EPFO: શું તમારૂ ઈપીએફ એકાઉન્ટ ડોરમેટ થઈ ગયુ છે, ઘરેબેઠા આ રીતે એક્ટિવ કરો
EPF Account Activation: કર્મચારીઓ માટે નિવૃત્તિ સમયે ફંડ ઉપલબ્ધ કરાવતી યોજના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF)માં પગારમાંથી સીધુ રોકાણ થતુ હોય છે. જેમાં ઘણીવખત નોકરી છોડ્યા બાદ કે વિદેશ ગયા બાદ અથવા મૃત્યુના કારણે 3 વર્ષ કે તેથી વધુ સમયથી ઈપીએફમાં રોકાણ કરવામાં ન આવે તો એકાઉન્ટ ડોરમેટ થઈ જાય છે. પરંતુ જો તેને એક્ટિવ કરવામાં આવે તો જમા રકમ ઉપાડી શકાય છે. તેમજ નિવૃત્તિનો લાભ પણ ચોક્કસ શરતો સાથે લઈ શકો છો.
જો કે, EPF એકાઉન્ટ ધારકો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને સરળતાથી તેમના એકાઉન્ટને અનબ્લોક કરી શકે છે. તાજેતરમાં EPFO એ EPF એકાઉન્ટને અનબ્લોક કરવા માટે એક નવો SOP લાગુ કર્યો છે. SOP મુજબ, EPF એકાઉન્ટને અનબ્લોક કરતા પહેલા, યુઝરે તપાસ કરવી પડશે કે તેમની KYC માહિતી અપડેટ છે કે નહીં. મતલબ કે ખાતાધારકની ઓળખ અને આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની માહિતી જેવા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે KYC અપડેટ પછી તમે તમારા EPF એકાઉન્ટને કેવી રીતે અનબ્લોક કરી શકો છો.
ઈપીએફ એકાઉન્ટ અનબ્લોક કરવા આ પગલાં લો
- કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ની સત્તાવાર વેબસાઇટ www.epfindia.gov.in ની મુલાકાત લો.
- ઓળખપત્રનો ઉપયોગ કરીને એકાઉન્ટમાં લોગ ઇન કરો.
- પછી, 'હેલ્પ ડેસ્ક' પર જાઓ.
- ડોરમેટ એકાઉન્ટ હેલ્પ પર ક્લિક કરો.
- તમારે તમારી ઓળખ ચકાસવા માટે વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું પડશે.
EPF ખાતાધારકો તેમના EPF ઓનલાઈન અને ઓફલાઈન ઉપાડી શકે છે. લોકો સત્તાવાર પોર્ટલ પર જઈને અથવા ઉમંગ એપ્લિકેશનની મુલાકાત લઈને તેમના EPF બેલેન્સને ઓનલાઈન ચેક કરી શકે છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના પોર્ટલ પર લોકો તેમની બેલેન્સ, EPF પાસબુક વગેરે ચકાસી શકે છે