વીજળીનો ખર્ચ ઝીરો અને ઘરે બેઠા કમાણી, જાણો સૂર્ય ઘર યોજનાનો લાભ મેળવવાની સરળ રીત
Image: Freepik |
PM Surya Ghar Yojana : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણને ધ્યાને લઈને વારંવાર સોલાર સિસ્ટમના ઉપયોગ પર ભાર મુકે છે. જેનાથી મફતમાં સૂર્યપ્રકાશથી ઝીરો ખર્ચ પર વીજળી મેળવી શકાય અને પર્યાવરણને પણ બચાવી શકાય. કેન્દ્ર સરકાર દ્વારા લોકોને સોલાર સિસ્ટમને પ્રોત્સાહન આપવા PM સૂર્ય ઘર યોજના હેઠળ રહેણાંક મકાનો માટે 30 હજારથી 78 હજાર સુધીની સબસિડી પણ નક્કી કરવામાં આવી છે. ત્યારે ચાલો જાણીએ કે, આ સબસિડીનો લાભ કોણ મેળવી શકે છે અને તેના માટેની પ્રક્રિયા શું છે? તેમજ યોજનાનો લાભ લેવા માટે કયાં દસ્તાવેજોની જરૂર છે અને સબસિડી માટે અરજી ક્યાં કરવી?
યોજનાનો લાભ લેવા કયાં દસ્તાવેજ જોઈશે?
સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી મેળવવા માટે તમારે અમુક મહત્ત્વના દસ્તાવેજની જરૂર પડશે.
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- આવકનું પ્રમાણપત્ર
- સરનામાનો પુરાવો
- વીજળી બીલ
- બેન્ક ખાતાની પાસબુક
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ પણ વાંચોઃ યુપીઆઈ મારફતે ટ્રાન્ઝેક્શન કરનારા માટે મોટા સમાચાર, ટેક્સ ચૂકવણીની લિમિટ બદલાઈ
- રજિસ્ટ્રેશન કરવા માટે સૌ પ્રથમ ગૂગલમાં https://pmsuryaghar.gov.in/ ટાઇપ કરી લોગઇન કરવું.
- ત્યારબાદ કન્ઝ્યુમર લોગઇન પર ક્લિક કરવું અને રજિસ્ટ્રેશન કરવું.
- રજિસ્ટ્રેશનમાં ગ્રાહકે પોતાને લગતી માહિતી ભરવાની રહેશે.
- જેમાં રાજ્યનું નામ તેના જિલ્લાનું નામ, વીજળી કંપનીનું નામ (ઉ.દા. MGVCL) લખી પોતાનો ગ્રાહક નંબર લખી Next બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ ગ્રાહકે પોતાનો મોબાઇલ નંબર અને મોબાઇલ નંબર પર આવેલો ઓટીપી લખવાનો રહેશે.
- હવે ગ્રાહકે પોતાનું ઇમેઇલ ID લખી Captcha Code ભરી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ SMS દ્વારા આપને જાણ કરવામાં આવશે.
કેટલી મળશે સબસિડી?
રજિસ્ટ્રેશન બાદ સોલર કેપેસિટી મુજબ સબસિડી આપવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર 30 હજારથી લઈને 78 હજાર સુધીની સબસિડી નક્કી કરવામાં આવી છે. જેનાથી સોલર પ્લાન્ટ લગાવવા માટેના ખર્ચમાંથી રાહત મળે છે.
- 1 કિલો વોટ રૂફટોપ સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 30,000 રૂપિયાની સબસિડી
- 2 કિલો વોટ રૂફટોપ સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 60,000 રૂપિયાની સબસિડી
- 3 કિલો વોટ રૂફટોપ સોલાર પ્લાન્ટની કેપેસિટી ધરાવતા સોલર પેનલ માટે રૂપિયા 78,000 રૂપિયાનીની સબસિડી
આ પણ વાંચોઃ દર મહિને બચત કરીને PF ખાતામાં જમા કરી શકો છો ત્રણથી પાંચ કરોડ, સમજો ગણતરી
ક્યારે અને કેવી રીતે મળે સબસિડી?
જ્યારે સોલાર પ્લાન્ટ અને ડિસ્કોમ નેટ મીટરિંગ ઇન્સ્ટોલ કરશે, ત્યારે તેના પુરાવા અને પ્રમાણપત્ર પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સરકાર DBT હેઠળ સબસિડીની સંપૂર્ણ રકમ સીધી ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરશે.
દર મહિને થશે કમાણી
1Kw નો સોલાર પ્લાન્ટ દરરોજ લગભગ 3-4 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં, જો તમે 3 Kwનો પ્લાન્ટ લગાવો છો, તો દરરોજ લગભગ 12 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે મહિનામાં કુલ 360 યુનિટ. તમે આ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકીની વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તમને આ વીજળી માટે પૈસા પણ મળશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયાની કમાણી કરી શકો છો.