Get The App

ભારત પર વિદેશી દેવું વધીને 647 અબજ ડૉલર પાર, લાંબા ગાળાની ઉધારી સાત ટકા વધી: વર્લ્ડ બૅન્ક

Updated: Dec 5th, 2024


Google NewsGoogle News
world Bank


Foreign Debt Of India: ભારતનું વિદેશી દેવું 2023માં 31 અબજ ડૉલર વધી 646.79 અબજ ડૉલર થયું છે. વર્લ્ડ બૅન્કના ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટમાં આ અંગે ખુલાસો થયો છે. વિદેશી દેવું વધતાં વ્યાજનું ભારણ પણ 2022માં 15.08 અબજ ડૉલરથી વધી 2023માં 22.54 અબજ ડૉલર થયું છે. વર્લ્ડ બૅન્કના રિપોર્ટ અનુસાર, લાંબા ગાળાના દેવાનો હિસ્સો પણ 7 ટકાથી વધી 498 અબજ ડૉલર થયું છે. જ્યારે શોર્ટ ટર્મ ડેટમાં ઘટાડો નોંધાયો છે. તે 126.32 અબજ ડૉલર થયું છે. વિદેશી ડેટ સ્ટોક 2023માં કુલ નિકાસના 80 ટકા હતો, જ્યારે ડેટ સર્વિસ, નિકાસ 10 ટકા હતી. 

નેટ ડેટ ઇનફ્લો 33.42 અબજ ડૉલર

વર્લ્ડ બૅન્કના ઇન્ટરનેશનલ ડેટ રિપોર્ટ 2024માં જણાવ્યું હતું કે, વર્ષ 2023 દરમિયાન નેટ ડેટ ઇનફ્લો 33.42 અબજ ડૉલર રહ્યો છે, જ્યારે નેટ ઈક્વિટી ઇનફ્લો 46.94 અબજ ડૉલર નોંધાયો હતો.

આ પણ વાંચોઃ શેરબજારમાં ફરી તેજી! સેન્સેક્સ 1300 પોઈન્ટ ઉછળી 82000 ક્રોસ, નિફ્ટીની 25000 તરફ આગેકૂચ

ભારતનો જીડીપી મજબૂત

છેલ્લા કેટલાક વર્ષથી ભારત પોતાના ફોરેક્સ રિઝર્વમાં સતત વધારો કરી રહ્યું છે. રિઝર્વ બૅન્ક પાસે હાલ 640 અબજ ડૉલરથી વધુ ફોરેક્સ રિઝર્વ છે. વર્લ્ડ બૅન્કે અંદાજ આપ્યો હતો કે, 2025માં વૈશ્વિક પડકારો અને મહામારીની સમસ્યાઓની અસર હોવા છતાં ભારતનો જીડીપી ગ્રોથ 7 ટકાના દરે મજબૂત રહેશે. ગ્લોબલ લેન્ડરે પોતાના દ્વિ-વાર્ષિક ઇન્ડિયા ડેવલપમેન્ટ અપડેટમાં જણાવ્યું હતું કે, બાહ્ય જોખમો આઉટલુક માટે મહત્ત્વના છે. ખાસ કરીને જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ, કોમોડિટીની કિંમતો અને સપ્લાય ચેઈન પર અસર જેવા પરિબળોના લીધે જીડીપી અને ફુગાવા પર અસર થઈ શકે છે. વિશ્વભરમાં વધતી મોંઘવારીના કારણે વ્યાજના દરો લાંબા સમય સુધી ઊંચા રહી શકે છે. જેથી લોન ઈએમઆઇ પર અસર થવાની ભીતિ રહેતી હોય છે.

ભારત પર વિદેશી દેવું વધીને 647 અબજ ડૉલર પાર, લાંબા ગાળાની ઉધારી સાત ટકા વધી: વર્લ્ડ બૅન્ક 2 - image


Google NewsGoogle News