Get The App

21 ગનના ધડાકા સાથે નારા ગાજ્યા, રતન ટાટા અમર રહે, અમર રહે

Updated: Oct 11th, 2024


Google News
Google News
21 ગનના ધડાકા સાથે નારા ગાજ્યા, રતન ટાટા અમર રહે, અમર રહે 1 - image


મુંબઈ : સામાન્ય રીતે કોઈ મોટા હસ્તીનું નિધન થાય ત્યારે પોતાની મોટાઈ દેખાડવાવાળા વીઆઈપીઓ ઉમટતા હોય છે તેમ જ રાજકીય પક્ષોના છાપેલા કાટલા જેવાં કાર્યકરો પહોંચી જતા હોય છે.

પરંતુ આજે રતન ટાટાના અંતિમ-સંસ્કાર વખતે વધુમાં વધુ ભીડ સામાન્ય વર્ગના લોકો અને વિદ્યાર્થીઓની હતી. ટિફિનવાળા, ટાટાની કંપનીઓમાં નોકરી કરવાવાળા, હોટલના વેઈટરોથી માંડીને ફેરિયાઓ તેમ જ ટાટાની હોસ્પિટલોમાં સારવાર લઈને સાજા થયા હોય એવાં અસંખ્ય લોકો તેમને નવું જીવન આપનારા સાક્ષાત ભગવાન જેવાં રતન ટાટાના છેલ્લી વાર દર્શન કરવા માટે ઉમટી પડયા હતા. જ્યારે પોલીસની ૨૧ ગન સેલ્યુટના ધડાકાથી સ્મશાન પરિસર ગાજી ઉઠયું તેની સાથે જ ભીડમાંથી ગગનભેદી નારા સંભળાયા હતા 'રતન ટાટા અમર રહે... અમર રહે...

Tags :
Ratan-TataPassed-Away

Google News
Google News