રીરિયડ 15 વર્ષનો હોય છે. 

સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ

ટેક્સ બચાવવા માટે તમે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમમાં પૈસા રોકી શકો છો. આ સ્કીમ લોકોને ઘણી પસંદ આવી રહી છે. તમે પોસ્ટ ઓફિસ દ્વારા આમાં રોકાણ કરી શકો છો. આ યોજનામાં કરેલા રોકાણને 80C હેઠળ ટેક્સમાં છૂટ મળે છે.  આ સ્કીમ હેઠળ તમે વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.



Google NewsGoogle News