Get The App

વર્લ્ડ બેંકને ભારત પર ભરોસો, જબરદસ્ત રહેશે ગ્રોથ રેટ, અંદાજિત આંકડા રજૂ કરાયા

હાલમાં વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું મુખ્ય અર્થતંત્ર ભારત

વર્લ્ડ બેંકને લાગે છે કે ભારતની આ સ્થિતિ અકબંધ રહેશે

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
વર્લ્ડ બેંકને ભારત પર ભરોસો, જબરદસ્ત રહેશે ગ્રોથ રેટ, અંદાજિત આંકડા રજૂ કરાયા 1 - image


India GDP Growth: વર્તમાન સમયમાં ભારતીય અર્થતંત્રનું અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન રહ્યું છે. હાલમાં જ સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિ દરના અંદાજ વધારો કર્યો છે. તેમજ વર્લ્ડ બેંકને લાગે છે કે ભારતની આ સ્થિતિ અકબંધ રહેશે, વૈશ્વિક મંદી હોવા છતાં પણ આવનાર વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા જોરદાર ગતિએ આગળ વધશે. 

ભારતનો વિકાસ દર આટલો જ રહી શકે છે

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા ફર્સ્ટ એડવાન્સ અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વિકાસ દર 7.3 ટકા રહી શકે છે. આ અંદાજ રિઝર્વ બેંકે આપેલા અંદાજ કરતા વધુ છે. રિઝર્વ બેંકે ડિસેમ્બર 2023ના MPC પછી કહ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન ભારતનો આર્થિક વિકાસ દર 7 ટકા રહી શકે છે. 7 ટકાનો વિકાસ દર એવું દર્શાવે છે કે ભારત વર્તમાન સમયમાં દુનિયામાં સૌથી વધુ વિકાસ કરતુ અર્થતંત્ર છે. 

આગામી વર્ષો માટે વૃદ્ધિ દરની આગાહી

વર્લ્ડ બેંકનું અનુમાન છે કે  2024-25માં વૈશ્વિક મંદી પછી પણ ભારતનો આર્થિક વિકાસ દર 6.4 ટકા રહી શકે છે. જેના પરથી એવું કહી શકાય કે ભારત પર વૈશ્વિક મંદીની અસર પડશે પરતું તે અસર મર્યાદિત રહેશે. જો કે, વિશ્વની અન્ય કોઈપણ મોટી અર્થવ્યવસ્થાની તુલનામાં ભારતનો 6.4 ટકાનો વિકાસ દર પણ સૌથી વધુ હશે. વર્લ્ડ બેંકે તેના તાજેતરના ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા વર્ષોમાં ભારતમાં રોકાણમાં થોડો ઘટાડો થવા છતાં રોકાણ મજબૂત રહેશે. ભારતમાં રોકાણને સરકારી રોકાણમાં વધારો અને કોર્પોરેટ બેલેન્સ શીટ્સ દ્વારા ટેકો મળશે.

30 વર્ષમાં સૌથી નબળો અડધો દાયકા

વર્તમાન નાણાકીય વર્ષ પરથી કહી શકાય કે ભારતીય અર્થતંત્ર માટે વર્લ્ડ બેંકનો વિકાસ અંદાજ રિઝર્વ બેંક અને NSO કરતા ઘણો ઓછો છે. જેમાં વર્લ્ડ બેંકે રિઝર્વ બેન્કના 7 ટકા અને NSOના 7.3 ટકાની તુલનામાં 6.3 ટકા વૃદ્ધિ દરનો અંદાજ મૂક્યો છે. જો કે 6.3 ટકા વૃદ્ધિ દરનો અંદાજ પણ અન્ય અર્થતંત્રની તુલનામાં સૌથી વધુ છે. પરતું તેમ છતાં વર્લ્ડ બેંકે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો વિકાસ દર 2023માં 2.6 ટકાના અંદાજની સરખામણીએ 2024માં ઘટીને 2.4 ટકા થવાની આગાહી કરી છે. આ સાથે જ વર્લ્ડ બેંકે આ સમયને છેલ્લા 30 વર્ષમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો સૌથી નબળો અડધો દાયકા ગણાવ્યો છે.

વર્લ્ડ બેંકને ભારત પર ભરોસો, જબરદસ્ત રહેશે ગ્રોથ રેટ, અંદાજિત આંકડા રજૂ કરાયા 2 - image


Google NewsGoogle News