Get The App

‘ચોકીદારની ચોકીદારી કોણ કરશે...’ હિંડનબર્ગના ઘટસ્ફોટ પર કોંગ્રેસ સહિતના વિપક્ષના આક્રમક પ્રહાર

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
Hindenburg On Adani


Hindenburg New Report On Madhabi Puri Buch: કોંગ્રેસે હિંડનબર્ગ રિસર્ચ દ્વારા સેબી ચેરપર્સન માધબી પુરી બુચ પર લગાવેલા આરોપોની આક્રમક ટીકા કરી છે. કોંગ્રેસ મહા સચિવ જયરામ રમેશે હિંડનબર્ગની પોસ્ટને ટેગ કરતાં સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘હવે ચોકીદારની ચોકીદારી કોણ કરશે? સંસદને 12 ઓગસ્ટની સાંજ સુધી કામગીરી કરવા માટે સૂચન અપાયું હતું, પરંતુ અચાનક 9 ઓગસ્ટની બપોરે તેને અનિશ્ચિતકાળ સુધી સ્થગિત કરાઈ. હવે અમને ખબર પડી કે, આમ કેમ કર્યું?’

બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ શનિવારે કેન્દ્ર સમક્ષ અદાણી જૂથ અને નિયામક સંસ્થા સેબીના પરસ્પરના હિતો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી હતી. વિપક્ષે કહ્યું હતું કે, 'દેશના સર્વોચ્ચ અધિકારીઓની કથિત સાંઠગાંઠની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિની રચના કરવી જોઈએ.

આ પણ વાંચોઃ આરોપો પાયાવિહોણા, બદનામ કરવાનો પ્રયાસ... હિંડનબર્ગના ધડાકા સામે SEBI અધ્યક્ષનું નિવેદન

સેબી ચેરપર્સને આપણા પત્રોનો જવાબ આપ્યો નથીઃ પ્રિયંકા ચતુર્વેદી

સેબી ચેરપર્સન પર આરોપોને ધ્યાનમાં રાખતાં શિવસેના-ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે (શિવસેના-યુબીટી)ની નેતા પ્રિયંકા ચતુર્વેદીએ શનિવારે જણાવ્યું હતું કે, હવે સ્પષ્ટ થયું છે કે, સેબીએ અદાણી ગ્રૂપની કંપનીઓના રિપોર્ટ માગતાં તેમના પત્રોનો જવાબ કેમ નથી આપ્યો. ચતુર્વેદીએ ગતવર્ષે એપ્રિલમાં અદાણી ગ્રૂપની કંપનીઓ વિરૂદ્ધ તપાસનો રિપોર્ટ માગ્યો હતો. શિવસેના યુબીટી પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું હતું કે, સવાલ એ છે કે, આ મામલાની તપાસ કોણ કરશે. જે રીતે સંસદ સત્ર પૂર્ણ થયું, તેનાથી તેમને લાગ્યું કે, કંઈક ગરબડ છે.

કોંગ્રેસ પક્ષે પોતાના નિવેદનમાં અદાણી ગ્રૂપના ચેરપર્સન ગૌતમ અદાણી અને સેબી ચેરપર્સન માધબી પુરી બુચ વચ્ચે 2022માં યોજાયેલી બે બેઠકોનો પણ ઉલ્લેખ કર્યો છે. સેબીના ચેરપર્સન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ જ માધબી પુરી બુચે આ બેઠક કરી હતી.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે આ મામલે અપડેટમાં લખ્યું હતું કે, હવે સમજાઈ રહ્યું કે, સંસદનુ સત્ર કેમ વહેલાં પૂર્ણ કરી દેવામાં આવ્યું. સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી યોજાવાનું હતું. પરંતુ તેને વહેલું સમાપ્ત કરી દેવામાં આવ્યું છે.  ‘ચોકીદારની ચોકીદારી કોણ કરશે...’ હિંડનબર્ગના ઘટસ્ફોટ પર કોંગ્રેસ સહિતના વિપક્ષના આક્રમક પ્રહાર 2 - image


Google NewsGoogle News