Wholesale Inflation : સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે, સપ્ટેમ્બરમાં -0.26% પર પહોંચી

ખાદ્ય વસ્તુનો ફુગાવો ઓગસ્ટમાં 5.62 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં 1.54 ટકા થઈ ગયો છે.

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
Wholesale Inflation : સતત છઠ્ઠા મહિને જથ્થાબંધ ફુગાવાનો દર શૂન્યથી નીચે, સપ્ટેમ્બરમાં -0.26% પર પહોંચી 1 - image


Wholesale Inflation : સપ્ટેમ્બરમાં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવાનો (WPI)માઈનસ 0.26 ટકા નોંધાયો છે, જે ઓગસ્ટમાં -0.52 ટકા હતો. આજ રોજ નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર આ માહિતી મળી છે. એપ્રિલ 2023 પછી આ સતત છઠ્ઠો મહિનો છે જયારે WPIનો દર માઈનસમાં નોંધાયો. 

WPIનો દર માઈનસમાં રહેવા પાછળ આ કારણ જવાબદાર 

સરકારે ગયા વર્ષની સરખામણીએ સપ્ટેમ્બરમાં કેમિકલ અને કેમિકલ ઉત્પાદનો, ખનિજ તેલ, કાપડ, મૂળભૂત ધાતુઓ અને ખાદ્ય ઉત્પાદનોના ભાવમાં થયેલા ઘટાડાને જથ્થાબંધ ફુગાવો માઈનસમાં રહેવા માટે જવાબદાર કારણ ગણાવ્યા છે.

ઈંધણ-વીજળી માટેનો ફુગાવાનો દર

ઈંધણ અને વીજળીનો મોંઘવારી દર ઓગસ્ટમાં -6.03 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં -3.35 ટકા થઈ ગયો છે.

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટના ફુગાવો દરમાં ઘટાડો

મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સનો ફુગાવો ઓગસ્ટમાં -2.37 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં -1.34 ટકા થઈ ગયો છે.

ખાદ્ય વસ્તુના જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા

ખાદ્ય વસ્તુનો ફુગાવો  ઓગસ્ટમાં 5.62 ટકાથી ઘટીને સપ્ટેમ્બરમાં 1.54 ટકા થઈ ગયો છે.


Google NewsGoogle News