દુનિયાના એવા દેશ જે નથી વસૂલતા ટેક્સ, છતાં પણ છે સમૃદ્ધ, જાણો ત્યાં કેવી રીતે ચાલે છે અર્થવ્યવસ્થા
Tax Free Countries: દેશને ચલાવવા માટે અને તેના વિકાસ માટે જનતા પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. ટેક્સ એ કોઈપણ દેશની સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહિત ઘણા દેશોમાં લોકોને ટેક્સ ચૂકવવો પડે છે. જો કે, તેનાથી વિપરિત ઘણા દેશો એવા છે કે જ્યાં એક રૂપિયો પણ ટેક્સ ચૂકવવો પડતો નથી.
આ દેશો નથી વસૂલતા ટેક્સ
સાઉદી અરેબિયા, કતાર, યુનાઈટેડ આરબ અમીરાત, ઓમાન, બહેરીન, કુવૈત, બરમુડા, બ્રુનેઇ, મોનાકો વગેરે એવા દેશો છે જ્યાં જનતાને કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી, પરંતુ તેમ છતાં આ દેશો ઘણા સમૃદ્ધ છે. અહીં પૈસાની કોઈ કમી નથી.
ટેક્સ ન લેવા છતાં દેશ કેવી રીતે ચાલે છે?
જે દેશોમાં સરકારો જનતા પાસેથી ટેક્સ નથી વસૂલાતી તે અન્ય રીતે આવક ઉભી કરે છે. આ દેશોમાં કમાણીનો પ્રથમ સ્ત્રોત આયાત ડ્યુટી (Import Duty) છે. આ દેશોમાં, કોઈપણ માલ સામાન આવે છે તેના પર અન્ય દેશની તુલનામાં આયાત કર વધુ હોય છે. ઊંચા આયાત કરને કારણે આ દેશોમાં બહારથી આવતા તમામ ઉત્પાદનો ખૂબ મોંઘા થઈ જાય છે.
આ દેશોમાં કંપનીઓએ કોર્પોરેટ ટેક્સ પણ ચૂકવવો પડતો નથી. આવી સ્થિતિમાં, કમાણી માટે આ દેશમાં પર્યટનને ખૂબ જ સપોર્ટ કરવામાં આવે છે. જ્યારે પ્રવાસીઓ આ દેશોમાંથી જયારે પાછા ફરે છે, ત્યારે તેમની પાસેથી રિટર્ન ટેક્સ પણ વસૂલવામાં આવે છે. આવા દેશો ઇનડાયરેક્ટ ટેક્સથી આવક ઉભી કરે છે.
આ પણ વાંચો: બજેટ પહેલાં શેરબજારમાં શુષ્ક માહોલ, નિફ્ટી 24500 અંદર, જાણો શેર્સની સ્થિતિ
સેલ્ફ વર્કિંગ મોડેલ પર રાખે છે આધાર
જે દેશો તેમના નાગરિકો પાસેથી ટેક્સ વસૂલતા નથી, ત્યાં સેલ્ફ વર્કિંગ મોડેલ પર ભાર મૂકવામાં આવે છે. આ દેશોમાં જે પણ સરકારી વિભાગો છે, તેઓ જે કંઈ કમાય છે તેમાંથી તેઓ પોતાનો ખર્ચ કરે છે. આમાં સરકારની કોઈ ભૂમિકા નથી.