Get The App

ગૃહિણીઓ આવક કે નોકરીના પુરાવા વિના લોન મેળવવા હકદાર, જાણો કેવી રીતે

Updated: Apr 30th, 2024


Google NewsGoogle News
ગૃહિણીઓ આવક કે નોકરીના પુરાવા વિના લોન મેળવવા હકદાર, જાણો કેવી રીતે 1 - image

Image: FreePik



Type of Loan options for women with no income: આજના યુગમાં લોન લેવી સરળ બની છે. અચાનક આવી પડતી આર્થિક જરૂરિયાતો તેમજ અમુક ખર્ચાઓ માટે સરળતાથી લોન મેળવી શકાય છે. પરંતુ તેના માટે આવક-નોકરીના પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે. તો શું હાઉસ મેકર મહિલાઓને લોન મળી શકે છે? તેનો જવાબ છે હા. જો કે, તેમાં વિવિધ બેન્કો અને નાણાકીય સંસ્થાઓની અલગ-અલગ નિયમો અને શરતો હોય છે. જેનું પાલન કરવુ પડશે.

નોકરી ન કરતી તેમજ આવકનો કોઈ સ્રોત ન ધરાવતી ગૃહિણીઓ માટે પર્સનલ લોન, ગોલ્ડ લોનના વિકલ્પો છે. જો મહિલા માલિકીની પ્રોપર્ટી ધરાવતી હોય તો તે મોર્ગેજ, રિનોવેશન અને હોમ લોન મેળવી શકે છે. જો તમે જે-તે બેન્ક કે નાણાકીય સંસ્થાના માપદંડોમાં બંધબેસતા હશો તો તમે સરળતાથી લોન મેળવી શકો છો. જેના માટે આઈડી પ્રુફ, એડ્રેસ પ્રુફ સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. ઉલ્લેખનીય છે, ગૃહિણીઓને પગારદાર વર્ગ કરતાં ઓછી રકમની લોન ફાળવવામાં આવે છે.

એફડી પર પણ લોન મેળવી શકો

 જો તમે કોઈ બેન્કમાં ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ધરાવતા હોવ તો તમે તેની સામે લોન મેળવી શકો છો. મહિલાઓ સોનાના દાગીના સામે ગોલ્ડ લોન પણ મેળવી શકે છે. જેના માટે ઈનકમ પ્રુફની જરૂર પડતી નથી. આઈડી પ્રુફ માટે ડ્રાઈવિંગ લાયન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ જેવા દસ્તાવેજો રજૂ કરવા પડે છે.

બિન નોકરિયાત વર્ગને લોન આપે છે

મોટાભાગે ખાનગી નાણાકીય સંસ્થાઓ અને એનબીએફસી સરળતાથી બિન નોકરિયાત વર્ગને લોન ફાળવતી હોય છે. જો કે, તેના વ્યાજદર બેન્કોની તુલનાએ ઉંચા હોય છે. અમુક ખાનગી બેન્કો અને સરકારી બેન્કો પણ શરતોને આધિન લોન ફાળવતી હોય છે. જેના માટે જે-તે બ્રાન્ચની મુલાકાત કે ઓનલાઈન વેબસાઈટ પરથી માહિતી મેળવી શકો છો.

  ગૃહિણીઓ આવક કે નોકરીના પુરાવા વિના લોન મેળવવા હકદાર, જાણો કેવી રીતે 2 - image


Google NewsGoogle News