શું તમે જાણો છો, UPI દ્વારા ભૂલથી કે ખોટા પેમેન્ટનું સંપૂર્ણ રિફંડ મેળવી શકાય

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
શું તમે જાણો છો, UPI દ્વારા ભૂલથી કે ખોટા પેમેન્ટનું સંપૂર્ણ રિફંડ મેળવી શકાય 1 - image


UPI Payments: દેશમાં યુનિફાઈડ પેમેન્ટસ ઈન્ટરફેસ (UPI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. તેમાં ઝેન ઝેડ હવે મોટાપાયે રોકડના બદલે યુપીઆઈ મારફત નાણાકીય વ્યવહારો કરી રહી છે. નાના વેપારીઓ સુધી યુપીઆઈ ક્યુઆર કોડ પહોંચતાં હવે પેમેન્ટ સરળ બન્યા છે. જો કે, ઘણી વખત ખોટા યુપીઆઈ પર પેમેન્ટ થઈ જતાં હોય છે, તે ખોટા ટ્રાન્ઝેક્શનને ટ્રેક કરી નાણાં પાછું મેળવી શકો છો.

ઘણી વખત યુપીઆઈ કોડ મારફત થઈ જતાં ખોટા પેમેન્ટ પાછા મેળવવા માટે તમે બેન્કના સર્વિસ કોલ સેન્ટરમાં ફોન કરી ફરિયાદ કરી શકો છો, તેમજ ઓનલાઈન એનપીસીઆઈ પોર્ટલ પર પણ ફરિયાદ કરી શકો છો. તાત્કાલિક ધોરણે બેન્કના ક્સ્ટમર સર્વિસ સેન્ટર પર કોલ કરી અથવા તો યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડરનો સંપર્ક સાધી આ અંગે માહિતી આપી શકો છો.

આ નંબર પર ફોન કરી નાણાં પરત મેળવો

ખોટા યુપીઆઈ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 18001201740 પર ફોન કરી શકો છો. જેમાં પેમેન્ટ અંગેની સંપૂર્ણ માહિતી આપવાની રહેશે. આરબીઆઈ પણ આ અંગે લોકોમાં જાગૃત્તિ ફેલાવવા સતત પ્રયત્નશીલ રહી છે. આરબીઆઈના નિયમો અનુસાર, તમે પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરને સૌથી પહેલાં ખોટા પેમેન્ટની માહિતી આપી ઝડપથી રિફંડ મેળવી શકો છો. 

GPay, PhonePe, Paytm કે યુપીઆઈ એપના કસ્ટમર કેયર સપોર્ટમાં કોલ કરીને આ અંગે માહિતી આપી રિફંડ મેળવી શકાય.

NPCI પોર્ટલ પર ફરિયાદ

જો કસ્ટમર સર્વિસ પાસેથી મદદ મળી રહી નથી. તો તમે NPCI પોર્ટલ પર ફરિયાદ કરી શકો છો. જેના માટે સૌથી પહેલા NPCIની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. બાદમાં ગેટ ઈન ટચ પર ક્લિક કરો, તેમાં તમામ વિગતો દાખલ કરો. જેમ કે, નામ, ઈમેઈલ આઈડી વગેરે... બાદમાં સબમિટ  કરી ડિસપુર રિડ્રેસલ મિકેનિઝમ પર ક્લિક કરો.કમ્પ્લિટ સેક્શન અંતર્ગત ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ આપો. જેમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન, આઈડી, વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ, અમાન્ટ ટ્રાન્સફર્ડ, ડેટ ઓફ ટ્રાન્ઝેક્શન, ઈમેઈલ આઈડી, અને મોબાઈલ નંબર સામેલ કરો. કારણમાં Incorrectly transferred to another account પર ક્લિક કરો. ત્યારબાદ સબમિટ કરો.

ખોટા ટ્રાન્ઝેક્શન થવા પર તાત્કાલિક ધોરણે ફરિયાદ કરવાની રહેશે. ખોટા ટ્રાન્ઝેક્શનના ત્રણ દિવસની અંદર ફરિયાદ કરવી આવશ્યક છે. ત્યારબાદ કરવામાં આવેલી ફરિયાદ પર રિફંડ મળવાની કોઈ ગેરેંટી મળતી નથી.


Google NewsGoogle News