Get The App

Digital Marketing : યુવાનોની પહેલી પસંદ ડિજિટલ સેક્ટર, જાણો કેવી રીતે બનાવી શકશો તેમાં કરિયર

રિપોર્ટ પ્રમાણે કુલ કર્મચારીઓમાંથી 15 ટકા કર્મચારીઓ ઈ-કોમર્સ સેક્ટર એટલે કે ડિજિટલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે

માત્ર દિલ્હીમાં જ 78 ટકા યુવાનો ઈ-કોમર્સ સેક્ટર સાથે જોડાયેલા છે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
Digital Marketing : યુવાનોની પહેલી પસંદ ડિજિટલ સેક્ટર, જાણો કેવી રીતે બનાવી શકશો તેમાં કરિયર 1 - image
Image Envato 

તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર

ઈ- કોમર્સ કંપનીઓ અને રિટેલ બિઝનેસ ઓનલાઈન આવ્યા પછી આ સેક્ટરમાં સતત ગ્રોથ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં આવેલા એક રિપોર્ટ પ્રમાણે કુલ કર્મચારીઓમાંથી 15 ટકા કર્મચારીઓ ઈ-કોમર્સ સેક્ટર એટલે કે ડિજિટલ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. દેશમાં વર્ષ 2023માં ડિજિટલ સેક્ટર સૌથી વધારે નોકરી આપવામાં પ્રથમ રહ્યું છે. દેશમાં સૌથી વધારે કર્મચારીઓ દિલ્હીમાં નોંધાયા છે. જ્યા 78 ટકા ફ્રન્ટલાઈન વર્કર્સ ઈ-કોમર્સ સેક્ટર સાથે જોડાયેલા છે. નવાઈની વાત તો એ છે કે આ 78 ટકા કર્મચારીઓમાંથી 60 ટકા તો 20 થી 30 વર્ષના યુવાનો છે. 

માત્ર દિલ્હીમાં જ 78 ટકા યુવાનો ઈ-કોમર્સ સેક્ટર સાથે જોડાયેલા છે

રિપોર્ટ મુજબ દેશના માત્ર દિલ્હીમાં જ 78 ટકા યુવાનો ઈ-કોમર્સ સેક્ટર સાથે જોડાયેલા છે. જેનું મુખ્ય કારણ ફ્લેક્સિબલ ટાઈમ અને સારો પગાર છે. યુવાનોની  કામ કરવાની ક્ષમતા અને વધારે કામ કરી સારો પગાર મેળવે છે. તેથી જો તમે પણ બેરોજગાર હોવ તો ડિજિટલ માર્કેટિંગ સ્કિલ શીખી આ સેક્ટરમાં કામ કરી લાખો રુપિયા કમાઈ શકો છો. દેશની જાણીતી એડટેક કંપની સફળતા ડોટ કોમ પર આ સેક્ટરમાં જવા માટે યુવાનોને સતત તૈયાર કરી રહી છે. તમે પણ સફળતા માટે Digital Marketing Course ની મદદ લઈને આ સેક્ટરમાં શાનદાર કરિયર બનાવી શકો છો. 

આ સેક્ટરમાં કામ કરી શકો છો

ડિજિટલ માર્કેટિંગ શીખ્યા પછી તમે કંપની માટે બ્લોગિંગ શરુ કરી શકો છો.  ડિજિટલ માર્કેટિંગ દ્વારા તે કંપનીના ઉત્પાદનને બ્લોગથી પ્રમોટ કરી શકાય છે. ગ્રાહકને કંટેન્ટ દ્વારા તમારી વેબસાઈટ સુધી લાવી શકાય છે. ડિજિટલ માર્કેટિંગ કોર્સ કર્યા બાદ વેબ ડિજાઈનિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવી શકાય છે. અથવા તો પછી તમે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા સાઈટ્સ દ્વારા વર્ષે લાખો રુપિયા કમાઈ શકો છો. 

ડિજિટલ માર્કેટિંગ કરિયરમાં સરેરાશ વાર્ષિક પગાર ધોરણ  

પોસ્ટપગાર
ડિજિટલ માર્કેટિંગ મેનેજર7.2 લાખ
સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝર4 લાખ
સોશિયલ મીડિયા માર્કેટર4.82 લાખ
સામગ્રી માર્કેટિંગ5.46 લાખ
ઈમેલ માર્કેટિંગ4.3 લાખ
SEM નિષ્ણાત7.3 લાખ
AR-VR ડેવલપર2.8 લાખ
SEO નિષ્ણાત4 લાખ
વીડિયો મેકર6 લાખ
ડેટા એનાલિસ્ટ6.9 લાખ
વેબ ડેવલપર3 લાખ

Google NewsGoogle News